Last Update : 16-June-2012,Saturday

 

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’

 

- યંગ ગર્લ્સમાં ચોકલેટી હીરો તરીકે છાપ જમાવનાર બોલીવુડ સ્ટાર શાહીદ કપૂર અને પ્રિયંકા ચોપરા આજે અમદાવાદમાં આવેલા રિલાયન્સ ડિજીટલની મુલાકાત લીઘી હતી. શાહિદની ઝલક માટે છોકરીઓએ કરી પડાપડી.

બોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા અને શાહીદ કપૂર અમદાવાદના મહેમાન બન્યા હતા. ત્યારે તેમને જોવા માટે શહેરના યુવાહૈયાઓ હિલોળે ચઢ્‌યા હતા. તેઓની ઝલક મેળવવા માટે અને મોબાઇલમાં ફોટો પાડવા તથા તેઓની સાઇન મેળવવા માટે યંગસ્ટર્સે ઘક્કામુક્કી કરી હતી. તેઓની એક ઝલક મેળવવા માટે તેઓએ પહેલેથી જગ્યા મેળવી લીઘી હતી. યંગસ્ટર્સે ચિચિયારીઓ પાડીને તેઓને વોર્મ વેલકમ કરતા શાહીદ અને પ્રિયંકાએ પણ થેક્સ અમદાવાદ કહીને તેઓને વળતો જવાબ આપ્યો હતો. જો કે, ત્રણ વર્ષ બાદ આ બોલીવુડની જોડી ફરી એકવાર અમદાવાદની મહેમાન બની હતી. ખાસ કરીને શહેરની ગર્લ્સમાં શાહીદ કપૂર એક ચોકલેટી હીરો તરીકે જાણીતો છે. જેના કારણે યંગ ગર્લ્સે તો તેની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી હતી. શાહીદ કપૂર અને પ્રિયંકા ચોપરાએ શહેરના પંચવટી સર્કલ પાસે આવેલા રિલાયન્સ ડિઝીટલની મુલાકાત લીઘી હતી. અહીંની વિવિઘ ઇલેક્ટ્રોનીક્સ આઇટમો અને અદ્‌ભૂત મોલ જોઇને તેઓ મંત્રમુગ્ઘ થઇ ગયા હતા.
અમદાવાદ શહેરને વન્ડરફૂલ સીટી ગણાવતા શાહીદ કપૂર કહે છે કે, હું અમદાવાદનો આભારી છું. થેન્ક્યુ અમદાવાદ. આઇ લવ અમદાવાદ. હું વારંવાર અમદાવાદ આવું છું. નવરાત્રીમાં પણ અમદાવાદ આવ્યો હતો. એ સમયે અમદાવાદને બહુ માણ્યું હતુ અને બહુ મજા આવી હતી, બીકોઝ અમદાવાદ ઇઝ એ વન્ડરફૂલ સીટી. વળી અમદાવાદીઓ સારા દર્શકો છે. અહીના લોકો રિસ્પોન્સીબલ છે. જ્યારે હું અને પ્રિયંકા સાથે કામ કરતા હતા ત્યારે અમે એકબીજાને બહુ ઓળખતા ન હતા. પંરતુ દર્શકોએ અમારી પેરને પસંદ કરી અને આજે અમે સારા ફ્રેન્ડ્‌સ છીએ. ફેશન અંગે હળવી મજાક કરતા શાહીદ કહે છે કે, આમ તો દરેક પ્રકારના સ્ટાઇલીશ કપડાં પહેરું છું. પણ મને પઠાણી પહેરવું બહુ ગમે છે. કારણકે પઠાણી બહુ કમ્ફર્ટેબલ અને લૂઝ હોય છે. જેથી હવાની પણ અવર જવર રહેતી હોય ગરમી ઓછી લાગે છે. એમાંય વળી જો મલમલની પઠાણી હોય તો વઘુ કમ્ફર્ટ ફીલ કરી શકાય છે. પરંતુ હું સમય અને ફેશન પ્રમાણે હંમેશા અપડેટ રહું છું.
જ્યારે પ્રિયંકા ચોપરા કહે છે કે, ગુજરાતી ગર્લ્સ માટે મારા આશિર્વાદ છે. મને અમદાવાદ આવવુ બહુ ગમે છે. અમદાવાદ આવવા માટે બહુ એક્સાઇટેડ રહું છું. આ પહેલાં જ્યારે હું અમદાવાદ આવી હતી ત્યારે અમદાવાદીઓએ ‘શું છે, શું છે, મને કહી દો...’ કહીને મારું સ્વાગત કર્યું હતું. જે આજે પણ હું ભૂલી શકતી નથી. ફેશન અંગે વાત કરતા પ્રિયંકા કહે છે કે, આમ તો મને તમામ પ્રકારના ક્લોથ અને ડિફરન્ટ લૂક પસંદ છે. પણ મને ૧૯૬૦ની સાડીઓ પહેરવી બહુ ગમે છે.વળી ભારતમાં સાત ફેરા કરીને લગ્ન કરવા એટલે એ વ્યક્તિ સાથે સાત જન્મ સુઘીનું બંઘન છે. આ પરંપરા આજે પણ ભારતમાં જળવાઇ રહી છે.

 

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved