Last Update : 16-June-2012,Saturday

 

મૂળ રાજકોટના ગુજરાતી અધિકારીની મેક્સિકોના ભારતીય રાજદૂત પદે નિમણૂંક

 

રાજકોટ, શુક્રવાર
અત્યારે વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ અને વરિષ્ઠતમ ગુજરાતી અધિકારી સુજન આર. ચિનોયની ભારતના મેક્સિકો ખાતેના આગામી રાજદૂત તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આવી નિમણૂંક મેળવનારા તેઓ પહેલાં ગુજરાતી છે. ૧૯૮૧ બેચના ભારતીય વિદેશ સેવાના આ અધિકારીના દાદા બેરિસ્ટર સી.એન. ચિનોય આઝાદી પૂર્વે રાજકોટ રાજ્યના દીવાન હતા.
શ્રી ચિનોય ચીન અને પૂર્વ એશિયાને લગતી બાબતો પર પ્રભુત્વ ધરાવે છે અને કમ્યુનિસ્ટ દેશની મહત્વપૂર્ણ મુલાકાતો વખતે ભારતીય નેતાઓની સાથે વર્ષો સુધી જતા રહ્યા છે. ૨૦૦૨ થી ૨૦૦૫ વચ્ચે શાંગહાઇ ખાતેના કોંસ્યુલ જનરલ તરીકે અને ત્યાર પછી ૨૦૦૮ સુધી સિડની ખાતેના કોંસ્યુલ જનરલ તરીકે ભારતના વિદેશ વેપાર અને આર્થિક બાબતો અંગે ઉત્તમ કાર્ય કર્યું છે.
૧૯૮૦ના દાયકામાં શ્રી ચિનોય હોંગકોંગ અને બેઇજિંગ ખાતેના ભારતીય મિશનોમાં વિવિધ પદે કાર્યરત રહ્યા હતા. ૧૯૯૨ થી ૧૯૯૫ સુધી ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)માં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ-કાઉંસેલર તરીકે એમણે યુ.એન.ની સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતના દાવા સહિત વિવિધ બહુપક્ષીય મુદ્દાઓના સમાધાન માટે પ્રયત્નો કર્યા. વિદેશ મંત્રાલયમાં ચીન અંગેની બાબતોના નિયામક તરીકે ચાર વર્ષ સુધી ભારત-ચીન સરહદના વિસ્તારોમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ, સુલેહ અને પરસ્પર વિશ્વાસને ઉત્તેજન આપવાનું કાર્ય કર્યું.
૨૭મી સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ જન્મેલા શ્રી ચિનોયે એમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ ખાતેની રાજકુમાર કોલેજમાં લીધું. એમણે વડોદરા ખાતેની એમ.એસ. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને માનસશસાત્ર સાથે બી.એ. (ઓનર્સ) કર્યું અને અમદાવાદથી માર્કેટીંગમાં એમબીએની પદવી પ્રાપ્ત કરી તેઓ ચીની (મંડારીન) ભાષા કૂશળતાપૂર્વક બોલી શકે છે અને ફ્રેંચ, જર્મ, અરેબિક અને ક્રિઓલ ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved