Last Update : 18-June-2012, Monday

 

ઊંચાઈમાં દેશભરનો બીજા નંબરનો
શહેરનો નવો એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર હવે આગામી જાન્યુઆરીમાં કાર્યરત થશે

ટાવરની ટોચે બેસાડવાનો સ્પેશિયલ ગ્લાસ વિદેશથી મંગાવવાનો હોવાથી થયેલો વિલંબ
મુંબઈ,તા.૧૭
દેશભરના બીજા નંબરના સૌતી વ્યસ્ત એરપોર્ટ વિલેપાર્લેના ડોમેસ્ટિક ટર્મિનલ પાસે બંધાઈ રહેલો ૮૪ મીટર ઊંચો (૩૦ માળના બિલ્ડિંગ જેટલા) નવો એટીસી (એર ટ્રાફિક કન્ટ્રોલ) ટાવર જુલાઈ મહિનાની ડેડ લાઈન ચૂકી જતાં હવે આવતા વરસના જાન્યુઆરી સુધી વાટ જોવી પડશે.
જો કે આ ટાવરનું ૮૦ ટકા કામ પૂરું થઈ ગયું છે છતાં ટાવરની ટોચ પર મૂકવાના વિશિષ્ટ પ્રકારના ગ્લાસની આયાત અને ગોઠવણી બાકી હોવાથી વિલંબ થઈ રહ્યો છે.
નવો ટાવર એરપોર્ટને નવો લુક આપશે એટલું જ નહિ, પરંતુ બીજા રનવે પરથી સૌથી વધુ ફ્લાઈટો ઉડાવવામાં પણ મદદરૃપ બનશે. આ ટાવર અંધેરીમાંના અગાઉના ૬૦ મીટર ઊંચા ટાવર કરતાં ૨૪ મીટર વધુ ઊંચો હશે, એમ જણાવતાં એરપોર્ટના એક અધિકારીએ કહ્યું હતું કે આ ટાવરની ઊંચાઈને લીધે આસપાસના તમામ વિસ્તારો, જેમાંના કેટલાક નહીં આંખે દેખાતા નથી, તે સારી રીતે જોઈ શકાશે.
અત્યારનો એટીએસ ટાવર જોખમી રીતે સેકન્ડરી રનવેની નજીક હોવાથી વિમાનોના માર્ગમાં અવરોધરૃપ બને છે. તેથી જ સિંગાપોર એરલાઈન્સ, સાઉદ એરલાઈન્સ અને કોન્ટિનેન્ટલ એરલાઈન્સનાં વિમાનો સેકન્ડરી રનવેનો ઉપયોગ કરી શકતાં નથી. નવા ટાવરના નિર્માણથી સેકન્ડરી રનવે વિરાટ કદનાં વિમાનોના ઉડ્ડયન માટે અનુકૂળ અને સક્ષમ બનશે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ નવા ટાવરની કેબિનની રચના એવી વિશિષ્ટ રીતે કરાઈ છે કે ત્યાંથી એર ટ્રાફિક કન્ટ્રોલર પાંચ માઈલ કરતાંય વધુ દૂરથી દરેક રનવેની શરૃઆત અને અંતનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકશે.
આ ટાવરનું ભોંયતળિયું અને ત્રણ માળ પર ટાવરને સપોર્ટ કરનારી માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે.
નવા ટાવરની એક આગવી ખાસિયત એ છે કે તેની ટોચ પર ઈમ્પોર્ટેડ સ્પેશિયાલાઈઝ્ડ કાચ મુકાશે. ગ્લાસનું કદ તેની દ્રષ્ટિક્ષમતાની ગણતરી, રંગ અને બાંધકામની એકંદર ડિઝાઈન-બાંધકામના આધારે નક્કી કરાઈ હતી. તેનાથી ટાવરનું સૌંદર્ય વધશે. જો કે આ કામ મુંબઈમાં ચોમાસું વીત્યા પછી જ શરૃ કરી શકાશે, એમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved