Last Update : 17-June-2012,Sunday

 
 

ઓલિમ્પિકમાં પેસ અને ભુપતિને જ મોકલવા એઆઇટીએ મક્કમ
પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક કમિટિએ રિપોર્ટ મંગાવ્યો

પેસે મને જણાવ્યા વિના જ બીજો પાર્ટનર શોધી લીધો હતો ટેનિસ તો દૂરની વાત છે હું તેની સામે પણ જોવા માંગતો નથી

બેંગ્લોર,તા.૧૬
ઓલિમ્પિક મેન્સ ડબલ્સમાં ભારત તરફથી પેસ અને ભુપતિની જોડીને રમવા ઉતારવાની ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઇટીએ)ની જાહેરાત બાદ શરૃ થયેલો વિવાદ હજુ શમ્યો નથી. પેસથી નારાજ ભુપતિએ ફરી વખત મક્કમ ઇરાદા સાથે કહ્યું હતુ કે, તે પીઠમાં ખંજર ભોંકનારા (પેસ) સાથે ઓલિમ્પિકમાં રમવાનો નથી. જો કે એઆઇટીએ ના હોદ્દેદારોએ સ્પષ્ટ કરી દીધું છે કે, અમે તો પેસ અને ભુપતિની ટીમને જ ઓલિમ્પિકમાં રમવા મોકલવા ઇચ્છીએ છીએ. એસોસિએશન એમ પણ વિચારી રહ્યું છે કે, જો ભુપતિ તૈયાર ન થાય તો પેસની સાથે બોપન્નાને ઉતારવામાં આવશે, જો કે ભુપતિની સાથે બોપન્ના પણ પેસની સાથે જોડી બનાવીને રમવાનો વિરોધ કરી રહ્યો છે. ભુપતિના વિરોધને કારણે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન પણ આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યું છે અને તેઓએ આ અંગેનો રિપોર્ટ આપવા એઆઇટીએને જણાવ્યું છે. પેસ અને ભુપતિ વચ્ચે નવેમ્બર પછી વાતચીત થઇ નથી.
પેસને પીઠમાં ખંજર ભોંકનારા તરીકે ઓળખાવતા ભુપતિએ કહ્યું કે, અમે ઓલિમ્પિકમાં મેડલ જીતવાના ઇરાદા સાથે વર્ષ ૨૦૧૧માં ફરી એક સાથે રમવાનું શરૃ કર્યું હતુ. જો કે તેવખતે અમને ખાસ સફળતા મળી નહતી. તેણે નવેમ્બરમાં અચાનક જ બીજા ખેલાડી સાથે પાર્ટનરશીપ કરી લીધી હતી અને મને અંધારામાં રાખ્યો હતો.
હું એમ માનતો હતો કે તે મારી સાથે જ જોડી બનાવીને રમવાનો છે ને, પણ ત્યાર બાદ મને તેના આયોજનની ખબર પડી અને મેં પણ સમયસર મારો પાર્ટનર શોધી લીધો. તેણે કરેલા આ વિશ્વાસઘાત બાદ મેં મક્કમ નિર્ણય લીધો હતો કે હવે આની સાથે તો ફરી ક્યારેય નહીં રમું. તેની સાથે ટેનિસ રમવાની વાત તો દૂર રહી, હું તેની સામે પણ જોવા માંગતો નથી. ભુપતિએ એવી પણ દલીલ કરી હતી કે, ઊંમરને કારણે અમારી રમત પર અસર થઇ છે અને અગાઉ ચાર વખત અમે ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે અમે યુવા હતા ત્યારે પણ અમે અમારા મતભેદોને દૂર કરીને મેડલ જીતી શક્યા નહતા તો હવે કેવી રીતે જીતી શકીશું તેટલી સીધી સાદી વાત એઆઇટીએ સમજી શકતું નથી. જો હું આ વખતે ઓલિમ્પિકમાં રમવા ઉતરીશ તો મારો એકમાત્ર ધ્યેય ઓલિમ્પિક મેડલ જીતવાનો રહેશે. પેસ સાથે મારૃ લક્ષ્ય હાંસલ થઇ શકશે તેમ મને લાગતુ નથી. જો બોપન્ના મારી સાથે હશે તો હું કદાચ સફળતા મેળવી શકીશ.
કારકિર્દીની સૌથી ખરાબ પળ તરીકે ભુપતિએ ૨૦૦૪ના એથેંસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચને ગણાવી હતી. તેણે કહ્યું કે, ટેનિસ કોર્ટ પર તે મારો સૌથી ખરાબ દિવસ હતો અને તેમાંથી બહાર આવતા મને લાંબો સમય લાગ્યો હતો. આજે પણ જ્યારે તે મેચને યાદ કરૃ છું ત્યારે મારૃ મન હતાશ થઇ જાય છે. ભુપતિએ તેની અને પેસની જોડીને ઓલિમ્પિક માટે પસંદ કરવાના નિર્ણયને દેશના હિત વિરોધી ગણાવ્યો હતો.
દરમિયાનમાં ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન તો પોતાના નિર્ણય અંગે ફેરવિચાર કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. એસોસિએશને ભુપતિની જીતને બાલીશ ગણાવી હતી. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો ભુપતિ ગમે તેટલા દબાણ છતાં તૈયાર નહી થાય તો પેસની સાથે બોપન્નાને ઉતારવામાં આવશે. જો કે બોપન્ના પણ શરૃઆતથી ભુપતિની સાથે છે અને તે પણ પેસ સાથે જોડી બનાવીને રમવા માટે તૈયાર નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved