Last Update : 16-June-2012,Saturday

 

ગ્રીસની ચૂંટણી પૂર્વે ઇસીબી દેશોને જરૃરી સ્ટીમ્યુલસ પેકેજ આપવા તૈયાર
યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦

ટાટા મોટર્સની આગેવાનીએ ઓટો ઇન્ડેક્ષ ૨૩૧ પોઇન્ટ ઉછળ્યો ઃ બેંક, ઓટો, રીયાલ્ટી, કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં તેજી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (આઇઆઇપી) મે મહિનામાં ઘટીને માત્ર ૦.૧ ટકા જાહેર થયા સાથે નિકાસ વૃદ્ધિના આંકડા નબળા આવતા ફુગાવો-મોંઘવારીનો આંક મે, મહિનાનો વધીને ૭.૫૫ ટકા જાહેર થયા છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૦.૨૫થી ૦.૫૦ ટકાના ઘટાડો અપેક્ષીત બનતા અને યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીપી) યુરો ઝોનના દેશોને કટોકટીમાંથી ઊગારવા વધુ નાણા પ્રવાહિતા ઠાલવવાની અને બેંકોને વધુ પેકેજ આપતા રહેવાની સ્ટીમ્યુલસ જોગવાઇ કરવાનું પોઝિટીવ નિવેદન કરતા વૈશ્વિક શેરબજારો-કોમોડિટીઝ બજારોમાં તેજી સાથે મુંબઇ શેરબજારોમાં સેન્સેક્ષે ૨૭૨ પોઇન્ટ અને નિફ્ટીએ ૮૪ પોઇન્ટની છલાંગ લગાવી હતી. એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ઇસીબીના વડા દ્વારા યુરોપના દેશોને જરૃરી પૂરતી નાણા પ્રવાહિતા ઊભી કરી આપવાની તૈયારી બતાવતા પોઝિટીવ નિવેદનની શરૃઆત કરતાની સાથે પસંદગીના ફ્રન્ચલાઇન શેરોમાં છાપાછાપ લેવાલી કરી હતી. અલબત બજારમાં ઘણા ખેલંદાઓની ગેરહાજરી અને સાવચેતીના માનસમાં ઓછી પોઝિશન હોવાથી મહારથીઓ, દિગ્ગજો મરજીનું તોફાન કરવામાં સફળ થઇ રહ્યા છે. સેન્સેક્ષ આગલા બંધ ૧૬૬૭૭.૮૮ સામે ૧૬૭૦૧.૨૮ મથાળે ખુલીને શરૃઆતમાં ૧૦૦થી ૧૧૦ પોઇન્ટનો સુધારો બતાવી લાંબો સમય સુધી ૯૦થી ૯૫ પોઇન્ટનો સુધારો બતાવતો રહી હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, ભારતી એરટેલમાં આખો દિવસ લેવાલીના જળવાઇ રહ્યા બાદ ટાટા મોટર્સના મે, મહિનાના વૈશ્વિક વાહનોના વેચાણના પ્રોત્સાહક આંકડાએ ઓટો શેરોમાં ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં લેવાલી નીકળતા અને છેલ્લે લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનીલીવર સાથે ટીસીએસ, આઇટીસી સહિતમાં આકર્ષણે સેન્સેક્ષ વનસાઇડ તેજીમાં એક તબક્કે ૨૮૯.૮૮ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૬૯૬૭.૭૬ સુધી પહોંચ્યો હતો. જે અંતે ૨૭૧.૯૫ પોઇન્ટની તેજીએ ૧૬૯૪૯.૮૩ બંધ રહ્યો હતો.
નિફ્ટી ઇન્ટ્રા-ડે ૯૧ પોઇન્ટ ઉછળી ૫૧૪૬ ઃ સિમેન્ટ, ઓટો, બેંક શેરોની તેજી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૦૫૪.૭૫ સામે ૫૦૬૯.૫૫ ખુલી શરૃઆતમાં આઇસીઆઇસીઆઇ બેંક, ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા, એસીસીમાં શરૃઆતથી લેવાલી બાદ ઇસીબીના પોઝિટીવ નિવેદન અને એડવાન્સ ટેક્ષના એકંદર જળવાયેલા આંકડા સાથે ટાટા મોટર્સના મે મહિનાના વેચાણના વૈશ્વિક આંકડાએ ઓટો શેરો તેમજ ગ્રાસીમ પાછળ સિમેન્ટ શેરોમાં આક્રમક લેવાલી નીકળતા અંબુજા સિમેન્ટ, એસીસી સહિત ઝડપી ઉછળી આવતા અને રિલાયન્સ ઇન્ફ્રા., લાર્સન, કોટક મહિન્દ્રા બેંક, કેઇર્ન ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, ઇન્ફોસીસ, એક્સીસ બેંક સહિતમાં લેવાલીએ નિફ્ટીએ ૫૧૦૦ની સપાટી કુદાવી જઇ એક તબક્કે ૯૧.૪૫ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૫૧૪૬.૨૦ સુધી પહોંચી ગયો હતો. જે અંતે ૮૪.૩૦ પોઇન્ટના ઉછાળે ૫૧૩૯.૦૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૨૦૦નો કોલ ૩૬.૩૦થી ઉછળી ૭૧.૬૫ ઃ ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ૫૦૬૫ સપોર્ટ
ટેકનીકલી નિફ્ટીના ખેલંદાઓ માટે નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાતો હતો. ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ હવે નિફ્ટી સ્પોટ ૫૦૬૫ નીચે બંધ થવાના સંજોગોમાં બદલાશે. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૪,૦૩,૯૭૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૬૨૦ કરોડના ટર્નઓવરે ૩૬.૨૦ સામે ૪૯.૫૦ ખુલી નીચામાં ૩૭.૫૦થી ઉછળી ઉપરમાં ૭૧.૬૫ સુધી જઇ અંતે ૬૭.૨૦ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૧૦૦૦૦ની સપાટી કુદાવી ઃ ૯૮૩૪થી ઉછળીને ૧૦૦૫૨
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી જૂન ફ્યુચર ૨,૯૫,૪૩૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૫૬૨ કરોડના ટર્નઓવરે ૫૦૫૪.૧૦ સામે ૫૦૭૫.૧૫ ખુલી નીચામાં ૫૦૭૨.૮૦થી ઉપરમાં ૫૧૫૬ સુધી જઇ અંતે ૫૧૪૧ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૧૧૭.૬૦ સામે ૧૦૭.૩૦ ખુલી ૧૦૭.૫૫થી નીચામાં ૭૩.૨૫ સુધી ગબડી જઇને અંતે ૭૯.૮૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૧૫.૪૦ સામે ૧૬.૫૦ ખુલી ઉપરમાં ૩૪.૭૫ સુધી ઉછળી જઇ અંતે ૩૩.૩૦ હતો. બેંક નિફ્ટી જૂન ફ્યુચર ૯૭૪૦૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૪૩૨ કરોડના ટર્નઓવરે ૯૮૩૪.૨૫ સામે ૯૮૭૫ ખુલી નીચામાં ૯૮૬૦થી ઉછળીને ઉપરમાં ૧૦૦૯૫ સુધી જઇ અંતે ૧૦૦૫૨.૫૦ હતો.
ટાટા મોટર્સનું મે મહિનામાં વેચાણ ૧૨ ટકા વધ્યું ઃ શેર રૃા. ૧૩ વધ્યો ઃ મારૃતી રૃા. ૨૯, હીરો રૃા. ૪૬ ઉછળ્યા
ટાટા મોટર્સમાં ચેરમેન રતન ટાટાએ કંપનીના વધુ શેરો ખરીદ્યાનું જાહેર થતાં આને ટાટા મોટર્સ જગુઆર લેન્ડ રોવર એકમનું મે, ૨૦૧૨ મહિનામાં વેચાણ મે, ૨૦૧૧ની તુલનાએ ૩૫ ટકા વધીને ૩૦૦૯૪ વાહનોનું થતાં અને વૈશ્વિક વાહનોનું ગુ્રપ વેચાણ ૧૨ ટકા વધીને ૯૬૦૮૯, જેમાં વૈશ્વિક પેસેન્જર વાહનોનું વેચાણ ૨૧ ટકા વધીને ૫૧૦૬૪ વાહનોનું અને કર્મશીયલ વાહનોનું વેચાણ ત્રણ ટકા વધીને ૪૫૦૨૫ વાહનોનું જાહેર થતાં શેરમાં ફંડોની આક્રમક લેવાલીએ રૃા. ૧૩.૦૫ વધીને રૃા. ૨૪૦.૦૫ રહ્યો હતો. આ સાથે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃા. ૨ ઘટાડાની અપેક્ષાએ પણ આકર્ષણે મારુતી સુઝુકી રૃા. ૨૯.૧૦ વધીને રૃા. ૧૧૦૮, હીરો મોટોકોર્પ રૃા. ૪૬.૩૫ વધીને રૃા. ૨૦૦૦.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૧૭.૩૦ વધીને રૃા. ૬૯૭.૪૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩.૧૫ વધીને રૃા. ૧૩૪.૩૫, બોશ રૃા. ૧૩૬.૬૦ વધીને રૃા. ૮૮૨૦, ભારત ફોર્જ રૃા. ૪.૬૫ વધીને રૃા. ૩૧૦.૪૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૨૩૦.૫૧ પોઇન્ટની છલાંગે ૯૨૧૩.૮૦ રહ્યો હતો.
સ્ટેટ બેંક ગુ્રપ શેરોમાં તેજી ઃ સ્ટેટ બેંક મૈસુર રૃા. ૪૯ ઉછળ્યો ઃ પીએનબી રૃા. ૨૩, કોટક રૃા. ૧૩ વધ્યા
ફુગાવાનો આંક મે મહિનાનો વધીને ૭.૫૫ ટકા જાહેર થવા છતાં નબળી આઇઆઇપી વૃદ્ધિ અને નિકાસના આંકડાએ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા અને ઇસીબી- યુરોપીય સેન્ટ્રલ બેંકે યુરોપના દેશોને જરૃરી સ્ટીમ્યુલસ પૂરુ પાડવાની તૈયારી બતાવતા પોઝિટીવ નિવેદન બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ૧૮, જૂને સોમવારે સીઆરઆર, રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરે એવી અપેક્ષાએ બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૪૭.૯૩ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૬.૬૫ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૫.૫૦ વધીને રૃા. ૮૪૪.૯૦, એચડીએફસી બેંક રૃા. ૧૩.૪૫ વધીને રૃા. ૫૪૭.૮૫, સ્ટેટ બેંક રૃા. ૨૮.૫૫ વધીને રૃા. ૨૧૮૨.૮૦, પીએનબી રૃા. ૨૩.૧૦ વધીને રૃા. ૭૯૨.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૩.૨૫ વધીને રૃા. ૫૮૧.૩૦, કેનરા બેંક રૃા. ૮.૯૦ વધીને રૃા. ૪૨૨, એક્સીસ બેંક રૃા. ૧૯.૯૦ વધીને રૃા. ૧૦૩૨.૨૫, આઇડીબીઆઇ બેંક રૃા. ૧.૪૫ વધીને રૃા. ૯૧.૮૫, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃા. ૪૮.૬૦ વધીને રૃા. ૫૩૦, ઇન્ડિયન બેંક રૃા. ૫.૯૦ વધીને રૃા. ૧૮૦.૫૦, અલ્હાબાદ બેંક રૃા. ૪.૨૦ વધીને રૃા. ૧૪૧.૨૫, જે એન્ડ કે બેંક રૃા. ૨૪.૬૦ વધીને રૃા. ૯૩૪.૯૫, સ્ટેટ બેંક બીકાનેર એન્ડ જયપુર રૃા. ૯.૬૦ વધીને રૃા. ૩૭૭.૨૦, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃા. ૧૧.૫૦ વધીને રૃા. ૫૦૬.૬૦ રહ્યા હતાં.
ઇન્ફ્રા. પ્રોજેક્ટો ફાસ્ટટ્રેક પર ઃ સિમેન્ટ શેરોમાં તેજી ઃ ગ્રાસીમ રૃા. ૧૪૮, અંબુજા રૃા. ૪, એસીસી રૃા. ૩૧ ઉછળ્યા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ફાસ્ટ ટ્રેક પર લાવવા તાજેતરમાં વડા પ્રધાન મનમોહન સિંહે ગંભીરતા બતાવી સંબંધિત બધા મંત્રાલયોને ઝડપી પ્રોજેક્ટ મંજૂરી માટે તાકીદ કરતા એક તરફ સિમેન્ટની માગ વધવાના અંદાજો અને બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા સોમવારે વ્યાજ દરોમાં અપેક્ષીત ઘટાડાએ ઇન્ફ્રા. પ્રોજેક્ટોને વેગ મળવાના આકર્ષણે સિમેન્ટ શેરોમાં મોટી તેજી આવી હતી. ગ્રાસીમ રૃા. ૧૪૮.૧૫ વધીને રૃા. ૨૪૮૯, અંબુજા સિમેન્ટસ રૃા. ૪.૪૦ વધીને રૃા. ૧૬૭.૮૦, એસીસી રૃા. ૩૦.૪૫ વધીને રૃા. ૧૨૧૮.૬૫, સેન્ચુરી ટેક્સટાઇલ રૃા. ૪.૩૦ વધીને રૃા. ૨૭૩.૫૫, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃા. ૨૨.૮૦ વધીને રૃા. ૧૪૪૮.૫૦, જય પ્રકાશ એસોસીયેટસ રૃા. ૨.૩૦ વધીને રૃા. ૬૯.૮૫ રહ્યા હતાં.
રિલાયન્સ કેપિટલ રૃા. ૧૪ વધ્યો ઃ નિપ્પોનને હોલ્ડિંગ વેચાણે અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં ફરી વિદેશી ફંડોની લેવાલીના આકર્ષણમાં રિલાયન્સ કેપિટલ તાજેતરમાં રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં ૨૬ ટકા હોલ્ડિંગ નિપ્પોનને વેચવાને સેબી, સિંગાપુરની મંજૂરી પાછળ આકર્ષણે રૃા. ૧૩.૭૦ વધીને રૃા. ૩૪૬.૨૫ હતો. રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૯.૯૫ વધીને રૃા. ૫૨૦.૬૫, રિલાયન્સ પાવર રૃા. ૨.૨૫ વધીને રૃા. ૯૮.૪૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૬૮.૧૫ રહ્યા હતાં.
લાર્સનમાં છેલ્લા કલાકમાં મોટી લેવાલી ઃ અલ્સ્ટોમ વધ્યો ઃ રીયાલ્ટી શેરોમાં પણ તેજી
રીયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરો ઘટવાની હૂંફે લેવાલી હતી. ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૨.૩૦ વધીને રૃા. ૫૬.૩૦, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૨.૪૦ વધીને રૃા. ૬૦.૪૦, ડીએલએફ રૃા. ૫.૩૦ વધીને રૃા. ૧૯૬.૮૦, એચડીઆઇએલ રૃા. ૧.૮૫ વધીને રૃા. ૭૪.૨૦ રહ્યા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ છેલ્લા કલાકમાં લાર્સનની આગેવાનીએ લેવાલી નીકળી હતી. લાર્સન રૃા. ૨૯.૪૦ વધીને રૃા. ૧૩૨૬.૩૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૧૧.૬૦ વધીને રૃા. ૩૫૬.૧૦, પુંજ લોઇડ રૃા. ૪૬.૮૦, ભેલ રૃા. ૧.૩૫ વધીને રૃા. ૨૧૮.૬૦, સિમેન્સ રૃા. ૪.૦૫ વધીને રૃા. ૬૯૭.૩૫ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૪૪.૮૨ પોઇન્ટની તેજીએ ૯૫૨૭.૩૪ રહ્યો હતો.
યુરોપમાં ઇસીબીના સ્ટીમ્યુલસ નિવેદને તેજી ઃ હેંગસેંગ ૪૨૬ પોઇન્ટ ઉછળ્યો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૮૫૬૯.૩૨, હોંગકોંગનો હેંગસેંગ ૪૨૫.૫૪ પોઇન્ટ ઉછળીને ૧૯૨૩૩.૯૪, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૧૦.૯૦ પોઇન્ટ વધીને ૨૩૦૬.૮૫, તાઇવાન વેઇટેજ ૮૦.૭૩ પોઇન્ટ વધીને ૭૧૫૫.૮૩ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં પણ ગ્રીસની ચૂંટણી પૂર્વે યુરોપીયન સેન્ટ્રલ બેંકે (ઇસીપી) બેંકોને જરૃરી ધિરાણ સવલત વધારવાની અને દેશોને સ્ટીમ્યુલસ પેકેજ આપવાની તૈયારી બતાવતા સાંજે ૧૫થી ૯૫ પોઇન્ટની તેજી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved