Last Update : 17-June-2012,Sunday

 
લેટિન અમેરિકનો ભારતીયોનો આવકાર
ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

આ જાહેર માફી નથી, નાગરિકતા માટેનો માર્ગ પણ નથી વચગાળાની વ્યવસ્થા છે

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૧૬
ચૂંટણી વર્ષ દરમિયાન નીતિવિષયક ફેરફારો જાહેર કરતાં પ્રમુખ બારાક ઓબામાએ કહ્યું હતું કે, અમેરિકા યુવાન અને બુદ્ધિશાળી તેવા ગેરકાયદે વસી ગયેલાઓને પણ સ્વદેશ પાછા મોકલવાની કાર્યવાહી બંધ કરશે તેમજ તેઓને વર્ક પરમિટ પણ આપશે. આ અમેરિકનો તેવા છે કે જેઓ તદ્દન નાનાં બાળક તરીકે અમેરિકામાં આવીને વસ્યા છે, તેઓ રાષ્ટ્રીય કે જાહેર સલામતી માટે જરા પણ ખતરારૃપ નથી.
બારાક ઓબામાએ ગઈકાલે વ્હાઈટ હાઉસનાં રોઝ ગાર્ડનમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં આ પ્રમાણે જણાવ્યું હતું. પ્રમુખની આ જાહેરાતને લેટિન અમેરિકાના દેશોમાંથી અમેરિકામાં આવીને વસેલા તથા ભારત સહિતના કેટલાયે એશિયાઈ દેશોમાંથી પણ જેમનાં માતા-પિતા અમેરિકામાં આવીને વસ્યા હોય તેવા બાળકો માટે ઓબામાની આ જાહેરાત ઘણી રાહતરૃપ છે. પરંતુ આ સામે રિપબ્લિક્સે સખત વિરોધ દર્શાવતાં કહ્યું હતું કે આ તો 'જાહેર માફી' (એમ્નેસ્ટી) સમાન જાહેરાત છે. અમેરિકાના રૃઢીવાદીઓમાં પણ આથી ઋણાત્મક પ્રત્યાઘાતો શરૃ થઈ ગયા છે. તેઓ માને છે કે આ રીતે તેઓ કોંગ્રેસ (સંસદ)ની સત્તા ઉખેળી રહ્યા છે.
પ્રમુખે તેમના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે આ આદેશનો હોમલેન્ડ સિક્યુરિટી તુર્ત જ પગલાં લેશે. આથી યુવાન અને બુદ્ધિશાળી (ગેરકાયદે) વસાહતીઓ ઉપરથી તેમને સ્વદેશ પાછા ધકેલી દેવામાં આવશે તેવી ભીતિ પણ દૂર થઈ જશે. તેઓ વર્ક ઓથોરાઈઝેશન માટે પણ હવે અરજી કરી શકશે.
આ સાથે તેઓએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે પણ સ્પષ્ટ છે કે આ કંઈ 'એમ્નેસ્ટી' નથી 'ઈમ્યુનિટી' પણ નથી, (જવાબદારીમાંથી મુક્તિ પણ નથી). આ નાગરિકત્વ માટેનો કોઈ માર્ગ પણ નથી. તેમજ કાયમી વ્યવસ્થા પણ નથી. આ તો વચગાળાની, ટુંકા સમયનું પગલું માત્ર છે. આપણે આપણાં સાધનો ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સાથે બુદ્ધિશાળી યુવાનો જેવો અમેરિકાના ધ્વજને માન આપે છે તેઓ માટે આવું પગલું ભરવું તે સાચો માર્ગ છે.
ઓબામાએ આ વહીવટી હુકમ જ જાહેર કરી દીધો છે. જે અમેરિકી કોંગ્રેસે પસાર કરેલો હોઈ ઠરાવ નથી. આમ છતાં આ વહીવટી હુકમનું પણ મહત્વ છે. આથી હવે ગેરકાયદે પણ અમેરિકામાં વસેલાઓ ડ્રાઈવિંગ લાઈસન્સ, કોલેજ સ્કોલરશીપ તથા નોકરી માટે પણ વિધિવત્ અરજી કરી શકશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved