Last Update : 18-June-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૬-૨૦૧૨ સોમવાર
જેઠ વદ ચૌદસ- મુ શબે મિરાજ
સાંજના ૬ ક. ૩૪ મિ.થી સોમવતી અમાસ
ચાંદીમાં બેથી ત્રણ ટકા મંદી ?

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.


અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૫ મિ.
સુરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ રોહિણી રાત્રે ૯ ક. ૫૬ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - સિંહ, બુધ - મિથુન, ગુરૃ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- વૃષભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪ નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રા.દિ.જે. ૨૮ જેઠ વદ ચૌદશને સોમવાર. - અમૃતસિદ્ધિ યોગ રાત્રે ૯ ક. ૫૬ મિ.થી શરુ, રોહિણી - મુસલમાની શબે મિરાજ - સાંજના ૬ ક. ૩૪ મિ.થી અમાસ, સોમવતી અમાસ, - મુંબઈમાં વાગીશલાલજીનો ઉત્સવ, - ચાંદીમાં બેથી ત્રણ ટકા મંદી - રૃમાં ૧૫થી ૨૦ ટકા મંદી.
મુસલમાની હિજરી સન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૭ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બહેમન માસનો ૫ રોજ સ્પેર્ન્દામંદ. કદમ સ્પેન્દર્દા મહિનાના પરભનું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૧૮ જૂન, ૨૦૧૨, સોમવાર
મેષ ઃ નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, જૂના, નવા સંબંધ ઓળખાણથી ફાયદો- લાભ થાય, આનંદથી તમારું કામ થાય.
વૃષભ ઃ માનસિક પરિતાપ- ચિંતા છતાં નોકરી- ધંધાના કામમાં આપને સાનુકૂળતા રહે. વધારાનું કામકાજ કરી શકો.
મિથુન ઃ શેરોના, બજારોના સરકારી ખાતાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. નોકરી- ધંધાના કામમાં ચિંતા રહે.
કર્ક ઃ એક ચિંતા ઉપાધિ હોય પરંતુ તમારે ધીરજૃ સ્વસ્થતા દાખવો તો પણ પુત્ર- પૌત્રાદિકના તેમજ નોકરી- ધંધાનું ધ્યાન લાભદાયી રહે.
સિંહ ઃ નોકરી- ધંધાના કામમાં ચિંતા- વ્યસ્તતા રહે, અન્યના કારણે તમારી કામગીરી, જવાબદારીમાં વધારો થાય.
કન્યા ઃ નોકરી- ધંધાના રોજીંદા કામમાં ચિંતા- વ્યગ્રતા છતાં કામના ઉકેલથી હળવાશ રાહત રહે, વિલંબમાં પડેલ કામ ઉકેલાય.
તુલા ઃ આજે જેઠ વદ ચૌદશનો દિવસ શાંતિથી પસાર કરવો પડે પોતાના તેમજ અન્યના કામમાં ચિંતા- ખર્ચ- ઉત્પાત જણાય.
વૃશ્ચિક ઃ પેટ, કમરના, મસ્તકમાં દર્દપીડાના કારણે કંઈ ગમે નહીં, નોકરી ધંધાનું કામ કરો પરંતુ માનસિક પરિતાપ રહે, સંતાનોની ચિંતા રહે.
ધન ઃ નોકરી- ધંધાના કામમાં અન્યના કારણે રૃકાવટ મુશ્કેલી રહે મહેનત- દોડધામ, ચિંતા ને અંતે કામ ઉકેલાય તબિયત સાચવવી.
મકર ઃ પુત્ર- પૌત્રાદિકનું કામ ધીરજથી, શાંતિથી કરવું અગમચેતી રાખી, કામ માટે સમય પહેલા પહોંચવાનું આયોજન રાખવું.
કુંભ ઃ મકાન- જમીનના, કાગળ, કાપડ, પ્રિન્ટીંગના ધંધામાં નુકસાન, બગાડથી સંભાળવું, નોકરી- ધંધામાં અન્યના કારણે કામ વિલંબમાં પડે.
મીન ઃ નોકરી- ધંધાના પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચિંતા રહે, બહાર જવાનું થાય, ભાઈભાંડુ, નોકર-ચાકર વર્ગની ચિંતા રહે.

જન્મ તારીખ વર્ષ સંકેત....
તા. ૧૮ જૂન, ૨૦૧૨
આજથી શરુ થતું જન્મવર્ષ આરોહ- અવરોહનું રહે. વર્ષના પ્રારંભિક મહિના કોઈને કોઈ ચિંતા- મુશ્કેલીના કારણે માનસિક સંઘર્ષ- ચિંતાના રહે પરંતુ વર્ષના ઉત્તરાર્ધ માટેના કામના ઉકેલથી હળવાશ, રાહત જણાય. તમારા પુત્ર- પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહનો પ્રસંગ ઉકેલાય, ધર્મકાર્ય, શુભકાર્ય થાય.
- વર્ષારંભે વાણીની મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી, શાંતિથી પોતાની મુશ્કેલી ચિંતાનો સમય પસાર કરો વર્ષાંતે તમને ફાયદો- લાભ થાય તમારું કામ સફળતાથી ઉકેલાય, આનંદ રહે
- વર્ષના મધ્યભાગથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ નોકરી- ધંધાના રૃકાવટવાળા કામ એક પછી એક ઉકેલાતા જાય. તમારી આવક, સુખ-સંપત્તિમાં વધારો થાય તેવું આયોજન ગોઠવાય.
- સ્ત્રી વર્ગને સાંસારિક પ્રશ્નોમાં, પતિ- સંતાન, પ્રેમ- મિત્રતાના- લાગણીના પ્રશ્નમાં શાંતિ- રાહત જણાય નહીં. વિવાદ, ઉદ્વેગ- અશાંતિ રહે, અવિવાહિતને વર્ષાન્તે વિવાહ લગ્નનું નક્કી થાય.
- વિદ્યાર્થી વર્ગને ભણવામાં એકાગ્રતા જાળવવી પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ કોલેજમાં સાથે ભણતી લીલીને પૂછ્‌યું, ‘તું શું પહેલી નજરના પ્રેમમાં માને છે ?’
‘એ બાબતમાં,’ લીલી બોલી, ‘મેં હજી કશું વિચાર્યું નથી.’
‘તો તારું કહેવું છે કે, લલ્લુ બોલ્યો, ‘મારે કાલે ફરી આવીને તને મળવું ?’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved