Last Update : 16-June-2012,Saturday

 

બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો

- નવા જન્મેલા બાળકો માટે કેટલાંક પેરેન્ટ્‌સ શોપંિગ કરવા જાય ત્યારે જરૂર કરતા મોટી સાઇઝના કપડાં ખરીદવાનુ પસંદ કરે છે. જાડુ અને વજન ઘરાવતું કાપડને બદલે કોટનના કપડાં નાના બાળકો માટે યોગ્ય સાબિત થશે.

મોટાભાગના પેરેન્ટસ માટે બાળકોની શોપંિગ સરળ બનતી નથી. એના માટે પેરેન્ટ્‌સે ફ્રેન્ડલી બનવું પડે છે. કેટલીક વાર બાળકો માટે શોપંિગ કરવું એટલે માથાનો દુઃખાવો બની શકે છે. પોતાના નાના બાળકોને ક્યુટ કપડાં પહેરાવવા એ દરેક પેરેન્ટ્‌સ ઇચ્છે છે અને તેમના માટે આ ફેવરીટ એક્ટીવીટી હોય છે. પરંતુ નવા જન્મેલા બાળકના પેરેન્ટસ માટે કપડાં ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોતાના બાળક માટે શું ખરીદી કરવી એના વિષે જોઇએ એટલી ખબર હોતી નથી. ખાસ કરીને બાળકના પપ્પા પોતાના બાળક માટે કપડાં લાવવામાં ભૂલ કરી બેસે છે. પરંતુ કેટલીક ટિપ્સ દ્વારા પેરેન્ટસ માટે બચ્ચાપાર્ટીનું શોપંિગ પેરેન્ટ્‌સ ફ્રેન્ડલી બની શકે છે.
જલ્પા શાહ કહે છે કે, જ્યારે પણ હું મારા બાળકના શોપંિગ માટે જાઉ ત્યારે તેના કપડાંની સાઇઝનું માપ ચોક્કસ જાણી લઉ છું. વળી નાના બાળકો ઝડપથી વૃદ્ધી પામતા હોય છે. જેથી અત્યારે તેઓએ જે કપડા પહેર્યા હોય અને એ ટાઇટ પડતા હોય તો એનાથી એક બે સાઇઝ મોટી કપડાં લેવા જોઇએ. વળી કપડાં ખરીદતા વખતે એવા મટીરીયલની પસંદગી કરવી જોઇએ કે જેનાથી બાળકના ગ્રોથ પર અસર ના થાય. મોટાભાગના પેરેન્ટ્‌સ બાળક માટે કપડાં ખરીદવા જાય ત્યારે જરૂર કરતા મોટી સાઇઝના કપડાં ખરીદતા હોય છે. આવી રીતે કપડાંની ખરીદી કરીને શોપંિગના પૈસા બચાવશે પરંતુ બાળકની સાઇઝના જ કપડાં પહેરાવે તો વઘુ યોગ્ય રહેશે. બાળક કપડાંમાં કમ્ફર્ટ રહી શકે તે માટે એક સાઇઝ મોટી હોય તો ચાલી જશે. અને બાળક પણ કમ્ફર્ટ ફીલ કરી શકશે.
ચૈતાલી પુરોહિત કહે છે કે, બાળકોની ચામડી વઘુ નાજુક હોય છે. જેથી હુ મારા બાળકોને કોટનના કપડાં જ પહેરવવાનો આગ્રહ રાખું છું. બાળકોના કપડાં સિન્થેટીક કાપડમાંથી પણ બને છે. પરંતુ એ કાપડ વાતાવરણમાં રહેલા તાપને શોષતુ ના હોવું જોઇએ. કારણકે આ કાપડ તાપ શોશષે તો બાળકને ગરમી લાગી શકે છે. ઉપરાંત આપણી પોતાની સ્ટાઇલ સેન્સ પ્રમાણે નાના ભૂલકાંઓ માટે કપડાં ખરીદી શકાય છે. બાળકો માટે સ્ટાઇલીશ અને મોંધુ કલેક્શન કરવું હોય તો કેટલાંક બ્યુટીકમાંથી યોગ્ય અને સ્ટાઇલીશ કપડાં મળી રહે છે. એક વર્ષથી નાના બાળકોને મોટા ફ્રોક, શર્ટ પેન્ટ જેવા ભારે વજનના અને જાડા કપડાં પહેરાવવાના બદલે કોટનના પ્લેશૂટ, જમ્પશૂટ, ગંજી, સ્લેક્સ જેવા કમ્ફર્ટ અને લાઇટ વેઇટ હોય એવાં કપડાં પહેરાવવા યોગ્ય રહેશે. બાળકો ખૂબ જ નાના હોય ત્યારે તેમને મોટાની જેમ નહીં પણ બાળકની જેમ જ ડ્રેસીંગ કરાવવું યોગ્ય રહેશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved