Last Update : 16-June-2012,Saturday

 
 

ઓલિમ્પિકની ડબલ્સ ટેનિસ ઇવેન્ટ માટે ભારતે પેસ અને ભુપતિની ટીમની જાહેરાત કરી
ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનની ચિમકી ઃ જો કોઇ ઇનકાર કરશે તો તેની સામે પગલાં લઇશું

ભુપતિને પેસને બદલે બોપન્ના સાથે જોડી બનાવીને ઓલિમ્પિકમાં રમવું છે

 

મેન્સ ડબલ્સમાં બે ટીમ મોકલવાની મંજુરી હોવા છતાં ભારત એક જ ટીમ મોકલશે
બેંગ્લોર,તા.૧૫
લંડન ઓલિમ્પિકમાં પેસ અને ભુપતિની જોડીને મેન્સ ડબલ્સ માટે પંસદ કરી હોવાની ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન(એઆઇટીએ)ની જાહેરાત બાદ ભુપતિએ આક્રમણ વલણ અપનાવતા પેસના પાર્ટનર તરીકે ઓલિમ્પિકમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. ભુપતિ ઇચ્છે છે કે તેની અને બોપન્નાની જોડીને ઓલિમ્પિકમાં રમવાની મંજુરી આપવી જોઈએ. આ અંગે ભુપતિ અને બોપન્નાએ એઆઇટીએને વિનંતી પણ કરી હતી છતાં તેને અવગણીને પસંદગી સમિતિએ મેન્સ ડબલ્સ માટે ભુપતિ અને પેસની જોડીને ઓલિમ્પિકમાં ઉતારવાની જાહેરાત કરી હતી.
પેસ સાથેના ટકરાવને કારણે છેલ્લા કેટલાક સમયથી ભુપતિ ભારતીય ખેલાડી બોપન્ના સાથે જોડી બનાવીને રમી રહ્યો છે. ઓલિમ્પિકની ટીમની પસંદગી અંગે ભુપતિ અને બોપન્નાએ એઆઇટીએ સમક્ષ એવી રજુઆત કરી હતી કે તેઓ એક ટીમ તરીકે જ ઓલિમ્પિકમાં રમવા માંગે છે. તેઓ નથી ઇચ્છતાં કે ઓલિમ્પિકની ટીમમાં તેમની વ્યક્તિગત રીતે કે અન્ય કોઇ ખેલાડીના સાથીદાર તરીકે પસંદગી કરવામાં આવે. જો કે એઆઇટીએની પસંદગી સમિતિની બેઠકમાં બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, તાજેતરનું ફોર્મ જોતા ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સમાં પેસ અને ભુપતિની જોડી જ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભુપતિ અને બોપન્નાની નારાજગી અંગે એઆઇટીએના જનરલ સેક્રેટરી અનિલ ખન્નાએ ચીમકી પર ઉચ્ચારી કે, ઓલિમ્પિકની તૈયારી માટે ખેલાડીઓને સરકાર તરફથી દર મહિને ૬૦૦૦ ડોલર ચુકવાય છે અને તેઓ રમવાનો ઇનકાર કરી શકે નહીં. જો તેઓ તેમ કરશે તો અમે શિસ્તભંગ કરનારા ખેલાડી સામે કડક કાર્યવાહી કરીશું. આજની બેઠકમાં અમે આ નિર્ણય લીધો તે પહેલા ત્રણેય ખેલાડીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગથી વાતચીત કરી હતી અને તે પછી જ અમે આ નિર્ણય લીધો હતો. નોંધપાત્ર છે કે ઓલિમ્પિક મેન્સ ડબલ્સમાં ભારતને બે ટીમો ઉતારવાની છુટ આપવામાં આવી છે પણ એઆઇટીએની પસંદગી સમિતિની બેઠકમાં માત્ર એક જ ટીમ ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. ભારતીય ટેનિસના ટોચના સુપરસ્ટાર ખેલાડી લિએન્ડર પેસ અને મહેશ ભુપતિ વચ્ચેનો ટકરાવ જગજાહેર છે. થોડા સમય અગાઉ તેઓએ ઓલિમ્પિકની તૈયારી માટે એક સાથે રમવાનું શરૃ કર્યુ હતુ પણ આ ભાગીદારી આશરે એક વર્ષ સુધી ચાલી હતી અને ત્યાર બાદ બંને છુટા પડી ગયા હતા. ભુપતિ અગાઉ પણ જાહેરમાં પેસ અને એઆઇટીએ સામે ભારે નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે. ડબલ્સના વર્લ્ડ રેન્કિગમાં ટોપ ટેનમાંથી હોવાથી પેસને ઓલિમ્પિકમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી હતી. જ્યારે બોપન્ના ૧૨ અને ભુપતિ ૧૪માં ક્રમે રહ્યા હતા. જો કે એઆઇટીએની પસંદગી સમિતિએ પેસની સાથે બોપન્નાની જોડી બનાવવાના બદલે ભુપતિને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો.
પેસ-ભુપતિની જોડી બનાવવા અંગે એઆઇટીએના અનિલ ખન્નાએ કહ્યું હતુ કે, અમે ભુપતિ અને પેસના તાજેતરના ફોર્મને ધ્યાનમાં લીધું છે. મહેશે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતુ. જ્યારે પેસનો દેખાવ ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોંધપાત્ર રહ્યો હતો. પસંદગી સમિતિને લાગે છે કે જો પેસ અને ભુપતિની જોડીને મેન્સ ડબલ્સમા ઉતારવામાં આવે તો તેઓ ભારતને મેડલ અપાવી શકે તેમ છે. જેના કારણે અમે તેમના નામ પર મંજુરીની મહોર મારી હતી. ભુપતિને પેસ સાથે જોડી બનાવીને રમવામાં રસ નથી તે અંગે ખન્નાએ ઊમેર્યું હતુ કે, ટીમ પસંદ કરવાનું કામ ખેલાડીઓનું નથી પણ પસંદગી સમિતિનું છે. પેસ અને ભુપતિ અગાઉ ચાર ઓલિમ્પિકમાં એક સાથે રમી ચુક્યા છે. ભુતકાળમાં પણ તેમની વચ્ચે મતભેદો હતા ત્યારે ય તેઓ દેશ માટે એક થઇને રમ્યા હતા. અમને લાગે છે કે લંડન ઓલિમ્પિકમાં પણ તેઓ ફરી વખત એક થઇને રમશે અને મેડલ જીતશે. એઆઇટીએના નિર્ણયની ટીકા કરતું સંયુક્ત નિવેદન ભુપતિ અને બોપન્નાએ પ્રસારિત કર્યું હતુ, જેમાં તેમણે પેસ સાથે ન રમવાની જાહેરાત તો નહતી કરી પણ કહ્યું હતુ કે, અમે સતત એઆઇટીએના સંપર્કમાં હતા અને અમે વારંવાર તેમની સમક્ષ રજુઆત કરી કે અમને એક ટીમ તરીકે જ ઓલિમ્પિક માટે પસંદ કરવા નહીં કે કોઇ બીજા ખેલાડીના જોડીદાર તરીકે. અમારા રેન્કિગને આધારે અમને ઓલિમ્પિકમાં સીધો જ પ્રવેશ મળી રહ્યો છે. આમ છતાં એઆઇટીએ દ્વારા અમારી વિનંતીને ઠુકરાવી દેવામાં આવી છે, જે નિરાશાજનક છે. હવે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનને આખરી એન્ટ્રી મોકલવામાં ન આવે ત્યાં સુધી અમે અમારી રજુઆત જારી રાખીશું. ભુપતિ અને બોપન્નાએ એમ પણ ઊમેર્યું કે, ભારતને જ્યારે ઓલિમ્પિક મેન્સ ડબલ્સમાં બે ટીમ મોકલવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ત્યારે માત્ર એક જ ટીમ મોકલવાનો એઆઇટીએનો નિર્ણય નિરાશાજનક છે. તેમના નિર્ણયને કારણે ઓલિમ્પિક જેવા રમતોના મહાકુંભમાં ભારતના બે આશાસ્પદ ખેલાડીઓની દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક છીનવાઇ ગઇ છે. અમને લાગે છે કે આજનો દિવસ ભારતીય ટેનિસના ઇતિહાસમાં નિરાશાજનક દિવસ તરીકે આલેખાશે. અમને લાગે છે કે તેઓએ ઘણા બધા દ્રષ્ટીકોણથી વિચારીને આ નિર્ણય લીધો હશે પણ આઇટીએફને એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૨૧મી જુન છે અને અમે ત્યાં સુધી અમારી રજુઆત માન્ય રાખવામાં આવે તેનો પ્રયાસ કરીશું. જો કે એઆઇટીએ તેના નિર્ણય અંગે ફેરવિચાર કરવા તૈયાર જ નથી. ખન્નાએ કહ્યું કે, જો કોઇ ખેલાડી ભાગ લેવાનો ઇનકાર કરશે તો તેની સામે પગલા લેવાશે. અમે તેમને ઓલિમ્પિકમાં મોકલીશું જ નહી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved