Last Update : 16-June-2012,Saturday

 

મમતા-મુલાયમની મૈત્રી અલ્પજીવી નિવડીઃ યુપીએમાંથી મમતાની વિદાય પાકી
રાષ્ટ્રપતિ માટે યુપીએના ઉમેદવાર પ્રણવદાઃ જીત નિશ્ચિત

મુલાયમ - માયાવતીએ ટેકો જાહેર કર્યોઃ ભાજપ સહિતના પક્ષોનું સમર્થન માગતા મનમોહન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખરજીનાં નામની યુપીએ દ્વારા તેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. સપા અને બસપા પણ આ અંગે શાસક ગઠબંધનને ટેકો આપે તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહેતાં પ્રણવદા'ની રાષ્ટ્રના સર્વોચ્ચપદ માટેની વરણી નિશ્ચિત બની રહી છે. આથી હવે, તા. ૨૪મીને પ્રણવ મુખરજી નાણાં પ્રધાન પદેથી રાજીનામું આપે તે સંભવિત છે. બીજી તરફ તૃણમૂલ હજીયે, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામને વળગી રહેતાં. સપા- તૃણમૂલ વચ્ચે સધાયેલી ટૂંક સમયની મૈત્રી તૂટી પડવા સંભવ છે. સાથે હવે યુપીએમાંથી મમતાની વિદાય પણ નિશ્ચિત બની રહી છે.
વડાપ્રધાન મનમોહનસિંહના નિવાસસ્થાને આજે મળેલી યુપીએની બેઠકમાં આ શાસક ગઠબંધનના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખરજીનાં નામની રાષ્ટ્રપતિ પદ માટેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરતું એક નિવેદન વાંચી સંભળાવ્યું હતું જેમાં તેઓએ મુખરજીની પાંચ દાયકા લાંબી જાહેર જીવનની કારકિર્દી પણ દર્શાવી હતી. સાથે મનમોહન સિંહે તમામ રાજકીય પક્ષો અને તમામ સાંસદો તથા વિધાનસભ્યોને મુખરજીની ઉમેદવારીને ટેકો આપવા અપીલ કરી હતી. તેઓએ, આ પછી લગભગ તુર્ત જ ભાજપનાં અગ્રીમ નેતા સુષમા સ્વરાજનો પણ ફોન દ્વારા સંપર્ક સાધી ભાજપ તથા તેના સાથી પક્ષોનાં બનેલા ગઠબંધન એનડીએનો પણ ટેકો માગ્યો હતો. મનમોહનસિંહ ઉપરાંત સોનિયાએ પણ વિવિધ પક્ષોના નેતાઓનો સંપર્ક સાધ્યો હતો.
યુપીએ દ્વારા કરાયેલી આ જાહેરાતને બસપાએ તો તુર્ત જ ટેકો જાહેર કરી દીધો હતો. બસપાનાં સર્વેસર્વા માયાવતીએ આજે લખનૌમાં એક પત્રકાર પરિષદને કરેલા સંબોધનમાં પક્ષનો સ્પષ્ટ ટેકો યુપીએને છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ સપાના નેતા અને મુલાયમસિંહના નાના ભાઇ રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે પ્રણવ મુખરજીના નામની ઉમેદવાર તરીકે થયેલી જાહેરાતથી મને ઘણો આનંદ થયો છે. તેઓ વિજયી બને તેવી મારી શુભેચ્છાઓ...' જ્યારે સપાના સર્વેસર્વા મુલાયમસિંહે સ્પષ્ટતઃ પ્રણવદાની ઉમેદવારીને ટેકો આપ્યો હતો.
આ સાથે સપા- તૃણમૂલ વચ્ચેની ટૂંક સમયની દોસ્તી તૂટી પડી છે. હજી ગયા બુધવારે જ મુલાયમસિંહ અને મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ પદ માટે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, મનમોહનસિંહ અને સોમનાથ ચેટર્જીના નામ સૂચવ્યા હતાં. પરંતુ તે પછી ગઇકાલે 'દીદી' સોનિયા ગાંધીને મળ્યાં પછી ફરી મુલાયમ સિંહને પણ મળ્યા હતા. તે પછી પત્રકારોને તેમણે કરેલા સંબોધન સમયે મુલાયમસિંહની ગેરહાજરી બંને વચ્ચેના મતભેદો ઉપસી આવ્યા હતા.
સપા અને બસપાએ પ્રણવ મુખરજીની ઉમેદવારીને ટેકો આપતાં હવે, યુપીએ, રાષ્ટ્રપતિની વરણી માટે જરૃરી તેટલા, કુલમતના અર્ધોઅર્ધ મતની નજીક પહોંચી રહેવા સંભવ છે. સાંસદો અને વિધાયકોના મળીને, કુલ મત ૧૦,૯૮,૮૮૨ મત પૈકી હવે યુપીએ પાસે તૃણમૂલના ૪૮,૦૪૯ મત બાદ કરતાં, ૪ લાખ ૧૨ હજાર મત રહે છે. તેમાં સપા, બસપાના મળી ૧.૧૨ લાખ જેટલું મતમૂલ્ય (સપા ૬૮,૮૧૨, બસપા ૪૩,૩૪૯) થતાં હવે યુપીએ પાસે કુલ ૫.૨૪ લાખ મતમૂલ્ય રહેશે. આમ છતાં ૧૦,૯૮,૮૮૨નાં મતમૂલ્યનાં અર્ધોઅર્ધ આંક પહોંચતા તેને ૨૫,૦૦૦ મત ઘટે તેમ છે. થોડી ચિંતા તે પણ છે કે જો અન્ય તમામ પક્ષો યુપીએ ગઠબંધન, સપા, બસપાની સામે લડે તો મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે.
બીજી તરફ ભાજપના નેતૃત્વ નીચેનાં એનડીએ ગઠબંધન પાસે ૩.૦૪ લાખ મતમૂલ્ય છે. તો ડાબેરી પક્ષોના જૂથ પાસે ૫૧૦૦૦ મત મૂલ્ય છે. પ્રણવદાએ ગઇકાલે ડાબેરીઓ સાથે પણ વાત કરી હતી.
આ ઉપરથી નિરીક્ષકો માને છે કે તૃણમૂલના કટ્ટર વિરોધીઓ ડાબેરીઓ યુપીએને ટેકો જાહેર કરશે તેવી પૂરી સંભાવના દેખાઇ રહી છે. જો આમ બને તો પ્રણવદાની જીત નિશ્ચિત લાગે છે. બીજી તરફ ભાજપ- એનડીએનું અકળ- મૌન મુંઝવણ યુપીએને મુંઝવે છે. તો એનસીપી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પી. એ. સંગમાને આગળ કરે તેવી પણ સંભાવના દેખાઇ રહી છે.

મમતા તો મારી બહેન જેવાં છેઃ પ્રણવ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
યુપીએના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર પ્રણવ મુખરજીએ આજે મમતા બેનર્જીને તેઓના બહેન તરીકે ગણાવ્યા હતાં.
જુલાઇ ૧૯મીના દિને યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર તરીકે તેઓનું નામ સત્તાવાર રીતે જાહેર કરાયા પછી પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મુખરજીએ કહ્યું હતું કે હું મમતા બેનર્જીનો પણ ટેકો માગુ છું. તેઓ તો મારાં બહેન જેવા છે.''

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved