Last Update : 16-June-2012,Saturday

 

પ્રણવ પછી નવા નાણા મંત્રી કોણ? મનમોહન કે જયરામ રમેશ ?

સી. રંગરાજન, આનંદ શર્મા, ચિદમ્બરમ, મોન્ટેકસિંહના નામો પણ ચર્ચામાં

નવી દિલ્હી, તા. ૧૫
રાષ્ટ્રપતિપદ માટે હવે યુ.પી.એ.એ પ્રણવ મુખરજીનું નામ નિશ્ચિત કરી લીધું હોઈ, હવે નાણાંપ્રધાન તરીકે કોણ આવી શકે તે અંગે અનેકવિધ અટકળો શરૃ થઈ ગઈ છે, પરંતુ યુપીએ સમક્ષ સૌથી મુંઝવતો પ્રશ્ન એ છે કે, એશિયાના આ ત્રીજા ક્રમના અર્થતંત્રની ગતિ મંદ થઈ. માર્ચમાં પૂરા થતા ત્રિમાસિક દરમિયાન તેના વિકાસદર માત્ર ૫.૩ ટકા રહ્યો હતો, તે સામે મે મહિનાના અંતે ફુગાવો વધીને ૭.૬ ટકા સુધી પહોંચી ગયો હતો. તે સંયોગોમાં ભારતના નાણાંપ્રધાનપદ માટેની વરણી એક જટિલ પ્રશ્ન બનશે. અત્યારની પરિસ્થિતિ જોતાં મનમોહનસિંહ જ નાણાં વિભાગ સંભાળે તેવી શક્યતા રહેલી છે.
ભારતના નવા નાણાંપ્રધાન તરીકે એમઆઇટીના ગ્રેજ્યુએટ ૫૮ વર્ષના ગ્રામવિકાસ પ્રધાન જયરામ રમેશનું નામ સૌથી પહેલું ચર્ચાય છે. આ અર્થશાસ્ત્રી ગાંધી કુટુંબના પણ નિકટવર્તી છે તેમજ ૨૦૦૪, ૨૦૦૯ની ચૂંટણીઓમાં તેમણે કોંગ્રેસના પ્રચારયુદ્ધમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તાજેતરમાં એક વ્યાપારી દૈનિકને આપેલી મુલાકાતમાં તેમણે મોટા પાયે આર્થિક સુધારાની તરફેણ કરતા કહ્યું હતું કે, હવે સરકારે આર્થિક પ્રશ્નોનો સામી છાતીએ સામનો કરવાની જરૃર છે. તેઓનું સૌથી સારું પાસું તે છે કે, તેઓને શાસક ગઠબંધન તેમજ વિપક્ષો સાથે પણ મનમેળ છે પરંતુ તેઓ પર્યાવરણવાદી હોવાથી કેટલીક પરિયોજનાઓનો વિરોધ કરતા તેઓને માટે તેઓ વિકાસ-વિરોધી હોવાની પણ છાપ ઊભી થઈ છે.
આ ઉપરાંત વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષ સી. રંગરાજનનું નામ પણ નાણાં પ્રધાન તરીકે ચર્ચાઈ રહ્યું છે. તેઓ વડાપ્રધાનના વિશ્વાસુઓ પૈકીના એક મનાય છે. જો કે, તેઓએ સરકારની બહાર થતા અંદર બંને રીતે અનેક 'રંગ' બદલ્યા છે છતાં વિવાદોથી પર રહ્યા છે. તેઓનો નાણાં વિષયક લાંબો અનુભવ ગણતરીમાં લેવાય તેવી શક્યતા છે. તેઓ ખુલ્લી નાણાંકીય નીતિ ઉંચા ફુગાવા દરના વિરોધી પણ છે તથા એફડીઆઇ અને એવિયેશન ક્ષેત્ર તથા મલ્ટીબ્રાન્ડ રીટેલમાં વિદેશી મૂડીરોકાણ અંગે સર્વસંમતિ સાધવાના મતના છે, પરંતુ તેઓનું રાજકીય વજન બહુ નથી.
૫૯ વર્ષના વકીલ અને વકીલમાંથી રાજકારણી બનેલા આનંદ શર્મા સુધારા તરફી છે. વળી ગાંધી કુટુંબના વિશ્વાસુ પણ છે. વ્યાપાર પ્રધાન તરીકે તેમણે જ વિકાસ વૃદ્ધિ થાય તેવા પગલાં લીધા છે પરંતુ કોંગ્રેસમાં તેઓનુ કદ નાનું છે તેથી તેઓની સંભાવના બહુ દેખાતી નથી.
૬૬ વર્ષના પી. ચિદમ્બરમ તો પૂર્વ નાણાંપ્રધાન હતા જ. તેઓ વડાપ્રધાન અને સોનિયા ગાંધીના વિશ્વાસુ છે પરંતુ તેમના કેટલાક કુટુંબીજનો વિવાદમાં ફસાયા હોવાથી તેઓનો વિરોધ વિપક્ષો કરે તેવી આશંકા છે. તેઓ ચાર વર્ષથી આંતરિક બાબતોના પ્રધાન રહ્યા હોવા છતાં તેઓની આ પદ માટે પસંદગી તે કારણોસર થવા સંભવ છે કે તેઓ તે વિગતોનો તલસ્પર્શી અભ્યાસ કરે છે.
૬૮ વર્ષના આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયા પણ એક વિકલ્પ નાણાં પ્રધાન તરીકેનો છે. તેઓ ૧૯૮૦થી નાણાંકીય નીતિઓ સાથે સંકળાયેલા છે પરંતુ તાજેતરમાં તેમણે કરેલા 'ગરીબી રેખા' અંગેના વિધાનોના લીધે તેઓ અળખામણા બની ગયા છે તેથી તેઓની સંભાવના બહુ થોડી દેખાય છે.
નિરીક્ષકો વચ્ચે સૌથી મહત્ત્વની વાત તો એ ચર્ચાઈ રહી છે કે, ૧૯૯૧માં જ્યારે ભારતનું અર્થતંત્ર તદ્દન બેહાલ બની ગયું હતું ત્યારે, જેમ મોન્ટેકસિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ અર્થતંત્રને ફરી બેઠું કરી પાટે ચઢાવવામાં જેમનો સિંહફાળો હતો તેવા તે સમયે નરસિંહરાવ સરકારમાં નાણાંપ્રધાન પદે રહેલા મનમોહનસિંહ જ પ્રવર્તમાન પરિસ્થિતિમાં નાણાં વિભાગ સંભાળી લે તે સૌથી વધુ સંભાવના રહેલી છે. અર્થશાસ્ત્રના તેઓ નિષ્ણાત છે પરંતુ અત્યારે અનેક 'લાચારીઓના' તેઓ ભોગ બન્યા છે આમ છતાં જો તેઓ પોતે જ નાણાં વિભાગ સંભાળી લે જે તેઓનો પસંદગીનો પણ વિભાગ છે, તો દેશનું અર્થતંત્ર ફરી સદ્ધર બનવાની આશા રાખી શકાય.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved