Last Update : 16-June-2012,Saturday

 

રાષ્ટ્રપતિનું ‘કામ’ શું છે, યાર ?

 
આખા દેશમાં ચર્ચા ચાલી છે કે નવા રાષ્ટ્રપતિ કોને બનાવવા જોઈએ ? મનમોહનસંિહ, અબ્દુલ કલામ, પ્રણવ મુખરજી કે સોમનાથ ચેટરજી ?
પણ અમે એમ કહીએ છીએ કે યાર, આપણને રાષ્ટ્રપતિ જોઈએ છે શેના માટે ?
ચલો, એક લિસ્ટ બનાવીએ એટલે ખબર પડે...
* * *
(૧) સૌથી પહેલાં તો ૨૬મી જાન્યુઆરીની પરેડમાં સલામી ઝીલવા માટે બે-ત્રણ કલાક માટે રાષ્ટ્રપતિ જોઈશે...
(૨) ૧૫મી ઓગસ્ટની આગલી રાત્રે એટલે કે ૧૪મીએ રાષ્ટ્રપતિ ભવન આગળ કંઇ ‘બિટીંગ રીટ્રીટ’નાં બેન્ડવાજાં વગાડે છે તે સાંભળવાનું બે-ત્રણ કલાકનું કામ છે...
(૩) લોકસભા અને રાજયસભાનું સત્ર શરૂ થાય ત્યારે વરસમાં બે વાર ૩૦-૩૫ મિનીટનાં બે છાપેલાં ભાષણ વાંચી જવાનું થોડું કામ હોય છે...
(૪) પાંચ વરસમાં એકાદ વાર નવું પ્રધાન મંડળ રચાય ત્યારે જરા લાંબુ કામ હોય છે ! લગભગ ૫૦-૬૦ મંત્રીઓને ઊભા ઊભા શપથ લેવડાવવાના હોય છે ! પણ ટોટલ ટાઇમ ? ૩ થી ૪ કલાક.
(૫) એમ તો પદ્મશ્રી, પદ્મભૂષણ એવા એવોર્ડ બી આપવાના હોય છે. શૂરવીર બાળકોને સર્ટીફીકેટો આપવાનાં... શ્રેષ્ઠ શિક્ષકોને ચંદ્રક આપવાના, જ્ઞાનપીઠવાળા સાહિત્યકારને શાલ ઓઢાડવાની, ફિલ્મના નેશનલ એવોર્ડ આપવાના... અને બધા જોડે ફોટા પડાવવાના.
ટોટલ ટાઇમ ઃ ૬૦ થી ૭૦ કલાક (આખા વરસમાં)
(૬) એ સિવાય...
એ સિવાય...
એ સિવાય શું કરવાનું ? યસ, ફાંસીના કેદીઓની દયાની અરજી પર ‘વિચાર’ કરવાનો !
પણ એમાં તો ‘અરજી વિચારણા હેઠળ છે’ એવા કાગળ પર સહી જ કરવાની હોય ને ? સમય ઃ માત્ર ૪૦ સેકન્ડ ! ઓકે ?
(૭) એ સિવાય... ?
હા, આઇઆઇટી જેવી સંસ્થાના પદવીદાન સમારંભમાં ભાષણ કરવા જવાનું ! સમય ઃ ૪૫ મિનીટ.
(૮) બીજી ભળતીસળતી સંસ્થાઓમાં ભાષણ, ઉદ્‌ઘાટન, ભાષણ, ઉદ્‌ઘાટન અને ભાષણ... આખા વરસમાં ૧૨ થી ૧૫ કલાકનો ટાઇમ જાય. પછી ?
(૯) અમને ખબર છે, તમે એમ વિચારી રહ્યા છો કે ખાલી ભાષણનો ટાઇમ ના ગણવાનો હોય. વિમાનમાં આવવા જવાનો ટાઇમ બી ગણવો પડે.. તો ચલો, એ પણ ગણો ઃ દરેક ફંકશનના ચાર-ચાર કલાકના હિસાબે વરસના ૮૦ કલાક. ઠીક છે ?
(૧૦) હજી વિચારો...
રાષ્ટ્રપતિએ આના સિવાય બીજું કરવાનું શું ? રાષ્ટ્રપતિભવનના ૧૭૫ ઓરડાની સફાઈનું ઘ્યાન રાખવાનું ? ૧૫ ચોરસ કિલોમીટર લાંબા-ચોડા બગીચામાં આંટા માર્યા કરવાના ? છ ઘોડાવાળી બગીમાં બેસીને ઘોડો ઘોડો રમવાનું ?
... યાદ આવ્યું !
દૂર દૂરના, ખૂંણે ખાંચરેના, નકશામાંય શોધવા ભારે પડે એવા દેશો સાથે ‘આંતરરાષ્ટ્રિય સંબંધો’ જાળવી રાખવા માટે વિદેશપ્રવાસો કરવાના !!!
- પ્રતિભા પાટિલે છેલ્લા પાંચ વરસમાં એ જ કર્યું છે ને ?
વેલડન પ્રતિભાજી !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved