Last Update : 16-June-2012,Saturday

 

રાષ્ટ્રપતિ માટે પ્રણવની ઉમેદવારી ઃ મમતા બેનર્જી - ટીએમસીને લપડાક
આર્થિક સુધારાને હવે વેગની અપેક્ષાએ શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઈન્ટ ઉછળીને ૧૬૯૫૦

બેકિંગ, ઓટો, રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી ઃ FII લેવાલઃ રોકાણકારોની સંપત્તિમાં રૃા.૬૬૦૦૦ કરોડનો ઉમેરો

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૫
નાણા પ્રધાન પ્રણવ મુખર્જીનું નામ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીએ આજે જાહેર કરી દઈ યુપીએ સરકારના આર્થિક સુધારામાં અડચણરૃપ બનતા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) મમતા બેનર્જીને લપડાક મારતા હવે આર્થિક સુધારાને મુલાયમ સિંહના સમાજવાદી પક્ષના ટેકાથી વેગ અપાશે એવી અપેક્ષાએ મુંબઈ શેરબજારોમાં એફઆઈઆઈ-વિદેશી ફંડોએ ઓટો, બેંક, રીયાલ્ટી, પાવર શેરોમાં આક્રમક લેવાલી કરી મૂકતા સેન્સેક્ષ ૨૭૧.૯૫ પોઈન્ટ ઉછળીને ૧૬૯૪૯.૮૩, નિફટી ૮૪.૩૦ પોઈન્ટની છલાંગે ૫૧૩૯.૦૫ બંધ રહ્યા હતા. આર્થિક સુધારાને હવે વેગ મળવાના પોઝિટીવ સંકેત સાથે મે મહિનાની ૦.૧ ટકા નબળી આઈઆઈપી વૃદ્ધિ અને નિકાસમાં નબળી વૃદ્ધિએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૮, જૂને ધિરાણ નીતિની સમીક્ષામાં વ્યાજ દરોમાં ૦.૨૫ થી ૦.૫૦ ટકાના ઘટાડાની અપેક્ષા તેમ જ યુરો ઝોનના દેશોને કટોકટીમાંથી ઊગારવા યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઈસીબી) બેંકોને જરૃરી નાણા પ્રવાહિતા અને દેશોને વધુ સ્ટીમ્યુલસ પેકેજ આપવાની તૈયારી બતાવ્યાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી.
મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત પોઝિટીવ થઈ હતી. મે, મહિનાનો ફુગાવાનો આંક એપ્રિલનાં ૭.૨૩ ટકાથી વધીને ૭.૫૫ ટકા જાહેર થયા છતાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ માત્ર ૦.૧ ટકા અને નિકાસો મે મહિનામાં ૪.૨ ટકા ઘટીને ૨૫.૭ અબજ ડોલરની થતાં રિઝર્વ બેંક હવે આર્થિક વૃદ્ધિને પ્રાધાન્ય આપીને સોમવારે સીઆરઆર અને રેપો રેટમાં ૦.૨૫ થી ૦.૫૦ ટકાનો ઘટાડો કરશે એવી અપેક્ષાએ બેંકિંગ શેરોની આગેવાનીએ લેવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૬૭૭.૮૮ સામે ૧૬૭૦૧.૨૮ ખુલી આરંભમાં ૧૦૦ થી ૧૧૦ પોઈન્ટનો સુધારો બતાવતો હતો. જે યુરોપીય સેન્ટ્રલ બેંકે યુરો દેશોને કટોકટીમાંથી ઊગારવા જરૃરી નાણા પ્રવાહિતાની મદદનું નિવેદન ગ્રીસની રવિવારે યોજાનારી ચૂંટણી પૂર્વે જ આપી દઈ વૈશ્વિક બજારોમાં તેજી લાવતા પોઝિટીવ અસરે સ્ટેટ બેંક ગુ્રપ શેરો, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંકમાં ફંડો મોટા પાયે લેવાલ બન્યા હતા. જેમાં ટાટા મોટર્સના મે, ૨૦૧૨ મહિનાના વૈશ્વિક વાહનોના વેચાણમાં ૧૨ ટકાની વૃદ્ધિ અને જગુઆર-લેન્ડ રોવરમાં ૩૦ ટકાથી વૃદ્ધિના આંકડા તેમજ કંપનીમાં રતન ટાટાએ ઓપન માર્કેટમાંથી ૪.૨૫ લાખ શેરો ખરીદ્યાના સમાચારે ઓટો શેરોમાં સાર્વત્રિક તેજી આવી હતી. બપોરે આ મજબૂતીમાં સેન્સેક્ષ ૧૪૫ થી ૧૫૦ પોઈન્ટનો ઉછાળો બતાવતો રહ્યા બાદ યુપીએ સરકારના રાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર તરીકે પ્રણવ મુખર્જીનું નામ કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીએ જાહેર કરી દેતા તાજેતરના આર્થિક સુધારામાં અડચણરૃપ બનેલા અને રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખર્જીના નામનો વિરોધ કરનારા મમતા બેનર્જી-ટીએમસી પક્ષને લપડાક મારી સમાજવાદી પક્ષના ટેકાએ રીટેલ ક્ષેત્ર સહિતનાં આર્થિક સુધારાને યુપીએ સરકાર આગળ વધારશે એવા પોઝિટીવ સંકેતે રિલાયન્સ-અનિલ અંબાણી, પાવર-કેપિટલ ગુડ્ઝ શેરો લાર્સન, ભેલ, બેંકિંગ શેરોમાં ફંડોએ લાવલાવ કરી મૂકતા સેન્સેક્ષ ઈન્ટ્રા-ડે ૨૮૯.૮૮ પોઈન્ટની છલાંગે ઉપરમાં ૧૬૯૬૭.૭૬ સુધી પહોંચી જઈ અંતે ૨૭૧.૯૫ પોઈન્ટ વધીને ૧૬૯૪૯.૮૩ બંધ રહ્યો હતો. એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ પણ ઈન્ટ્રા-ડે ૯૧.૪૫ પોઈન્ટ ઉછળી ઉપરમાં ૫૧૪૬.૨૦ થઈ અંતે ૮૪.૩૦ પોઈન્ટ વધીને ૫૧૩૯.૦૫ બંધ રહ્યો હતો.
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - કેશ સેગ્મેન્ટમાં રૃા.૩૩૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે ઈન્ડેક્ષ ફ્યુચર્સમાં રૃા.૧૯૭.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફ્યુચર્સમાં રૃા.૧૯૨.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્ટેટ બેંક ગુ્રપ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર સાથે પીએનબી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં ફંડોની મોટી લેવાલી સાથે ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પમાં તેજી સાથે 'એ' ગુ્રપ, 'બી' ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં લેવાલીએ માર્કેટ બ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૫ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૫૨૫ અને ઘટનારની ૧૧૬૫ રહી હતી. ૧૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
સેન્સેક્ષની ૨૭૧.૯૫ પોઈન્ટની તેજી સાથે મુંબઈ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન - રોકાણકારોની સંપત્તિ આજે એક દિવસમાં રૃા.૬૬ હજાર કરોડ વધીને રૃા.૫૯.૭૬ લાખ કરોડ પહોંચી હતી. નાણા પ્રધાન પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બનશે તો તેમના સ્થાને વડા પ્રધાનના આર્થિક સલાહકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજન અથવા આયોજન પંચના મોન્ટેક સિંહ અહલુવાલિયા નવા નાણાપ્રધાન બની આર્થિક સુધારાને આગળ વધારશે અને રીટેલ ક્ષેત્રે એફડીઆઈ સહિતને સમાજવાદી પક્ષના ટેકાએ મંજૂરી અપાવશે એવી અપેક્ષાએ શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. એશીયાના બજારોમાં હોંગકોંગ શેરબજાર દ્વારા લંડન મેટલ એક્ષચેન્જને હસ્તગત કરવા હેંગસેંગ ઈન્ડેક્ષ ૪૨૫.૫૪ પોઈન્ટ ઉછળીને ૧૯૨૩૩.૯૪ રહ્યો હતો. યુરોપના દેશોના બજારોમાં મોડી સાંજે ૨૦ થી ૯૫ પોઈન્ટ સુધારો બતાવાતો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved