Last Update : 16-June-2012,Saturday

 
દિલ્હીની વાત
 

મમતા માટે મુલાયમને કેમ જાગી ગઈ 'મમતા'?
નવી દિલ્હી, તા.૧૫
રાષ્ટ્રપતિપદે કોઈપણની વરણી થાય, રાષ્ટ્રપતિની હાલ યોજાઈ રહેલી ચૂંટણી તો ઘણા બધા નિર્ણાયક પરિબળો સર્જવાનું કારણ બનશે તેવા ચિહ્નો વર્તાઈ રહ્યા છે. ગઠબંધનના રાજકારણમાં થઈ રહેલી ઉથલપાથલ આગામી દિવસો નવી તોડજોડ ઉપરાંત કેન્દ્રિય પ્રધાનમંડળમાં મોટાપાયે ફેરબદલના અણસાર પણ આપે છે. હાલ ઝડપભેર બદલાઈ રહેલા રાજકીય સમીકરણો જોતાં લોકસભાની ચૂંટણી વહેલી આવવાની શક્યતા પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગી છે. જો પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિપદે તાજપોશી નિશ્ચિત થાય તો નાણામંત્રી તરીકે નવો ચહેરો આવશે તેમજ મમતા જો યુપીએ છોડી જાય તો રેલવે મંત્રી તરીકે પણ નવી નિમણૂંક કરવી પડશે.
મુલાયમનો માર ખાધો હોય એ જાણે
રાજકારણમાં કદ વધતાં પૂર્વે મુલાયમ કુસ્તીબાજ અને પહેલવાન તરીકે જાણીતા હતા. રાજનીતિમાં પણ વિરોધીઓને ધોબીપછાડ આપવામાં માહેર મુલાયમ ગમે ત્યારે છેડો ફાડી નાંખવા માટે ય કુખ્યાત છે. હાલ મમતાએ મુલાયમ સાથે હાથ મિલાવ્યા છે પરંતુ આ નવી મૈત્રી આગામી દિવસોમાં ઘણાં રંગ બદલી શકે છે. એ જોતાં આ લપસણા દોસ્તનો હાથ મમતા ક્યાં સુધી ઝાલી શકે છે એ પણ મહત્વનો પ્રશ્ન બની રહેશે. આમ જુઓ તો આ નવી ધરી રચાયાના ત્રીજા જ દિવસે બંને વચ્ચેના વિરોધાભાસના ચિહ્નો વર્તાવા માંડયા હતા. મમતાએ યુપીએ ગઠબંધનમાં કોંગ્રેસની મનમાની સામે તેમની ટેવ મુજબ આકરા શબ્દોમાં ભડાસ કાઢી હતી જ્યારે મુલાયમે કોંગ્રેસને ભાંડવાનું ટાળ્યું હતું. વળી, તેમનાં દ્વારા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ડો. કલામના નામની જાહેરાત કરવામાં પણ મમતા એકલાં પત્રકાર પરિષદમાં હાજર રહ્યાં હતાં અને મુલાયમે સાવ મામૂલી કારણ દર્શાવીને હાજરી ટાળી હતી.
સંખ્યાનું ગણિત દાદાની તરફેણમાં
એ સંજોગોમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોનું ગણિત હજુ ય કોંગ્રેસની તરફેણમાં હોવાનું જણાઈ રહ્યું છે. ધારો કે તૃણમૂલ અને સપા બંને યુપીએથી છેડો ફાડી નાંખે અને ડો. કલામના સમર્થનમાં એનડીએ પણ જોડાઈ જાય તો પણ ડો. કલામને મળનારા મતોની સંખ્યા ૪.૦૫ લાખથી વધુ થતી નથી. જ્યારે યુપીએમાંથી તૃણમૂલ અને સપાની બાદબાકી પછી ય યુપીએના ઉમેદવારને મળી શકતાં મતોની સંખ્યા ૪.૧૩ લાખ તો છે જ. એ સંજોગોમાં કોંગ્રેસના ડેમેજ કન્ટ્રોલર્સ હજુ ય મુલાયમના વહાણનો સઢ ફેરવી નાંખવા આશાવાદી છે.
મમતાની બાજીગરી
ફળશે કે નડશે?
મમતા બેનર્જીએ હાલ ભલે પોતાના દાયકાઓ જુના રાજકીય શત્રુ તરીકે પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ પદથી વંચિત રાખવાનો પેંતરો રચ્યો હોય પરંતુ મમતા પોતાનું ધાર્યું કરાવી જાય કે પ્રણવ રાષ્ટ્રપતિ બની જાય એ બંને સ્થિતિમાં મમતા માટે તો હાલત કફોડી જ થવાની છે. ધારો કે પ્રણવ ચૂંટણી જીતી જાય તો યુપીએ સાથે છેડો ફાડવાની સજા તરીકે હવે કેન્દ્ર સરકાર પાસેથી બેઈલ આઉટ પેકેજ સહિતના લાભો મમતા મેળવી શકે નહિ. ધારો કે મમતા પ્રણવને હરાવી દે તો આવનારી ચૂંટણીમાં મનમોહનના સ્થાને પ્રણવની વડાપ્રધાન બનવાની શક્યતા વધી જાય. કારણ કે, કોંગ્રેસના આંતરિક સૂત્રો અનુસાર રાહુલ હજુ પણ પોતાની જાતને વડાપ્રધાનપદ માટે તૈયાર માનતા નથી. એ સંજોગોમાં મનમોહન પછી વરિષ્ઠતમ કોંગ્રેસી તરીકે પ્રણવને જ તક મળે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved