Last Update : 16-June-2012,Saturday

 
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
નૌકાદળે સ્પષ્ટતા કરતાં એમ પણ કહ્યું કે આ બાબતે ચિંતા કરવાની જરૃર નથી
મુંબઇ તા.૧૫
એકાદ મહિનાથી પણ વધુ સમયથી દક્ષિણ મુંબઇના બે સ્થળે દરરોજ અનુભવાતી શ્રેણીબધ્ધ ધુ્રજારીઓનું કારણ ભારતીય નૌકાદળની મદદથી જાણવા મળ્યું છે.
કાલાઘોડામાં આવેલા મકાનોનાં ઉપલા માળામાં તેમજ ચર્ચગેટમાં પશ્ચિમ રેલવેના વડા મથક અને વહીવટી કામ માટે બિલ્ડિંગોમાં સાંજે ચાર થી છ વચ્ચે અનુભવાતી ધુ્રજારીઓના અહેવાલને પગલે એનું કારણ જાણવા મળ્યું છે કે નૅવલ ડૉકયાર્ડ ખાતે પાણીની અંદર કરાયેલા ધડાકાઓ આ માટે જવાબદાર હતા.
નૌકાદળના સૂત્રોનું કહેવું છે કે આ ધુ્રજારીઓ બિલ્ડિંગો માટે ભયરૃપ નથી. જહાજો માટે સુક્કું બંદર ચણવાનું કામ ચાલી રહ્યું હોવાથી બીજા અનેક મહિનાઓ સુધી ધુ્રજારીઓ મકાનોએ સહેલી પડશે.
કાલા ઘોડા ખાતે ભારત હાઉસ અને એપોલો હાઉસમાં આવેલી અનેક કંપનીઓની કચેરીઓએ તેમના કર્મચારીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાની જાણકારી મેળવવા સ્ટ્રકચરલ એન્જિનિયરોની નિમણૂક કરી છે.
દરમિયાન પશ્ચિમ રેલવેએ આ વિસ્તારમાં પુરી રીતે સી સ્મોલોજિકલ તપાસ કરવાની માટે ઇન્ડિયન મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)ને લખી જણાવ્યું છે.
નૌકાદળના પ્રવકતાએ આ બાબતે કહ્યું કે 'અમે આ અંગે સ્પષ્ટતા કરવાની તૈયારીમાં છીએ. અમે આઇએમડીને લખીને કહેવાના છીએ કે તે લોકોને જાણ કરે કે આમાં ચિંતા કરવા જેવું કશું નથી.'
અન્ય એક અધિકારીએ કહ્યું કે પાણીની અંદર ઓછી તિવ્રતાવાળા ધડાકા કરવામાં આવતા હોવાથી હળવી ધુ્રજારીઓ ઉત્પન થાય છે. આ ધુ્રજારીઓ અલ્પ સમય માટે હોય તે બિલ્ડિંગોને નુકસાનન પહોંચાડી શકે.'
માળખાકીય સુવિધાઓ ઊભી કરતી આગેવાન કંપની હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીને ૨૦૧૦માં લાયન ગેટ પાસે નૅવલ ડૉક્યાર્ડમાં ડ્રાય ડૉક અને ધક્કા રૃા.૬૦૮ કરોડના ખર્ચે વિકસાવવા કૉન્ટ્રાકટર અપાયો હતો. આનો મુખ્ય હેતુ મોટા જહાજોને સમાવવાનો છે. અત્યારે સમારકામની અને જાળવણીની જરૃરિયાતવાળા મોટા જહાજોને કોચી મોકલવા પડે છે જ્યાં કમર્શિયલ ડ્રાય-ડૉકિંગની વ્યવસ્થા છે.
નૌકાદળ ભારપૂર્વક કહી રહ્યું છે કે ચિંતા કરવાની જરૃર નથી ત્યારે એક સ્વતંત્ર નિષ્ણાતનું કહેવું છે કે પાણીની અંદરના ધડાકાને કારણે આમ તો ધુ્રજારીઓ ન થવી જોઇએ.
દરમિયાન મુંબઇ આઇએમડીના નિયામક વી.કે. રાજીવે કહ્યું કે અહેવાલને પગલે તેઓએ સીસ્મોગ્રાફ પર આ વિસ્તારની ચકાસણી કરવાનું કામ શરૃ કરી દીધું છે અને મહિના સુધી આ કાર્યવાહી પર નજર રાખશું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved