Last Update : 18-June-2012, Monday

 

રવિવારે ગ્રીસની ચૂંટણી, સોમવારે RBI મીટિંગ, મંગળવારે યુ.એસ. ફેડ મીટિંગ

ગ્રીસની ચૂંટણી - RBI પર નજર ઃ સેન્સેક્ષ ૧૭૩૧૧થી ૧૬૫૮૮, નિફ્ટી ૫૨૪૪થી ૫૦૨૨ વચ્ચે ફંગોળાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નેગેટીવ આર્થિક- રાજકીય રાષ્ટ્રીય, અને આંતરરાષ્ટ્રીય પરિબળોને અવગણીને મુંબઇ શેરબજારોમાં સેન્સેક્ષની ૧૧૦૦ પોઇન્ટની તેજી આવી ગઇ, પરંતુ રોકાણકારો- ખેલંદાઓ પર નિરાશા હજુ છવાયેલી છે. ભય હજુ ગ્રીસ મુદ્દે યુરો ઝોનના અસ્તિત્વનો અને રાજકીય મોરચે યુપીએ સરકારની ખોડંગાયેલી આર્થિક નીતિને લોકસભાની વર્ષ ૨૦૧૪માં ચૂંટણીઓ પૂર્વે આગળ વધારી શકાશે કે એની અનિશ્ચિતતાનો પ્રવર્તી રહ્યો છે. પ્રણવ મુખર્જીના નાણા પ્રધાન તરીકેના તાજેતરના કાર્યકાળમાં આર્થિક મોરચે અને શેર બજારોની તેજીને લાગેલી પનોતી હવે ઉતરશે એવી આશા-અપેક્ષા જરૃર બંધાઇ છે. શુક્રવારના રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવના નામ પર યુપીએની મહોર લગાવી મમતા બેનર્જીને ચૂપ કરી સમાજવાદી પક્ષના ટેકાથી નવા નાણા પ્રધાન આર્થિક સુધારાને આગળ વધારી શકશે એવી અપેક્ષાએ એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તેજીની રૃખ આગળ વધારી છે.
ફુગાવાને બદલે હવે આર્થિક વૃદ્ધિને ન્યાય આપવો અનિવાર્ય ઃ આરબીઆઇ રેપો, સીઆરઆર અડધા ટકા સુધી ઘટાડશે
ફુગાવો-મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી ભારતની જનતાના આક્રોશનો ભોગ યુપીએ- કોંગ્રેસ સરકારે તાજેતરની રાજ્યોની ચૂંટણીમાં બનવું પડયું હતું, એ હકીકત છે. આ રોષને ઠારવા ઓવરહીટ અર્થતંત્ર- શેરબજારો- કોમોડિટીઝ બજારોમાં બેફામ ચાલતા સટ્ટાને ડામવો પણ એટલું જરૃરી હતું. આર્થિક કૌભાંડો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન યુપીએ સરકારના જ સાથી પક્ષોના નેતાઓ, કોર્પોરેટ ઇન્ડિયાના ટોચના અધિકારીઓ જેલના સળીયા પાછળ ધકેલાયા સહિતના પ્રણવ મુખર્જીના આ કાર્યકાળમાં સરકારી ખાતાઓમાં પણ ડરના પગલે ફાઇલો અટવાઇ પડી અને આર્થિક સુધારાઓ અભરાઇ પર મૂકાઇ ગયા, અને એફઆઇઆઇએ આ બગડતી પરિસ્થિતિમાં રોકાણ પ્રવાહ અટકાવીને શરૃ કરેલી વેચવાલીએ ડોલર સામે રૃપિયો ૫૬.૫૦ના ઐતિહાસિક તળીયે ઉતરી ગયો. ફુગાવો-મોંઘવારી હજુ સંપૂર્ણ કાબૂમાં નથી આવ્યા. મે, મહિનાનો ફુગાવાનો આંક ૭.૨૩ ટકાથી વધીને ૭.૫૫ ટકા આવ્યો છે, પરંતુ ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (આઇઆઇપી) ઘટીને ૦.૧ ટકા થઇ છે, નિકાસોમાં ૪.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેથી હવે મોંઘવારીના અસ્તિત્વ સામે આર્થિક વૃદ્ધિને ડૂમો લાગવા લાગ્યો હોઇ આ ગૂંગળામણમાં બેરોજગારીની સમસ્યા વકરવાની પૂરી શક્યતાના જોખમને ધ્યાનમાં લઇ સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આર્થિક વૃદ્ધિને હવે ન્યાય આપવો અનિવાર્ય બન્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક- રાજકીય અનિશ્ચિતતામાં હવે સોમવારે ૧૮, જૂને ધિરાણ નીતિની સમીક્ષામાં ૦.૨૫થી ૦.૫૦ ટકાનો ઘટાડો સીઆરઆર, રેપો રેટમાં કરે એવી પૂરી શક્યતા છે.
પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની નહીં નવા નાણા પ્રધાન તરીકે સારી વ્યક્તિ આવશે એની ખુશાલી વધુ ઃ સી. રંગરાજન બજારને ફળશે
નાણા પ્રધાન પ્રણવ મુખર્જી નવા રાષ્ટ્રપતિ બનશે એવું અહીંથી અગાઉ સ્પષ્ટ જણાવેલું હતું. હવે પ્રણવના નામ પર યુપીએ મહોર લગાવી દીધી છે, અને તેમની જીત નક્કી મનાઇ રહી છે. બજારે શુક્રવારે પ્રણવનું નામ જાહેર થવાના સંકેતે જ સેન્સેક્ષને ૨૭૨ પોઇન્ટ ઉછાળી દીધો હતો, પરંતુ આ શેરોમાં તેજી પ્રણવની ઉમેદવારી કરતા હવે નાણા પ્રધાન તરીકે કોઇ સારી વ્યક્તિ આવશે એની ખુશાલી વધુ હતી. નાણા પ્રધાન તરીકે પ્રણવના કાર્યકાળમાં આર્થિક નીતિને જાણે કે લકવો લાગી ગયો હતો. આર્થિક સુધારા અટવાઇ પડતા આર્થિક વૃદ્ધિ પણ ચોથા ત્રિમાસિકમાં નવ વર્ષના તળીયે ૫.૩ ટકાની સપાટીએ આવી ગઇ હતી. હવે નવા નાણા પ્રધાન તરીકે આર્થિક સુધારાનો પાયો નાખનારા મનમોહન સિંહ વધારાની જવાબદારી સંભાળે છે કે પછી વડા પ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલના ચેરમેન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગર્વનર સી. રંગરાજન કે પછી આયોજન પંચના વાઇસ ચેરમેન મોન્ટેક સિંહ અહલુવાલિયા, ઉદ્યોગ-વાણિજ્ય ખાતાના પ્રધાન આનંદ શર્મા કે પછી જરયામ રમેશ એમાંથી કોની પસંદગી થસે એ જોવું રહ્યું. સી. રંગરાજનની પસંદગી થશે તો એ અર્થતંત્ર અને શેર બજાર માટે સારૃ રહેશે. પ્રણવની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરીને કોંગ્રેસ-યુપીએ દ્વારા એક કાંકરે અનેકને પરાસ્ત કરતો રાજકીય દાવ ખેલ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી- તૃણમુલ કોંગ્રેસના આર્થિક સુધારા આડેના અવારનવારના અવરોધને ડાબેરીઓની જેમ લપડાક મારીને શાંત કર્યા છે, તો બીજી બાજુ પ્રણવની રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી કરી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા મહત્વનું પતુ ઉતરવામાં આવ્યું છે. અને ઉત્તર પ્રદેશને ગુમાવી ચૂકેલી કોંગ્રેસે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બહુમતી મળવાના સંજોગો ધૂંધળા હોઇ અત્યારથી સમાજવાદી પક્ષના ટેકાએ પ્રાદેશિક પક્ષોને મજબૂત કરી ભાજપના સત્તા પર આવવાના સ્વપ્નને બને એટલું વધુ ધૂંધળું કરી કોંગ્રેસ જ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવે એવો વ્યુહ ઘડયો છે, અને એ સ્થિતિમાં રાષ્ટ્રપતિ પ્રણવનું સરકાર રચવા માટેનું આમંત્રણ પણ કોને મળે?
૧૭, જૂને ગ્રીસ ચૂંટણી, ૧૮, જૂને આરબીઆઇ, ૧૯-૨૦ જૂને ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ પર નજર
રિઝર્વ બેંકની ધિરાણ નીતિ સમીક્ષાની સાથે આગામી સપ્તાહ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મોરચે અનેક રાજકીય- આર્થિક ઘટનાઓનું બની રહેનાર છે જેમાં
(૧) ૧૭, જૂન ઃ ગ્રીસમાં યોજાનારી ફરી ચૂંટણી- યુરો ઝોનમાં ગ્રીસ રહેશે કે નહીં અને યુરો ઝોનનું અસ્તિત્વ રહેશે કે નહીં એ નક્કી થશે.
(૨) ૧૮, જૂન ઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષા રેપો રેટ અને સીઆરઆરમાં ૦.૨૫થી ૦.૫૦ ટકાનો ઘટાડો અપેક્ષીત
(૩) ૧૮-૧૯, જૂન ઃ ૨૦ ઔદ્યોગિક વિકાસશીલ રાષ્ટ્રોના ગુ્રપ ૭ની સમિટ-મેક્સીકોમાં યોજાશે. જેમાં ગરીબી, યુવા રોજગારી અને પર્યાવરણના મુદ્દાઓ પર ચર્ચા સાથે યુરોપની ઋણ કટોકટી પર ચર્ચા થવાની શક્યતા.
(૪) ૧૯-૨૦ જૂન ઃ યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની મીટિંગ જેમાં સપ્ટેમ્બર ૨૦૧૧માં લાંબાગાળાના ઋણ ખર્ચને ઘટાડવા માટે શરૃ કરાયેલા ઓપરેશન ટ્વીસ્ટને લંબાવાશે કે નહીં એ નક્કી થશે.
ગ્રીસની ચૂંટણી પર નજર ઃ સેન્સેક્ષ ૧૭૩૧૧થી ૧૬૫૮૮, નિફ્ટી ૫૨૪૪થી ૫૦૨૨ વચ્ચે ફંગોળાશે
ગ્રીસની રવિવારે ચૂંટણી પૂર્વે જ યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીબી) યુરો ઝોનના દેશો અને બેંકોને જરૃરી પૂરતી નાણા પ્રવાહિતા-સ્ટીમ્યુલસ પેકેજ ઉપલબ્ધ કરાવી આપવાનું પોઝિટીવ નિવેદન કરીને ગ્રીસમાં ડાબેરીઓના સતા પર આવવાના મિશનને ધૂંધળું બનાવવાનો અને એના થકી યુરો ઝોનનાં અસ્તિત્વને ટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસ કર્યા છે, જેથી ગ્રીસની ચૂંટણી આગામી સપ્તાહ બજાર માટે મહત્વની નીવડશે, ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ૧૮, જૂને સીઆરઆર, રેપો રેટમાં અપેક્ષીત ઘટાડો કરે છે કે નહીં એના પર નજર રહેશે. આ ઇવેન્ટફુલ આગામી સપ્તાહમાં સેન્સેક્ષ ઉપરમાં ૧૭૩૧૧ અને નીચામાં ૧૬૫૮૮ વચ્ચે તથા નિફ્ટી ઉપરમાં ૫૨૪૪થી નીચામાં ૫૦૨૨ વચ્ચે ફંગોળાતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved