Last Update : 18-June-2012, Monday

 

કાર્યકર્તા અને ચાહકોને પત્ર લખ્યો
પોસ્ટર પાછળ વિરોધીઓનું કાવતરું ઃ ભાજપની છબી ખરાબ થાય તેવું ન કરવા અપીલ

વ્યક્તિ કરતાં પક્ષ મહત્ત્વનો છે ઃ સંજય જોષીના મોદી પર પ્રહાર

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૭
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર પ્રતિસ્પર્ધિ સંજય જોશીએ પત્ર લખી તેમના તમામ ચાહકો તેમજ શુભેચ્છકોને પોસ્ટર યુદ્ધ જેવી પ્રવૃત્તિથી વેગળા રહેવા તેમજ પક્ષની આબરૃને ધક્કો ન પહોંચાડવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે અત્યાર પર્યન્ત ચાલેલા પોસ્ટર યુધ્ધમાં પણ ન તો તેમનો હાથ હતો કે ન સંમતિ. તેમણે ઉમેર્યું હતું કે પક્ષમાં, પક્ષ મહત્ત્વનો છે. વ્યક્તિ નહીં.
તેમની આ અપીલ પક્ષના લેટર હેડ પર કરવામાં આવી છે. જેમાં પક્ષે ઉલ્લેખ કર્યો છે કે હમણા તેમને પક્ષમાંથી સેવામુક્તિ (રીલીવ) અપાઈ છે. આ પ્રકારે પોસ્ટર દ્વારા પક્ષના જ એક નેતા (નરેન્દ્ર મોદી) પર હુમલો કરનારા પક્ષના હિતચિંતક નથી. આ પ્રવૃત્તિથી પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચે છે.
જોશીએ પોતાની અપીલમાં જણાવ્યું છે કે 'જોકે આ કાર્ય કાવત્રાખોરોનું જણાય છે. તેમ છતાં હું મારા તમામ શુભેચ્છકો, ટેકેદારો તેમજ જેમને મારા માટે સહાનુભૂતિ છે તેમને વિનંતી કરું છું કે તેઓ કોઈ પોસ્ટર ન મુકે કે કોઈ પેમ્પલેટ બહાર ન પાડે કે મારા માટે કોઈ દેખાવો ન યોજે.' અત્રે ઉલ્લેખનીય છે કે પાટનગર દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય તેમજ અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યાલય ખાતે પોસ્ટરો મુકવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં સંજય જોશી તેમજ નરેન્દ્ર મોદીના ફોટા મુકીને મોદીને નિશાન બનાવાયા હતા. જો કે તે પોસ્ટરમાં કોઈનો નામોલ્લેખ કરવામાં આવ્યો નહતો. આ પ્રકારના પોસ્ટર વળી ભાજપની કારોબારીની ગુજરાત ખાતેની બેઠક સમયે પણ સપાટી પર આવ્યા હતા.
તે પછી મોદીએ પક્ષના મોવડીઓ પર જોશીને પક્ષમાંથી હાંકી કાઢવા દબાણ કર્યું હતું. તે પછી ભાજપ તેમને પક્ષમાં છુટા કરી દેવાયાનું જણાવે છે. જ્યારે જોશી કહે છે કે પક્ષે તેમને માત્ર કોઈ પક્ષીય જવાબદારી ન સંભાળવા જણાવ્યું છે.આ આખી ઘટનાનો રસપ્રદ વળાંક એ છે કે સંજય જોશીની આજની અપીલમાં પણ પક્ષને વ્યક્તિ કરતા મહત્ત્વનો દર્શાવવા પ્રયાસ કરાયો છે. જ્યારે બીજી મહત્ત્વની બાબત એ છે કે પક્ષની જાહેરાત અનુસાર ધારો કે સંજય જોશીને છુટા કરવામાં આવ્યા હોય તો તેમણે કરેલી અપીલ ભાજપના લેટર હેડ પર કયા પ્રકારે કરાઈ? પણ રાજકારણમાં મોટા ભાગના સવાલોના ઉત્તર નથી હોતા અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved