Last Update : 16-June-2012,Saturday

 

સિલ્વા અને ફાબ્રેગાસે પણ ગોલ ફટકાર્યા
ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું

આયર્લેન્ડના યુરો કપમાંથી આઉટ ઃ ઈટાલી અને ક્રોએશિયાની મેચ ૧-૧થી ડ્રો

ડાન્સક, તા. ૧૫
વર્લ્ડ ચેમ્પિયન સ્પેને રિપબ્લીક ઓફ આયર્લેન્ડને ૪-૦થી કચડી નાખ્યું હતું. સ્પેન તરફથી સુપર સ્ટ્રાઈકર ફર્નાન્ડો ટોરેસે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે સિલ્વા અને સબસ્ટીટયુટ ફાબ્રેગ્રાસે પણ ગોલ સ્કોરર તરીકે નામ લખાવ્યું હતું. આયર્લેન્ડ આઘાતજનક પરાજય સાથે યુરો-કપમાંથી બહાર ફેંકાયું હતું. અગાઉ રમાયેલી મેચમાં ઈટાલી અને ક્રોએશિયા વચ્ચેનો જંગ ૧-૧થી ડ્રો થયો હતો.
ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ સ્પેને આયર્લેન્ડ સામે અત્યંત પ્રભુત્વ સાથેની શરૃઆત કરી હતી. મેચના પ્રારંભની ચોથી મિનિટે જ ફર્નાન્ડો ટોરેસે ક્લાસિક ગોલ ફટકારીને સ્પેનને સરસાઈ અપાવી દીધી હતી. સ્પેનના જબરજસ્ત પાસિંગ અને વર્લ્ડ ક્લાસ કોમ્બીનેશન સામે આયરિશ ટીમ રીતસર સંઘર્ષ કરતી જોવા મળી હતી.
પ્રથમ હાફમાં મોટા ભાગની મેચ આયર્લેન્ડના હાફમાં જ રમાઈ હતી. આયરિશ ખેલાડીઓ માંડ ચારેક વખત સ્પેનના ગોલ પર આક્રમણ કરવામાં સફળ રહ્યા હતા. પ્રથમ હાફમાં સ્પેને આયર્લેન્ડના ગોલ પર ૧૪ આક્રમણ કર્યા હતા. જેમાંથી ૧૦ ગોલના ટાર્ગેટ પર હતા. આમ છતાં, હાઈટાઈમે સ્પેને ૧-૦થી સરસાઈ મેળવી હતી. આર્યલેન્ડને બીજા હાફમાં વળતી લડત આપવાની આશા હતી.
જોકે બીજા હાફમાં સ્પેન તેના ગોલની સરસાઈ વધારવાના મક્કમ ઈરાદા સાથે ઉતર્યું હતું. બીજા હાફના પ્રારંભની ચોથી મિનિટે સિલ્વાએ તેનું વ્યક્તિગત કૌશલ્ય દર્શાવતા ગોલ ફટકાર્યો હતો. સ્પેનના ગજબનાક કોમ્બિનેશનને અટકાવવામાં આયરિશ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. ફર્નાન્ડો ટોરેસે ૭૦મી મિનિટે બીજો ગોલ ફટકારીને સ્પેનની સરસાઈને ૩-૦ની કરી દીધી હતી.
સ્પેનીશ કોચે આખરી મિનિટોમાં ટોરેસને સ્થાને ફાબ્રેગાસને મેદાનમાં ઉતાર્યો હતો. સ્પેનને ૮૩મી મિનિટે કોર્નર કીક મળી હતી. સ્પેને ચતુરાઈપુર્વક ઝડપથી સ્પેને આ સાથે ૪-૦થી સરસાઈ મેળવી લીધી હતી અને તે જ સ્કોરથી તેઓ વિજેતા બન્યા હતા.
અગાઉ રમાયેલી મેચમાં ઈટાલીને બરોબરી પર અટકાવવામાં ક્રોએશિયા સફળ રહ્યું હતું. ઈટાલીએ કેપ્ટન આન્દ્રે પિર્લોની ફ્રી કીક પર ગોલ નોંધાવ્યો હતો. ઈટાલીએ આ સાથે ૧-૦થી સરસાઈ મેળવી હતી. જોકે ક્રોએશિયાએ બીજા હાફમાં વળતો હૂમલો કરતાં બરોબરી મેળવી લીધી હતી. ક્રોએશિયાના પ્રયત્નો ૭૨મી મિનિટે ફળ્યા હતા. મન્ઝુકીએ ગોલ ફટકારીને ક્રોએશિયાને બરોબરી અપાવી હતી. જે પછી આખરે મેચ ૧-૧થી ડ્રો રહી હતી.
આ પરિણામને કારણે ઈટાલીને ફટકો પહોંચ્યો હતો. ઈટાલીએ અગાઉ સ્પેન સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી અને સતત બીજી મેચના કારણે તેઓ બે પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે સ્પેન અને ક્રોએશિયા ૪-૪ પોઈન્ટ સાથે ટોચના ક્રમે છે. અગાઉ ક્રોએશિયાએ આયર્લેન્ડ સામે ૩-૧થી વિજય મેળવ્યો હતો. હવે આ ગુ્રપની આખરી મેચમાં ઈટાલીનો સામનો આયર્લેન્ડ સામે થવાનો છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયન સ્પેનીશ ટીમનો મુકાબલો ક્રોએશિયા સામે થશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved