Last Update : 17-June-2012,Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૭-૦૬-૨૦૧૨, રવિવાર
જેઠ વદ તેરસ
માસિક શિવરાત્રી

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મ રાશિ ઃ- આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- કૃતિકા સાંજના ૭ ક. ૦૫ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મિથુન, મંગળ- સંિહ, બુધ- મિથુન, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- વૃષભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.જે/૨૭
માસ-તિથિ-વાર ઃ- જેઠ વદ તેરસ ને રવિવાર.
- માસિક શિવરાત્રી. - વિષ્ટી ૧૬-૧૫ થી ૨૯-૨૭ સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બહેમન માસનો ૪ રોજ શહેરેવર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપના સગા-સંબંધી- મિત્રવર્ગના કારણે, નોકરી-ધંધાના કામકાજના લીધે વ્યસ્તતાવાળો રહે. સીઝનલ ધંધો થઇ શકે.

 

વૃષભ ઃ આપને માનસિક- શારિરીક શ્રમ- થાક- વિચારો ઘેર હોવ ત્યારે પણ લાગ્યા કરે અને બહાર ગયેલા હોવ ત્યારે પણ જણાય.

 

મિથુન ઃ અન્યના કારણે ખર્ચ-ચંિતા રહે. તમારા કામમાં રૂકાવટ જણાય, વિલંબ થાય. નોકરી-ધંધાના વિચારોમાં કંઇ ગમે નહીં.

 

કર્ક ઃ પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. સાસરીપક્ષના, વેવાઇપક્ષના સંબંધ- વ્યવહારમાં ચંિતા- મુંઝવણ- દ્વિધા- વિચારોમાં અટવાયેલા રહો.

 

સંિહ ઃ વડીલવર્ગ સાથેની ચર્ચા- વિચારણામાં, નોકરી-ધંધાના કાર્યક્ષેત્રના- મિત્રવર્ગના સંબંધમાં વાતચીત કરવામાં સાવધાની રાખવી.

 

કન્યા ઃ રવિવારનો દિવસ હળવાશ- રાહતવાળો રહે. ધંધાનું કામ થાય. સીઝનલ ધંધો- આવક થાય. પુત્રપૌત્રાદિકનું કામ થાય.

 

તુલા ઃ પેટ, કમર, હાથ-પગમાં દર્દપીડાના કારણે, સગા સંબંધી- મિત્રવર્ગના આગમનના કારણે, તેમની પરેશાની, તકલીફના કારણે શાંતિ જણાય નહીં.

 

વૃશ્ચિક ઃ પત્ની- મિત્રવર્ગના કામ અંગે બહાર જવાનું થાય, ઘ્યાન આપવું પડે. જાહેર સંસ્થાકીય કે નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે.

 

ધન ઃ મસલ્સમાં, હાડકામાં દર્દપીડાથી સ્ફૂર્તિ-તાજગી જણાય નહીં. લપસી પડવાથી, વાહન સ્લીપ થવાથી, ટક્કરથી સંભાળવું પડે.

 

મકર ઃ સાંસારીક- કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા- મુંઝવણ ઓછી થાય. નોકરી-ધંધાના કે વ્યવહારિક, સમાજીક સંબંધમાં બહાર જવું પડે, ખર્ચ થાય.

 

કુંભ ઃ સગા સંબંધી- મિત્રવર્ગના સંબંધ- વ્યવહારમાં વ્યસ્ત રહેવું પડે. બહાર જવાનું થાય. ક્ષણિક હળવાશ- રાહત- આનંદ બહારના વાતાવરણમાં જણાય.

 

મીન ઃ ભાઇભાંડુ, નોકરચાકરવર્ગ, પરદેશમાં કે બહારગામ રહેતા સગા સંબંધીના કારણે આપને માનસિક પરિતાપ- ચંિતા- મુંઝવણ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૭-૦૬-૨૦૧૨, રવિવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ મકાન- વાહન- મીલ્કતના પ્રશ્નમાં મહત્વનું રહે. પરંતુ સાંસારીક પ્રશ્નમાં ચંિતા- વિવાદ- બિમારીના કારણે શાંતિ- રાહત જણાય નહીં.

 

વિશેષમાં-

 

* અવિવાહીતને વિવાહ-લગ્નના સંજોગો ઊભા થાય પરંતુ કોઇ ને કોઇ કારણસર વિલંબ થાય, રૂકાવટ આવ્યા કરે. વર્ષના ઉત્તરાર્ધ કાર્યસફળતા- પ્રગતિ જણાય.

 

* પુત્રપૌત્રાદિકના પ્રશ્ને નેવું દિવસ ચંિતા-ખર્ચ- તકલીફ ના રહે પરંતુ ત્યાર પછી સંતાનની ચંિતા હળવી થાય. તેના કામમાં પ્રગતિ થઇ શકે.

 

* નોકરીમાં- ધંધામાં જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ ચંિતા- બંધનમુક્તિથી હળવાશ, રાહત, આનંદ અનુભવો. જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઇ હોય તેમને આવકની શરૂઆત થાય.

 

* સ્ત્રીવર્ગને પતિ- સંતાન- પરિવારના પ્રશ્ને વર્ષના મઘ્યભાગ સુધીનો સમય ચંિતાનો રહે પરંતુ પછી આનંદ ઉત્સાહ થાય તેવું કામ થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ થતી જાય, આત્મવિશ્વાસ વધે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ કોલેજમાં સાથે ભણતી લીલીને પૂછ્‌યું, ‘તું શું પહેલી નજરના પ્રેમમાં માને છે ?’
‘એ બાબતમાં,’ લીલી બોલી, ‘મેં હજી કશું વિચાર્યું નથી.’
‘તો તારું કહેવું છે કે, લલ્લુ બોલ્યો, ‘મારે કાલે ફરી આવીને તને મળવું ?’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved