Last Update : 17-June-2012,Sunday

 

હૈદરાબાદથી શિર્ડી જતી
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાત્રે દોઢ વાગ્યે બનેલા બનાવમાં ૨૭નાં ઘટનાસ્થળે જ મોત ઃ પૂલની આજુબાજુ રેલિંગ ન હતી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૧૬
હૈદરાબાદથી શિર્ડી દર્શન કરવા આવી રહેલા શ્રદ્ધાળુઓની લકઝરી બસ ગઇકાલે મોડી રાત્રે ઉસ્માનાબાદ નજીક એક પૂલ પરથી નીચે ખાબકતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૯ જણનાં ઘટનાસ્થળે મળીને કુલ ૩૨ના મોત નિપજ્યા હતા. આને પગલે ઘટનાસ્થળે ધસી ગયેલા ગ્રામવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. અગાઉ ૨૮મે નાં રોજ મુંબઇ પુણે એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૭ જાનૈયાનાં મોત નિપજ્યા હતા. પૂલની બન્ને બાજુ રેલિંગ ન હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
મુંબઇ હૈદરાબાદ નેશનલ હાઇવે પર ઉસ્માનાબાદ સ્થિત જળકોટ ગામ નજીક રાત્રે દોઢથી પોણા બે વાગ્યે આ કમનસીબ બનાવ બન્યો હતો.
હૈદરાબાદથી એ ૯ ડી ૨૪૫ નંબરની લકઝરી બસમાં આંધ્રપ્રદેશનાં અંદાજે ૪૭ જણ શિર્ડીનાં દર્શન કરવા જઇ રહ્યા હતા. રાત્રે દોઢથી પોણા બે વાગ્યા દરમિયાન બસ નળદુર્ગ પોલીસ સ્ટેશનથી ૧૦ કિલોમીટર દૂર જળકોટ ગામ નજીકથી પ્રસાર થઇ રહી હતી તે સમયે પ્રવાસીઓ મીઠી નિંદર માણી રહ્યા હતા.
દરમિયાન જળકોટ અને નંદુરગામ વચ્ચેનાં મોરે બ્રીજ પરથી પસાર થતી વખતે અચાનક બસ નીચે ખાબકી હતી. જેને પગલે બસમાં પ્રવાસ કરી રહેલા ૨૭ જણનાં ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે પંદર જણ જખમી થયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા નવદુર્ગ પોલીસ આવી પહોંચી હતી. બાદમાં જખમીઓને જળકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તથા સોલાપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતકો અને જખમીઓ આંધ્રપ્રદેશનાં રહેવાશી તથા મધ્યવર્ગનાં પરિવારનાં હોવાનું નળદુર્ગ પોલીસ સ્ટેશનનાં સિનીયર પી.આઇ. શૅરકરે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.
મૃતકોમાં ૧૩ મહિલા તથા બાળકો અને પુરૃષોનો સમાવેશ થાય છે. જોકે હજીસુધી કેટલાકની ઓળખ થઇ શકી નથી. જે મૃતકોની ઓળખ થઇ છે તેમનાં મૃતદેહ તેમના સંબંધીઓને સોંપી દેવામાં આવ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું.
નવદુર્ગ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને બનાવ સંદર્ભે ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved