Last Update : 17-June-2012,Sunday

 

તમાકુના વ્યસનીઓ વિશે ચોંકાવનારું સર્વેક્ષણ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

દેશમાં બિન-સંક્રામક રોગોમાંના અડધોઅડધ તમાકુને આભારી ઃ ૪૦ ટકા મૃત્યુ માટે તમાકુ જવાબદાર
મુંબઈ,તા.૧૬
મહારાષ્ટ્રિયનો તમાકુની આડઅસરો અને તેનાં જીવલેણ લક્ષણોથી સારી પેઠે વાકેફ છે. ૮૫ ટકાથી વધુ લોકોને ખબર છે કે ધૂમ્રપાનથી કેન્સર થાય છે. છતાં ચોંકાવનારી હકીકત એ છે કે દેશભરમાં તમાકુના વ્યસનીઓ રાજ્યમાં સૌથી વધુ છે અને દર ત્રણ પુખ્ત વ્યક્તિ પૈકી એક જણ આ આદતનો ગુલામ છે.
ગુટખાની ચિંતાજનક લોકપ્રિયતા પર પ્રકાશ પાડવા માટે બેએક વરસ પહેલાં કરાયેલા 'ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે'નાં પ્રસ્તુત તારણો શુક્રવારે પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલે બરા પાડયાં છે. તેમાં સર્વેક્ષણ કરાયેલા પૈકીના ૨૮ ટકાથી વધુ લોકો ગુટખાના વ્યસની હોવાનું જાણવા મળ્યું હતું.
આ સર્વે પાછળનો આશય મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધની માગણી કરવનો હતો. આવો કાયદો જરૃરી છે, કેમકે ભારતમાં થતા તમામ બિન-સંક્રામક રોગોમાંના અડધોઅડધ રોગો માટે તમાકુનું વ્યસન જવાબદાર છે. ૪૦ ટકા મૃત્યુ આ વ્યસનને કારણે થાય છે, એમ ટાટા હોસ્પિટલના ડિરેક્ટર ડો.રાજન બડવેએ કહ્યું હતું.
નિષ્ણાતો અને ચળવળકારો ઈચ્છે છે કે રાજ્ય સરકાર ૨૦૦૬ના 'ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ' કાયદાનો ઉપયોગ કરીને ગુટખા પર બાન મૂકે. આ કાયદો ૨૦૧૧ની ૫મી ઓગસ્ટથી અમલી બનાવવાની જાહેરાત કરાઈ હતી.
આ સર્વેમાં સામેલ સંસ્થા 'હીલિસ સેક્સરિયા ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ'ના ડો. પી.સી. ગુપ્તા કહે ચે કે તમાકુ ખાવાની શરૃઆત કરનારાઓની સરેરાશ વય ઘટી રહી છે. એ હકીકત ચિંતાપ્રેરક છે. તમાકુના વ્યસનીઓમાં ૬૪.૬ ટકા લોકો સવારે ઊઠયા પછી અડધો કલાકમાં જ તમાકુ આરોગે છે.
ટાટા હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટર પંકજ ચતુર્વેદીના જણાવ્યા મુજબ પ્રસ્તુત સર્વેક્ષણ પ્રમાણે ૧૫ વરસથી ઉપરની વયના લગભગ બે કરોડ મહારાષ્ટ્રિયનો ધુમાડારહિત તમાકુના વ્યસની છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના માપદંડ મુજબ તમાકુના વ્યસનીઓમાંની દર બીજી વ્યક્તિ તમાકુન કારણે અકાળે મૃત્યુ પામે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ધૂમ્રપાન અને ધૂમ્રપાન વિનાનો તમાકુનો ઉપયોગ આર્થિક રીતે નુકસાનકારી છે, કેમ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્સરની સારવારમાં લાખો રૃપિયા ખરચવા પડે છે. સ્વાસ્થસંભાળનો આ ખર્ચ અબજો રૃપિયાની નુકસાની જેટલો છે.
યોગાનુયોગે રાજ્યના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ જો કે આ અહેવાલ બહાર પડયો ત્યારે હાજર નહોતા. પણ તેમણે એક પત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ પરિસ્થિતિ નાથવા માટે કડક પગલાં શરૃ કર્યાં છે. અમે સિગારેટો અને તમાકુનાં બીજાં ઉત્પાદનોના કાયદાની તમામ જોગવાઈઓ જાહેર કરી છે અને તેનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. ગુટખા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવની રજૂઆત સહિત અમે રાજ્યને તમાકુ-મુક્ત કરવાનું વિચારી રહ્યા છીએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved