Last Update : 17-June-2012,Sunday

 

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

ફૂડ સેફ્ટી કમિશનર પાસે પ્રતિબંધ મૂકવાની સત્તા છે જ

મુંબઈ,તા.૧૬
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એન.સી.પી. નેતાએ જાહેરાત કર્યા બાદ હવે રાજ્યભરમાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવા માટે રાજ્ય સરકારે કમર કસી લીધી છે. મોઢાના કેન્સરનું મુખ્ય કારણ આવા તમાકુના ઉત્પાદનો હોવાનું બહાર આવ્યા બાદ આ નિર્ણયનો અમલ વધુ આવકાર્ય મનાય છે.
જાહેર આરોગ્ય ખાતાના એક સીનિયર અધિકારીના જણાવ્યા મુજબ સરકાર ટૂંક સમયમાં આ ઉત્પાદનો પર પ્રતિબંધ માટે ફુડ સેફ્ટ એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ (૨૦૦૬)ની નવી જોગવાઈનો અમલ કરાવશે. આ કાયદા હેઠળ ફુડ સેફ્ટી કમિશનરને ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવાની બધી સત્તા છે. પરંતુ આ મહત્ત્વનો રાજકીય નિર્ણય હોવાથી એ બાબતે મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું પણ ધ્યાન ખેંચાશે. અમને વિશ્વાસ છે કે અમે સત્વરે પ્રતિબંધનો અમલ કરી શકીશ, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
આ કાયદાની જોગવાઈ સમજાવતા અમલદારે કહ્યું હતું કે સેક્શન ૩૦ હેઠળ જાહેર આરોગ્યના હિત ખાતર ફુટ સેફટી કમિશનરને કોઈ પણ ઉત્પાદન કે ખાદ્ય પદાર્થના સંપૂર્ણ રાજ્યમાં કે કેટલાંક ભાગમાં ઉત્પાદન, સંગ્રહ, વિતરણ કે વેચાણ પર એક વર્ષ સુધી પ્રતિબંધ મૂકવાની સત્તા છે. જો કે આ કાયદાના નિયમ ૨.૩.૪ મુજબ કોઈ ખાદ્ય પદાર્થમાં તમાકુ કે નિકોટીનો ઉપયોગ ન થઈ શકે. આનો સ્પષ્ટ અર્થ એ થાય કે તમાક ુઉત્પાદન પર પ્રતિબંધ મૂકી શકાય.
તમાકુ વિરોધી લોબીએ નોંધાવેલા વિરોધ અને અજિત પવારના વચન બાદ ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મૂકાઈ છે.
આ નિર્ણયને લીધે રાજ્યને ગુટકા અને પાન મસાલા પરથી મળતી રૃા.૧૦૦ કરોડની વેચાણ વેરાની આવક ગુમાવવી પડશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved