Last Update : 17-June-2012,Sunday

 

કોંગ્રેસથી છૂટા પડવાની મમતાની તૈયારી
પ્રણવદા માટે દીદી માની જશે ઃ કાંેગ્રેસને આશા

કલામને ટેકો આપવા મમતા મકક્મ ઃ પ્રણવને આસાનીથી જીતવા નહીં દઉં, ઉમેદવારી કરીશ ઃ રામ જેઠમલાણી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૬
રાષ્ટ્રપતિપદ માટે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અંગે મમતા બેનર્જી ઝુંબેશ ચલાવી રહ્યા હોવા છતાં હજી પણ કોંગ્રેસે તે આશા ગુમાવી નથી કે છેવટે તો, બેનર્જી પ્રણવ મુખરજીની ઉમેદવારીને જ ટેકો આપશે, જ્યારે આજે મુંબઈમાં એસોચેમના એક સમારોહમાં બોલતા પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, તેઓને મમતાનો ટેકો પણ (રાષ્ટ્રના સર્વોચ્ચ પદની ચૂંટણીમાં) મેળવવામાં કોઈ વાંધો નથી.
એસોચેમની બેઠકને કરેલા સંબોધન પછી પત્રકારો સાથેની વાતચીતમાં મુખર્જીએ કહ્યું હતું કે,'ગઈકાલે મેં જણાવ્યું હતું કે, આ મુદ્દે સંબંધ ધરાવનારા કોઈનો પણ ટેકો લેવામાં મને વાધો નથી.''
જ્યારે ભાજપના સભ્યપદે રહેલા વરિષ્ઠ વકીલ રામજેઠમલાણીએ કહ્યું હતું ેકે, 'પ્રણવ રાષ્ટ્રપતિપદ માટેની યોગ્ય વ્યક્તિ નથી. ભાજપ મને ટેકો આપવાનો નિર્ણય કરશે તો હું ઉભો રહેવા તૈયાર છું પરંતુ હું પ્રણવને સહેલાઈથી તો રાષ્ટ્રપતિ બનવા જ નહીં દઉં.' કોંગ્રેસના આટઆટલા પ્રયત્નો છતાં પ્રણવના આશાવાદ વચ્ચે મમતાએ તેમની ફેસબુક ઉપર ફરીથી એપીજે અબ્દુલ કલામને જ ફરીથી રાષ્ટ્રપતિ પદ માટેની તેમની પસંદગી જાહેર કરી હતી. આ સાથે તેમણે તેમ પણ જણાવ્યું હતું કે, તેઓને આ વિષે વધુ જે કૈં કહેવાનું છે તે તેઓ ફેસબુક ઉપર અપડેટ કરતા રહેશે.
કોંગ્રેસના પ્રણવ મુખરજીનું નામ યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી મુલાયમસિંહ અને માયાવતીએ પણ તે દરખાસ્તને ટેકો આપ્યા પછી લગભગ અટુલા પડી ગયેલા મમતા બેનરજીએ આજે કોલકાતામાં રાજ્ય સચિવાલય રાઇટર્સ બિલ્ડીંગ ઉપર જતા પત્રકારોને સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, 'મેં મારું મંતવ્ય ફેસબુક ઉપર જણાવી જ દીધું છે અને હવે પછી પણ મારે જે કૈં કહેવાનું છ તે ફેસબુક ઉપર જણાવીશ.'
આમ એક તરફ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો ચક્રવ્યૂહ જામતો જાય છે. તે સંયોગોમાં કોલકાતાથી મળતા અહેવાલો જણાવે છે કે, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યના એક પ્રધાન ફર્હાદ હકીમે આજે હુંકાર સાથે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસના પ્રધાનોએ સરકાર છોડી દેવી હોય તો તેઓ સરકાર છોડી દઈ શકે છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્યે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મમતાએ લીધેલા મમતીલા વલણને લીધે પશ્ચિમ બંગાળની સરકારમાંથી કોંગ્રેસના પ્રધાનો છૂટા થશે તેવી ધમકીના પગલે રહીમે આ મંતવ્ય જાહેર કર્યું હતું.
દિલ્હીથી મળતા અહેવાલો પ્રમાણે એનસીપીના નેતા અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી. એ. સંગ્મા પણ આ હોડમાં ઝુકાવવા આતુર બન્યાછે પરંતુ તેમના પક્ષે તેઓને તે આગ્રહ પડતો મૂકવા અનુરોધ કર્યો છે. એનસીપીએ તેવી પણ સ્પષ્ટતા કરી છે કે પ્રણવ મુખર્જીને પક્ષે આપેલો ટેકો પૂર્ણતઃ બિનશરતી છે. સંગ્માને પક્ષનો કોઈ ટેકો નથી અમો ઇચ્છીએ છીએ કે તેઓ તે આગ્રહ પડતો મૂકે આમ છતાં જો તેઓને પાર્ટીલાઇન તોડવી જ હોય તો મારે કશું કહેવાનું નથી તેમ એનસીપીના નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું. જ્યારે બીજેડી હજી પણ સંગ્માની ઉમેદવારીને ટેકો આપે છે. બીજેડીના નેતા અરજુન સેટીએ બે કલાકની બેઠક બાદ નવીન પટનાયકના નિવાસસ્થાને પત્રકારોને કહ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved