Last Update : 17-June-2012,Sunday

 

કરકસરના ‘લક્ઝુરીયસ’ ઉપાયો!

 

થોડા દિવસ પહેલાં સરકારે અચાનક ‘કરકસર’ કરવાના ઉપાયો હાથ ધર્યા હતા. શું હતા એ ઉપાયો?
(૧) ઇન્ટરનેશનલ અને દેશી કોન્ફરન્સો ફાઇવસ્ટાર હોટલોને બદલે થ્રી સ્ટાર હોટલોમાં યોજવી!
(૨) મિનીસ્ટરોએ વિદેશ પ્રવાસો ઘટાડવા પર ઘ્યાન આપવું
(૩)... બસ? અરે યાર, આટલા બે ઉપાયોથી કંઇ કરકસર થતી હશે? જુઓ, અમારી પાસે કરકસરના ભવ્ય આઇડીયાઝ છે...
* * *
કોન્ફરન્સો ફાઇવ-સ્ટારને બદલે થ્રી-સ્ટાર હોટેલોમાં યોજવાની એ ખરું, પણ હોટલો દિલ્હીને બદલે દૂબઇની પસંદ કરવાની!
* * *
વિદેશ પ્રવાસો પણ સ્વીટ્‌ઝર્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, અમેરિકા એવા પાંચ-સાત ‘મોંઘા’ દેશોના નહિ કરવાના, બલ્કે ઘાના, ઇથોપિયા, વેનેઝુએલા, પપુઆ-ગુનિયા, વેસ્ટ ઇન્ડિઝ, મલેશિયા, મ્યાનમાર, ઇન્ડોનેશિયા.. એવા ડઝનબંધ ‘સસ્તા’ દેશોના કરવાના! (પૂછી જુઓ પ્રતિભા પાટિલને! એ આમાં એક્સપર્ટ છે.)
* * *
સરકારી મિટીંગો ચાલતી હોય ત્યારે પંજાબી રેસ્ટોરન્ટોમાંથી ‘હેવી’ ‘ફૂલલંચ’ નહિ મંગાવવાનું, પણ સમોસા, પકોડા, રસમલાઇ, પિત્ઝા, પાસ્તા એવી હળવી વાનગીઓ ફાઇવસ્ટાર હોટલમાંથી મંગાવવાની!
મિનીસ્ટરો અને મોટા મોટા ઓફિસરોએ વિમાનમાં ‘એક્ઝિક્યુટીવ કલાસ’ની સીટો પર હરગિઝ નહિ બેસવાનું! બલકે જે ચાર્ટર વિમાન ભાડે લીઘું હોય એમાં ‘ઇકોનોમી ક્લાસ’ જેવી સીટો બનાવડાવીને એના ઉપર જ બેસીને પ્રવાસ કરવાનો!
* * *
‘મોંઘી’ પેટ્રોલ કારો નહિ વાપરવાની. એના બદલે ‘લક્ઝુરિયસ’ ડિઝલ કારો વાપરવાની!
* * *
લોક- મેળાવડામાં ભલે હજારો લોકોને ટ્રકોમાં બોલાવીને પેટ ભરી ભરીને જમાડો... પણ કરકસરના પગલાં રૂપે એ દિવસે તમારે ‘સદભાવના ઉપવાસ’ કરવાનો!
* * *
ક્યારેક ક્યારેક સખત કરકસરનો દાખલો પણ બેસાડો! દાખલા તરીકે છેક અંતરિયાળ વિસ્તારના કોઇ આદિવાસી ગામડામાં જઇને એકાદ ગરીબના ઝુંપડામાં જઇને દાલ-રોટી ખાવાની... રાહુલ ગાંધીની જેમ!
* * *
ઘણીવાર મિનિસ્ટરો મતવિસ્તારની મુલાકાતે માંડ એક વાર જાય એટલા ખાતર દસ-દસ કિલોમીટર લાંબા રોડ નવેસરથી બનાવવામાં લાખોનો ખર્ચ થઇ જાય છે. આ ખર્ચો બચાવો... ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં જવાનું રાખો!
* * *
અને મિનીસ્ટર સાહેબો, આ બધી કરકસરો કરો કે ના કરો, પણ ચૂંટણી પહેલાં થોકબંધ વચનો આપવામાં તો થોડી કરકસર કરો?!

મન્નુ શેખચલ્લી...

Share |
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved