Last Update : 18-June-2012, Monday

 
અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે

- ૧૮ ગજરાજ, ૩૦ અખાડા, ૯૮ ટ્રક જોડાશે

 

 

- ૨૦૦૦થી વધુ સાધુ-સંતો આવશે

અમદાવાદ, રવિવાર.
ભગવાન જગન્નાથજીની ૧૩૫મી રથયાત્રા સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર-જમાલપુર, અમદાવાદથી મહંત દિલીપદાસજીની નિશ્રામાં અષાઢી બીજ, તા.૨૧મી જૂનનાં રોજ નીકળશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી નગરચર્યાએ નીકળશે.
આ અંગે વધુ વિગતો આપતા જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે અષાઢી બીજ, તા.૨૧મી જૂનનાં રોજ સવારે ૭ વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પહિન્દ વિધિ કરીને ભગવાનનાં રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. જેમાં ૧૮ ગજરાજ, ૩૦ અખાડા, ૯૮ શણગારેલી ટ્રક, ૧૮ ભજન મંડળીઓ, ૩ બેન્ડવાજા, ૨૦૦૦ જેટલા દેશભરમાંથી આવેલા સાધુ-સંતો જોડાશે.તેમણે કહ્યું કે આ વર્ષે ૨૫ હજાર કિલો મગ, ૪૦૦ કિલો જાંબુ, ૨૦૦ કિલો કાકડી, ૨૦૦ કિલો કેરી, ૨૦૦ કિલો દાડમ વહેંચવામાં આવશે અને ૨ લાખ ઉપરણા વહેંચાશે. જ્યારે અષાઢી બીજનાં દિવસે સવારે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે તા.૧૯મી જૂનનાં રોજ સવારે ૬ વાગ્યે ભગવાન મોસાળથી નિજ મંદિરે આવશે. ત્યારબાદ સવારે ૭ વાગ્યે નેત્રોત્સવ વિધિ કરાશે. સવારે ૯.૩૦ વાગ્યે ધ્વજારોહણ થશે. સવારે ૧૧ વાગ્યે સાધુ-સંતો માટે ભંડારો થશે. જ્યારે તા.૨૦મીએ બપોરે ૩.૦૦ વાગ્યે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ થશે અને ત્યારબાદ આરતી થશે. જ્યારે રાત્રે ૮ વાગ્યે રાજ્યપાલ શ્રીમતી ડો.કમલાજી વિશિષ્ટ પૂજા અને આરતી સમયે ઉપસ્થિત રહેશે.

અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રુટ
ભગવાન જગન્નાથજી તા.૨૧મીએ નગરચર્યાએ નીકળશે. જેનો રુટ અને સમય આ મુજબ રહેશે ઃ
સવારે ૦૭.૦૦ વાગ્યે નિજ મંદિરથી પ્રસ્થાન
સવારે ૦૯.૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન
સવારે ૦૯.૪૫ વાગ્યે રાયપુર ચકલા
સવારે ૧૦.૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે ૧૧.૧૫ વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે ૧૨.૦૦ વાગ્યે સરસપુર
બપોરે ૦૧.૩૦ વાગ્યે સરસપુરથી પરત
બપોરે ૦૨.૦૦ વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે ૦૨.૩૦ વાગ્યે પ્રેમ દરવાજા
બપોરે ૦૩.૧૫ વાગ્યે દિલ્હી ચકલા
બપોરે ૦૩.૪૫ વાગ્યે શાહપુર દરવાજા
સાંજે ૦૪.૩૦ વાગ્યે આર. સી. હાઇસ્કૂલ
સાંજે ૦૫.૦૦ વાગ્યે ઘીકાંટા
સાંજે ૦૫.૪૫ વાગ્યે પાનકોર નાકા
સાંજે ૦૬.૩૦ વાગ્યે માણેકચોક
રાત્રે ૦૮.૩૦ વાગ્યે નિજ મંદિરે પરત

પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રાનું આયોજન
અષાઢી બીજનાં દિવસે અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રા નીકળે છે. જે બપોરે ૩.૦૦ વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ-મેમનગરથી નીકળશે. આ અંગે ગુરુકુળનાં બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું કે ભગવાનનાં રથ, ૧૧ ઘોડા, કળશ સાથેની બહેનો સાથે ભવ્ય રથયાત્રા નીકળશે. જેમાં બુંદી-મગ-જાંબુ-કાકડીનો પ્રસાદ વહેંચાશે અને ઠેર-ઠેર તેનું સ્વાગત પણ થશે. આ રથયાત્રા પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળથી નીકળી સુભાષ ચોક, વિશ્રામનગર, અરિહંતનગર, વિવેકાનંદચોક, મેમનગર ગામ, માનવ મંદિર થઇ ગુરુકુળ પરત સાંજે ૭.૩૦ વાગ્યે આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved