Last Update : 16-June-2012,Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૦૬-૨૦૧૨, શનિવાર
જેઠ વદ બારસ - આજે પ્રદોષવ્રત
વડનગર - સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ,શુભ, અમૃત,ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ., (સૂ) ૬ ક. ૪૬ મિ., (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૦ ક. ૪૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ભરણી સાંજના ૪ ક. ૦૦ મિ. સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - સંિહ, બુધ - મિથુન, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૧૦ ક. ૪૬ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ૠતુ, રા.દિ. જે. ૨૬
માસ-તિથિ-વાર ઃ જેઠ વદ બારસ ને શનિવાર.
- આજે પ્રદોષ વ્રત છે.
- વડનગર, સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૫ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૩ રોજ અર્દીબહેસ્ત.
હમકારો.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે શનિપ્રદોષના દિવસે નોકરી-ધંધાના કામમાં શાંતિ રાખવી. ઉશ્કેરાટ, ઉતાવળ, ગુસ્સો કરવો નહીં. મિત્રવર્ગથી ચંિતા-તકલીફ રહે.

 

વૃષભ ઃ મહેનતના પ્રમાણમાં જસ ઓછો મળે, કામ ઓછું થાય પરંતુ ધંધો-આવક થાય. નોકરીનું કામ થાય, ધર્મકાર્ય થાય.

 

મિથુન ઃ શનિ પ્રદોષની ભક્તિ-પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના- સંતાનના કામની ચંિતા હળવી થાય.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ક્ષણિક ધંધો, આવક થાય, કામ થાય. ધર્મકાર્યથી કામ ઉકેલાય.

 

સંિહ ઃ આજે શનિપ્રદોષનો દિવસ કાર્યસફળતા- પ્રગતિનો, હળવાશ, આનંદનો રહે. પરિવારના કામ અંગે ચર્ચા વિચારણા થાય.

 

કન્યા ઃ શનિવારની સપ્તાહની સમાપ્તિ ચંિતા-અશાંતિમાં પસાર થાય, ખર્ચ વધે, કામમાં રૂકાવટ રહે. શરીર-મન અસ્વસ્થ રહે.

 

તુલા ઃ શનિ પ્રદોષની ભક્તિ-પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા, આનંદ અનુભવો. કામકાજમાં પ્રગતિ જણાય. પરિવાર, મિત્રવર્ગથી આનંદ રહે.

 

વૃશ્વિક ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. સંતાનના કામ અંગે બહાર જવાનું થાય, ખર્ચ કરવો પડે. સીઝનલ ધંધો થાય.

 

ધન ઃ તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામકાજ કરી શકો. નોકરી-ધંધાના કામની ચંિતા હળવી થાય. ધંધો-આવક થાય.

 

મકર ઃ આજે શનિ પ્રદોષે ભક્તિ-પૂજાથી હળવાશ, રાહત રહે. હૃદય-મનની શાંતિ અનુભવાય. સગાસંબંધી-મિત્રવર્ગનું, પરિવારનું કામ થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાનું કામ અન્યના સહકારથી ઉકેલાતા ચંિતા-મુંઝવણ ઓછી થાય. પુત્ર-પૌત્રાદિકથી, પત્નીથી સાનુકૂળતા રહે.

 

મીન ઃ આજે શનિ પ્રદોષે ભક્તિ-પૂજાથી ચંિતા-વ્યથા-મુંઝવણમાં હળવાશ, રાહત અનુભવો. સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૬-૦૬-૨૦૧૨, શનિવાર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ પ્રારંભમાં રૂકાવટ-ચંિતા છતાં પ્રગતિનું રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આકસ્મિક ન ધારેલી સફળતા નોકરી-ધંધામાં થાય. તમારી આવક, સુખસંપત્તિમાં, યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

 

- આ વર્ષમાં માનસિક-શારીરિક સ્વસ્થતા, શાંતિ ધીમે ધીમે અનુભવતા જાવ. સ્ફૂર્તિ, તાજગી, આનંદ, ઉત્સાહ આવતો જાય.

 

- નોકરીમાં વર્ષાંતે સારી તક પ્રાપ્ત થાય. બઢતી, પ્રગતિ, માન-સન્માન, પગારમાં વધારો થાય. જેમને નોકરી ન હોય તેમને નોકરીની તક પ્રાપ્ત થાય.

 

- ધંધામાં વર્ષારંભે નાણાંકીય જોખમમાં વધારો કરવો નહીં. નુકસાન-બગાડના કારણે આવકની બચત જણાય નહીં. વર્ષનો ઉત્તરાર્ધ રાહતવાળો આવતો જાય. ધંધો-આવક થાય.

 

- સ્ત્રી વર્ગને વર્ષના મઘ્યભાગથી ઉત્તરાર્ધ સુધીનો સમય પતિ-સંતાન સુખની પ્રાપ્તિ-પ્રગતિનો રહેવાથી હતાશા-નિરાશા દૂર થાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવા માટેની સારી તક પ્રાપ્ત થાય પરંતુ વર્ષારંભે આરોગ્ય સાચવવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ કોલેજમાં સાથે ભણતી લીલીને પૂછ્‌યું, ‘તું શું પહેલી નજરના પ્રેમમાં માને છે ?’
‘એ બાબતમાં,’ લીલી બોલી, ‘મેં હજી કશું વિચાર્યું નથી.’
‘તો તારું કહેવું છે કે, લલ્લુ બોલ્યો, ‘મારે કાલે ફરી આવીને તને મળવું ?’

[Top]
 

આજ ની રેસીપી

ઝટપટ બનતી વાનગીઓ

ચણા ભટૂરે

 

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો ચાળેલો, ૨ ચમચી સોજી, ૧ ચમચી સોડા, ૧/૨ ચમચી મીઠું.

 

રીતઃ મેંદામાં મીઠું અને સોજી ભેળવીને સોડા નાખી લોટ બાંધો. કઢાઈમાં ઘી ગરમ કરી ભટૂરાં તળી લો. અગાઉથી તૈયાર કરેલાં ચણા સાથે સર્વ કરો.

 

નોંધઃ જો ચણા બાફેલાં હોય તો બે ચમચા ઘી ગરમ કરો. એમાં આદું, બે લીલાં મરચાં સમારીને નાખો. બે ચમચા ચણા મસાલો નાખી સાંતળો. તે તેમાં ચણા નાંખો. હવે મીઠું, લીંબુનો રસ અને એક કપ પાણી નાંખીને દસ મિનિટ ચઢવા દો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved