Last Update : 16-June-2012,Saturday

 

એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’

- ગુજરાતમાં પ્રથમ વખત રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા શોર્ટ ટર્મ એન્ટી ટેરરીઝમ ડિપ્લોમાં કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયા કિનારાથી માંડીને રણ વિસ્તારને આવરીને આ કોર્સના વિષયો નક્કી કરવામાં આવ્યા છે.

આતંકવાદ એ વિશ્વ સામે સળગતો પ્રશ્ન છે. આતંકવાદીઓ મોર્ડન ટેકનિકનો યુઝ કરીને ટાર્ગેટ કરતાં હોય છે. ગુજરાતમાં પ્રથમ વખતે આતંકવાદ વિરોધી ઝુંબેશ અંગેનો બેઝીક કોર્સ રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના લોકરક્ષક દળ અને અન્ય ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરુદ્ધ લડતમાં કેવા કેવા પગલા લેવા જોઇએ અને આતંકવાદને કેવી રીતે નાથી શકાય તેવી તમામ બાબતનો કેન્દ્રમાં રાખીને આ સ્પેશિયલ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આતંકવાદ નાથવા વિશે આઘુનિક ટેકનિક દ્વારા એજ્યુકેશન આપવામાં આવશે. આ કોર્ષમાં પોલીસ એડમીનીસ્ટ્રેશન, ક્રિમીનોલોજી, ફોરેન્સીક સાયન્સ અને સાઇબર ક્રાઇમનું રિસર્ચબેઝ એજ્યુકેશન આપવામાં આવશે. એક વીકથી ત્રણ મહિના સુઘીનો એન્ટી ટેરરીઝમ ડિપ્લોમાં કોર્ષમાં સ્ટુડન્ટ્‌સ પણ જોડાઇ શકે છે.
આ અંગે રક્ષાશક્તિ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ધીરજ પારેખ કહે છે કે, ગુજરાતમાં ફર્સ્ટ ટાઇમ એન્ટી ટેરરીઝમ પર કોર્સની શરૂઆત કરવામાં આવી છે. જે ટેરરીઝમ વિષે મોર્ડન ટેકનિકનો ખ્યાલ આપશે. ઉપરાંત પોલીસને આ અંગે જાગ્રત કરીને માહિતી આપવામાં આવશે. ગુજરાતને મોટો કોસ્ટલ એરિયા(દરિયાકિનારો) અને વિશાળ ડેઝર્ટ(રણપ્રદેશ) મળ્યું છે. જ્યાંથી ટેરરીસ્ટ ગુજરાતમાં પ્રવેશીને શકે છે. આવી જગ્યાઓને ઓળખીને તેના વિશેે વિગતે અભ્યાસ કરીને ડિટેઇલવાઇઝ રિસર્ચ કરવામાં આવશે. ટેરરીસ્ટ આજે મોર્ડન ટેકનોલોજીનો યુઝ કરીને ઇમેલ, સેટેલાઇટ સ્ટેશન, ફોન વગેરેને હેક કરીને આતંકવાદી ઘટનાને અંજામ આપે છે. જેથી સાઇબર ક્રાઇમના પેપરને પણ આ અભ્યાસ દ્વારા શીખવવામાં આવશે. ફોરેન્સીક સાયન્સના પેપર દ્વારા બોમ્બ ડિફ્‌યુઝ કરવાનું, એવીડન્સ શોઘવાનું વગેરે જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે ટેરરીઝમ કઇ રીતે અટકાવી શકાય, લોકોમાં જાગ્રતતા કેળવવી અને કૂશળ મેનેજમેન્ટ અંગે પણ પ્રાઇવેટ સિક્યુરિટી પોલીસ અધિકારીને આ અંગે વિગતે શીખવવામાં આવશે જેથી ગુજરાત બહારના રાજ્યોમાં જો તેમનું પોસ્ટીંગ થાય તો સ્થાનિક નક્સલવાદ, આતંદવાદ અંગે પણ જાણી શકે... ઇન્ડિયામાં પંજાબ, ગુવાહાટી, હૈદરાબાદ, છતીસગઢ જેવી જગ્યાએ એન્ટી ટેટરીઝમ કોર્સ ચાલે છે. આ કોર્સ માટે પ્રોફેશનલ વ્યક્તિઓને બોલાવીને એજ્યુકેશન આપવામાં આવશે.
ઉપરાંત રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઓફ ક્રિમિનોલોજીનો કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં કોઇપણ વિદ્યાશાખાનો સ્નાતક સ્ટુડન્ટસ એડમિશન મેળવી શકે છે. આ કોર્સમાં ક્રિમિનોલોજી વિશે વિગતે અભ્યાસ, ફોરેન્સીક સાયન્સ અને ફોરેન્સિક મેડિસિન, ક્રાઇમ થિયરી, ક્રિમિનલ લો, સાયકોલોજી ઓફ ક્રાઇમ, ક્રાઇમ પ્રિવેન્શન અને મેનેજમેન્ટ, વિક્ટીમોલોજી એન્ડ હ્યુમન રાઇટ ઇન ક્રિમિનોલોજી, કોર્પોરેટ સિક્યુરિટી સ્ટ્રેટજી, સિવિલ સોસાયટી એન્ડ ક્રિમિનલ જસ્ટીટસ પ્રોસેસ, એનજીઓ મેનેજમેન્ટ,સોશિયલ લેઝિસલેશન જેવા વિષયોને આવરી લેવામાં આવ્યાં છે. આજના સમયમાં અપરાધીઓ વઘુને વઘુ ચાલાક બનતા જાય છે. આથી તેમને વઘુ અપરાધ કરતા રોકવા અને પકડવા માટે એના કરતા વઘુ ચાલાક અને હોશિયાર લોકોની ખાસ જરૂર છે. આવા લોકોને તૈયાર કરવા માટે તેમની પાસે અપરાધના પ્રકાર, અપરાધનું મનોવિજ્ઞાન, અપરાધને લગતા નિયમો અને કાયદાઓ, તેમજ અપરાધને રોકવાની પદ્ધતિઓનું જ્ઞાન હોવું અતિઆવશ્યક છે. જેમાં અપરાધને વ્યક્તિગત તેમજ સામાજીક સ્તર પર રાખીને તેના પર અભ્યાસ અને સંશોધન કરવામાં આવે છે. તેમાં પુરાવાઓના પૃથ્થકરણ દ્વારા અપરાધ વિષે વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં પુરાવાઓની ચકાસણી અપરાધના વારસાગત અને મનોવૈજ્ઞાનિક કારણોની ચકાસણી, અપરાધની અસરકારક તપાસ અને સાબિતી, સજા માટેના અસરકારક ઉપાયો, પુનઃસ્થાપન અને સુધારાઓનો સમાવેશ પણ કરવામાં આવે છે.

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved