Last Update : 17-June-2012,Sunday

 

નાણા મંત્રી પ્રણવ મુખરજીના સંકેત
આર્થિક સ્થિતિ કથળતા વ્યાજ દરમાં આવનારો ઘટાડો

સરકાર નિષ્ક્રીય નહીં હોવાનો પણ ઉદ્યોગ જગતને સ્પષ્ટ ઈશારો

(પી.ટી.આઈ.) મુંબઈ, તા. ૧૬
સોમવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજદરમાં ઘટાડો કરશે એવી નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ અપેક્ષા વ્યક્ત કરી હતી. દેશના અર્થતંત્ર સામે રહેલા પડકારોને પહોંચી વળવા રિઝર્વ બેન્ક નાણાં નીતિને સમતુલિત કરશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સરકાર મૂક પ્રેક્ષક બનીને બેઠી નથી રહી એવો પણ તેમણે ઉદ્યોગ જગતને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
રિઝર્વ બેન્ક એક સૌથી સન્માનિત નાણાં સત્તા છે, મને વિશ્વાસ છે કે જેમ અમે રાજકોષિય નીતિ વ્યવહારુ બનાવીએ છીએ એમ આરબીઆઈ પણ નાણાં નીતિને વ્યવહારુ બનાવશે, એમ નાણાં પ્રધાને નાણાંકીય ક્ષેત્ર પર એસોચેમની પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યુપીએના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ પોતાના પ્રથમ જાહેર સંબોધનમાં નાણાં પ્રધાને મંદ વિકાસ, ઊંચી રાજકોષિય તથા કરન્ટ એકાઉન્ટ ખાધ, ફુગાવો અને નકારાત્મક માનસ દેશ સામે મુખ્ય પડકારો છે. મુશકેલ સમયમાં દેશની નાણાં સ્થિતિ મજબૂત રહી શકે માટે ભારત સરકાર રાજકોષિય પગલાંઓ લઈ રહી છે એમ તેમણે ઉદ્યોગ જગતને જણાવ્યું હતું અને રિઝર્વ બેન્ક નાણાંકીય પગલાં લેશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
યુરોઝોનની કટોકટી અંગે બોલતા તેમણે કહ્યું હતું કે, ગ્રીસ યુરોપયિન યુનિયનનો ભાગ રહેશે કે કેમ તે અંગેની ચિંતા અન્યોની જેમ ભારત પણ કરી રહ્યું છે. યુરોપ કટોકટી ભારતના રૃપિયા પર અસર કરે છે. છેલ્લા એક વર્ષમાં ડોલર સામે રૃપિયો ૨૦ ટકા ઘટયો છે. રાજકોષિય ખાધ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે, અમે પગલાં લઈ રહ્યા છીએ અને હાથ દઈને બેઠા નથી રહ્યા, રૃપિયો નબળો પડશે તો ભારતીય અર્થતંત્રને કોઈ ઉગારી નહીં શકે.
વૈશ્વિક રેટિંગ એજન્સી એસ એન્ડ પીએ વ્યક્ત કરેલી ચિંતા અંગે બોલતાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, નાણાં પ્રધાન તરીકે હું ભારતીય ઉદ્યોગ તથા રેટિંગ એજન્સીના ભયને અવગણી ન શકું. પેટ્રોલિયમની વધી રહેલી સબસિડી કેન્દ્ર સામે મોટો પડકાર છે એમ જણાવી તેમણે રાજ્યોને વેરા ઘટાડવા અનુરોધ કર્યો હતો. ૨૦૧૧-૧૨માં રાજ્યોની નાણાં સ્થિતિ સંતોષકારક રહી હતી. નીતિવિષયક નિર્ણયોમાં ઢીલ બદલ અઝિમ પ્રેમજી તથા એન. આર. નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગ જગતના આગેવાનોએ સરકારની ટીકા કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved