Last Update : 14-June-2012,Thursday

 

રાષ્ટ્રપતિપદની ગરિમા જાળવવી ક્રમશઃ દુષ્કર કાર્ય બનતું જાય છે
મોગલ ગાર્ડનની મહેંક વધશે કે ઘટશે?

 

- ૧૯૬૫થી ત્રણ દાયકા સુધી રાષ્ટ્રપતિપદની ગરિમાનું સતત અવમૂલ્યન થતું આવ્યું છે
- પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડો. રાજેન્દ્રપ્રસાદની વરણી થઈ ત્યારે તેમને સર્વોચ્ચ પદ સ્વીકારવા મનાવવા પડ્યા હતા

 

આમ તો કાર્ટુનને હળવાશથી લેવા જેટલી સહજતા પણ આપણે ગુમાવી ચૂક્યા છીએ એવું મમતા બેનર્જીએ પોતાના કાર્ટુન અંગે તેમજ સાંસદોએ ૧૯૪૯માં દોરાયેલા બાબાસાહેબ આંબેડકરના કાર્ટુન અંગે દાખવેલા વલણથી સાબિત કરી દીઘું છે. પરંતુ ગત પખવાડિયે એક પ્રસિદ્ધ હિન્દી સામયિકમાં છપાયેલું કાર્ટુન મજેદાર હતું. રાષ્ટ્રપતિભવનના વિખ્યાત થાંભલાઓ પર લટકતા એક પાટિયા ઉપર લખ્યું હતું, ‘રાષ્ટ્રપતિ જોઈએ છે, વયમર્યાદા ૩૫ વર્ષ (૭૫થી વઘુ વય ધરાવતા વૃદ્ધોને પ્રથમ પસંદગી, કામનો પ્રકારઃ દેહાંતદંડ પામેલા ગુનેગારોની માફીઅરજી તેમજ એ સિવાય સરકાર ધરે તે કાગળ પર સહી કરવાની, નકશામાં શોઘ્યા પણ ન જડે તેવા દેશોની મુલાકાતે સપરિવાર ફરવા જવાનું, માસિક પગારઃ રૂ. દોઢ લાખ’
કાર્ટુનનો વ્યંગ વ્યંગ ન રહેતાં નક્કર વાસ્તવિકતા લાગે તો એ લોકશાહીની બલિહારી છે. આ વંચાઈ રહ્યું હશે ત્યારે રાષ્ટ્રપતિપદના યુપીએના ઉમેદવારનું નામ જાહેર થઈ ચૂક્યું હશે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે ઉમેદવારના નામ નક્કી કરવા અંગે અને નક્કી થયેલા નામને સમર્થન આપવા અંગે થઈ શકે તે તમામ પ્રકારની તડજોડ પૂરબહારમાં ચાલી રહી છે. રેસમાં મોખરે જણાતા હાલના નાણાપ્રધાન પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકેના સર્વોચ્ચપદ પરથી લાંબી રાજકીય કારકિર્દીને અલવિદા કરવાનું જાહેર કરી ચૂક્યા છે પરંતુ મોગલ ગાર્ડન ભણીની તેમની આગેકૂચમાં તેમના જ પ્રાંતના મુખ્યમંત્રી મમતા બેનર્જી આડો પગ કરી રહ્યા છે.
સોનિયા ગાંધીએ એટલે જ પ્રણવદા’નું નામ પાછુ ખેંચવું પડે તો એ અંગત રીતે પોતાની પીછેહઠ ન દેખાય એ માટે એક તરફ મમતાને રિઝવવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે અને બીજી તરફ પ્રણવના મજબૂત વિકલ્પ તરીકે પી.એ. સંગ્મા, લોકસભાના અઘ્યક્ષ મીરાકુમાર તેમજ ઉપરાષ્ટ્રપતિપદે બિરાજતા હમિદ અન્સારીને પ્રમોશન આપવા સહિતના નામો લટકતા રાખ્યા છે. સંગ્મા ભૂતકાળમાં સોનિયાના વિદેશીપણાને વખોડીને કોંગ્રેસથી નોંખો ચોકો માંડી ચૂક્યા છે અને પછી પસ્તાઈને માફી પણ માંગી ચૂક્યા છે. એ સંજોગોમાં સોનિયા તેમને કેટલાં માફ કરે છે એ જોવાનું રહેશે. મીરાકુમાર એ રાષ્ટ્રપતિપદે સળંગ બીજા મહિલા બને તે જોતાં તેમની શક્યતા પણ ઓછી જણાય છે. હમિદ અન્સારીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે હજુ કોઈ એવી આગવી ઓળખના સંકેત આપ્યા નથી. આમ છતાં મુસ્લિમ હોવાનું વજન તેમના નામને વિકલ્પોના ટેબલ પર જકડી રહ્યું છે.
કોઈપણ નામ પસંદ થાય, ઉપર જણાવેલા કાર્ટુનનો વ્યંગ તો યથાવત જ રહેવાનો. દેશના આ સર્વોચ્ચ પદની ગરિમા આઝાદીના પ્રથમ બે દાયકા સુધી જળવાઈ હતી. પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડો. રાજેન્દ્રપ્રસાદની વરણી થઈ ત્યારે તેમને આ સર્વોચ્ચ પદ સ્વીકારવા રિતસર મનાવવા પડ્યા હતા. એ પછી ડો. રાધાકૃષ્ણન પણ આંતરરાષ્ટ્રીય પ્રતિભા ધરાવતા સન્માનનીય વ્યક્તિ હતા. ડો. ઝાકિર હુસૈને પણ આ પદને શોભાવ્યું હતું પરંતુ ઈન્દિરા ગાંધીનો રાજકીય સિતારો બુલંદ બન્યા પછી તેમણે બંધારણિય વડા તરીકેના રાષ્ટ્રપતિના પદને પણ રાજકારણનો અખાડો બનાવી દીઘું હતું. પોતાના જ પસંદ કરેલા ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને બદલીને તેમણે વિપક્ષોના ઉમેદવાર વી. વી. ગીરીને સમર્થન જાહેર કરી દીઘું અને વિપક્ષોને મ્હાત આપવા પોતાના જ ઉમેદવારને હરાવ્યા. એ પછી રાષ્ટ્રપતિ બનનાર નેતાઓએ પણ ઈન્દિરાના રબ્બર સ્ટેમ્પ તરીકેની નવી ઓળખ મેળવી હતી. ફખરુદ્દિન અલી અહેમદને તો મધરાતે ઊઠાડીને કટોકટીના ઠરાવ પર તેમની સહી લેવામાં આવી હતી. ઝૈલસંિઘ અને કંઈક અંશે કે. આર. નારાયણ સુધી રબ્બર સ્ટેમ્પ તરીકેની આ ઓળખ જારી રહી હતી.
વચ્ચેના ગાળામાં ડો. શંકરદયાલ શર્મા અને એપીજે અબ્દુલ કલામ એ બંને એવા રાષ્ટ્રપતિ મળ્યા જેમણે પોતાની વિદ્વતા અને હોદ્દાની ગરિમા બંને તદ્દન નિસ્પૃહ ભાવે સાચવી જાણ્યા હતા. કમનસીબે એવું વિધાન હાલ નિવૃત્ત થતા રાષ્ટ્રપતિના કાર્યકાળ માટે થઈ શકે તેમ નથી.
જનલોકપાલ મુદ્દે દેશભરની જનતાની લાગણી ઘ્યાન પર લેવાથી માંડીને અફઝલ ગુરુ અને અજમલ કસાબ જેવા આતંકીઓના મુદ્દે વલણ પ્રકટ કરવાના મામલે પ્રતિભા પાટિલનો કાર્યકાળ ખરડાયેલો રહ્યો. પુત્રના વ્યવસાયના લાભાર્થે તેમણે મેક્સિકોનો પ્રવાસ કર્યો હોવાના આક્ષેપો પણ ખાસ્સો સમય ચર્ચામાં રહ્યા અને આટલું ઓછું હોય તેમ નિવૃત્તિ પછી પૂણે ખાતે પાણીના ભાવે જમીન અને બંગ્લો સ્વીકારવાનો મુદ્દો પણ ખાસ્સો ચગ્યા પછી તેમણે એ બંગલો સ્વીકારવાનો ઈનકાર કરવો પડ્યો. આ દરેક બાબતો જોતાં રાષ્ટ્રપતિપદે જે કોઈ વ્યક્તિ આવે તેના માટે આ સર્વોચ્ચ પદની ગરિમા અને પોતાના પૂર્વસૂરિઓના કાર્યકાળમાંથી ધડો લેવો અનિવાર્ય બનશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 

 

 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved