Last Update : 16-June-2012,Saturday

 

મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ પોલીસ અધિકારી મૂકવાનો પ્રસ્તાવ
દિલ્હીની ગાદી પર તઘલખનું ભૂત ધૂણે છે

 

- તો શું આવતીકાલે સરકાર દલિત, ખ્રિસ્તી, બૌદ્ધ, ઓબીસી વિસ્તારો માટે આવો નિર્ણય લેશે? અને તો બંધારણીય આદર્શોનું શું?

 

મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ સરકાર એક તરફ અનિર્ણયાત્મકતાની હદ વટાવે છે તો બીજી તરફ આત્યંતિક અને અવિચારી નિર્ણયો લેવામાં સંદેહાત્મક ઉતાવળ પણ દાખવી જાણે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એવું ફરમાન જાહેર કર્યું છે કે દેશના મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં આઈપીએસ કક્ષાના ઓછામાં ઓછા એક મુસ્લિમ પોલીસ અધિકારીની નિમણૂંક કરવી આવશ્યક છે. સરકારનો આ નિર્ણય દેશના નાગરિકોની ભારતીય તરીકેની ઓળખ કરતાં વધુ એકવાર ધાર્મિક ઓળખને વધુ મહત્ત્વ પ્રદાન કરનાર નીવડશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ માટે પણ કાનૂનના રક્ષક તરીકેની ઓળખ કરતાં તેઓ હિન્દુ છે કે મુસ્લિમ એ પ્રશ્ન તેમની કારકિર્દી માટે વધુ અસરકારક બનવા લાગશે.

 

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન વખતે ૧૮૫૭ના આઝાદી માટેના સંગ્રામમાં પહેલી વખત હિન્દુ અને મુસ્લિમોએ ખભેખભા મિલાવીને બ્રિટિશરોનો સામનો કર્યો એ પછી હરકતમાં આવેલી બ્રિટિશ સરકારે ભારતમાં સરળતાથી રાજ કરવા માટે 'ડિવાઈડ એન્ડ રૃલ'ની નીતિ અખત્યાર કરી હતી. ૧૯૪૭માં દેશને બ્રિટિશ શાસનથી તો આઝાદી મળી ગઈ પરંતુ સાડા છ દાયકા પછી ય બ્રિટિશરોએ અપનાવેલી આ નીતિ ચાલતી રહી છે. સરકારોએ હંમેશા એવા જ નિર્ણયોને અનુમોદન આપ્યું છે જે હિન્દુ અને મુસ્લિમ, હિન્દુ અને શીખ, મુસ્લિમ અને ખ્રિસ્તી, સવર્ણ અને દલિત વચ્ચેની ફાંટ વધુને વધુ પહોળી કરે. અનામતમાં વધારાના સમયાંતરે લેવાતા નિર્ણયો ભલે પહેલી નજરે દલિતોને રાજી રાખવાનો કિમિયો જણાતા હોય પરંતુ છેવટે તેમાં પણ સવર્ણ અને દલિતો વચ્ચેની ખાઈ પહોળી કરીને છેવટે પોતાનો હેતુ સાધી લેવાની રાજકીય મુરાદ જ હોય છે. એ જ રીતે મુસ્લિમ વર્ચસ્ ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ પોલીસ અધિકારી મૂકવાના નિર્ણયથી પણ હિન્દુ અને મુસ્લિમ એકસંપ ન થઈ જાય અને તેમની વચ્ચેનું વૈમનસ્ય વધતું જાય તેની તકેદારી લેવાઈ હોવાનું વર્તાય છે. ભૂતકાળમાં નેવુના દાયકાના આરંભે શીખોની બહુમતિ ધરાવતા પંજાબમાં હિન્દુ વિસ્તારોમાં હિન્દુ પોલીસ અધિકારી મૂકવાનો આવો જ તઘલખી નિર્ણય લેવાયો હતો અને અમલના થોડાંક જ મહિનાઓમાં આ નિર્ણયથી તો હિન્દુઓ અને શીખો વચ્ચે તંગદીલી વધે છે એવી લાગણી વ્યાપક બનતાં એ નિર્ણય પાછો ખેંચાયો હતો.

 

કેન્દ્ર સરકાર જો આ જ તર્જ પર લાંબુ વિચારે તો આવતીકાલે દલિત વિસ્તારોમાં દલિત અધિકારીઓ અને ખ્રિસ્તિ વિસ્તારોમાં ખ્રિસ્તી અમલદારની માંગણી પર ઊભી થઈ શકે. અને જો આ જ તર્જ સાચી હોય તો શા માટે ફક્ત પોલીસ અધિકારી જ? તલાટી, શિક્ષક, મામલતદાર, વિકાસ અધિકારી, કલેક્ટર વગેરે પણ જે તે ધર્મ કે જાતિના વર્ચસ્વવાળા વિસ્તારમાં એ જ જાતિ કે ધર્મના કેમ નહિ? શું સરકાર એ કરી શકશે? એવા નિર્ણયો રાષ્ટ્રના હિતમાં ગણાશે? જો એ સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિકતાના બંધારણિય આદર્શોની વિરુદ્ધમાં હોય તો મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ અધિકારીનો નિર્ણય પણ એટલો જ ખોટો અને મેલી મુરાદથી પ્રેરાયેલો છે.

 

દુનિયાભરના વિકસિત દેશોમાં ધર્મ અને જાતિના આધાર પર તમામ ઓળખો નાબૂદ કરવાનો ધારો પ્રચલિત છે. સ્પેનમાં છેલ્લા ૨૦૦ વર્ષથી 'વિવા ઈસ્પાનિયા' નીતિ અંતર્ગત ઓરિજિનલ સ્પેનિયાર્ડ કૂળને સરકારી વ્યવસ્થાઓમાં પ્રાથમિકતા આપવાનો ધારો હતો. એકવીસમી સદીના આરંભે આ નીતિને જૂનવાણી તેમજ દેશના નાગરિકો વચ્ચે ભેદભાવ વધારનારી અને અપ્રાસંગિક ગણીને ત્યજી દેવામાં આવી. બ્રિટનમાં તો શાહી પરિવારને પણ હવે આમ બ્રિટિશ નાગરિકના દરજ્જે મૂકવાની દરખાસ્તો જોર પકડી રહી છે. જર્મની અને ફ્રાન્સ તો આ દિશામાં પાંચ દાયકાથી પહેલ કરી ચૂક્યા છે. આ દેશોમાં ધર્મ એ માત્ર વ્યક્તિગત શ્રદ્ધાની જ બાબત રહી છે, જેને સરકાર તરફથી કોઈ ફાયદો કે નુકસાન નથી હોતું. જ્યારે ભારતમાં હજુ પણ આપણે ધાર્મિક બાબતોને સરકારની નીતિ સાથે વધુને વધુ તિવ્રતાથી ચોંટતા જ જઈએ છીએ.

 

મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ પોલીસ અધિકારી મૂકવાના નિર્ણયથી એ વિસ્તારોમાં વસતા હિન્દુઓમાં કચવાટ ફેલાય અને એ કચવાટનો ચેપ અન્ય વિસ્તારોમાં પ્રસરે એટલે કોમી તોફાનોનો હુતાશન ભભૂકે. શું સરકાર આટલી વાત પણ સમજતી નથી? કે પછી સરકાર એ જ ઈચ્છે છે? આવા તઘલકી ફરમાનોથી પોલીસતંત્રનું મોરલ પણ નીચું જાય છે. આવા નિર્ણયોથી માત્ર ફરજપરસ્તીના ધર્મને વરેલા અધિકારીઓ પણ એકમેકના ખભા પર ધર્મની ઓળખ વાંચતાં થઈ જશે. સાંઠના દાયકામાં કેરલની ડાબેરી સરકારે મુસ્લિમ અને ખ્રિસ્તી કર્મચારીઓને બદલી અને બઢતી માટે અલગ નીતિ રચવાની જાહેરાત કરી હતી ત્યારે સર્વોચ્ચ અદાલત સુધી એ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો અને સર્વોચ્ચ અદાલતે આવા નિર્ણયને બંધારણના ભંગ સમાન ગણાવ્યા હતા.

 

કેન્દ્ર સરકારનો હાલનો નિર્ણય પણ જો અદાલત સુધી લઈ જવામાં આવે તો નિઃશંકપણે એવો જ ચૂકાદો પામી શકે. પરંતુ અદાલત બાવડું ન મરડે ત્યાં સુધી મનમાની કરી લેતી સરકારના આવા સહેતુક અટકચાળા સર્વથા નિંદનીય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 

 

 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved