Last Update : 14-June-2012,Thursday

 
આપણા દેશ ભારતને ચારે બાજુથી ઘેરવાની ચીનની દાનત
- હિન્દ મહાસાગરના એક ટાપુ સીસીલી ઉપર ચીન નૌકાદળનું મથક ઉભું કરી રહ્યું છે
- ચીનની મેલી, સ્વાર્થી, દગાખોર અને વિસ્તારવાદી નીતિ

ચીન જેવો કપટી, દગાખોર અને જૂઠા બોલો દેશ દુનિયામાં બીજો એકેય નહીં હોય. ફ્રાન્સના મહાન યોઘ્ધા નેપોલિયને બસો સવા બસો વર્ષ પહેલાં ચીન વિશે કહેલું કે, ‘‘આ દૈત્ય સૂતેલો રહે એમાં જ વિશ્વનું ભલું છે. કારણ કે એ જ્યારે જાગીને ઉઠશે ત્યારે બીજા દેશો માટે ભયંકર સંકટ ઉત્પન્ન કરશે.’’ આજે નેપોલિયનની એ આર્ષદ્રષ્ટિ સાચી પુરવાર થઈ રહી છે. આજનું ચીન દુનિયાના ભારત સહિત ઘણા દેશોને ભીંસમાં લેવાના પેંતરા કરી રહ્યું છે અને દુનિયા ઉપર વર્ચસ્વ જમાવવા મહેનત કરી રહ્યું છે.
એમાં ચીનનું પહેલું નિશાન ભારત છે. આપણા દેશ ભારતને ચીન બહારથી અને અંદરથી ચારે બાજુથી ઘેરી રહ્યું છે. બહારથી પાકિસ્તાન, નેપાળ, બાંગલાદેશ, મ્યાંમાર, શ્રીલંકા વગેરે દેશોને પડખામાં લઈને ભારત વિરૂઘ્ધ વ્યૂહ ગોઠવી રહ્યું છે અને અંદરથી નકસલવાદીઓ, ડાબેરીઓ વગેરે જૂથો દ્વારા આપણો દેશ નબળો પડે એવા પેંતરા કરી રહ્યું છે.
ચીન આપણા દેશને ઘેરવા જેમ હિમાલયના પડખાનો ઉપયોગ કરી રહ્યું છે એમ હવે એણે હિન્દ મહાસાગર બાજુથી આપણા દેશને ઘેરવાનો વ્યૂહ કર્યો છે.
ચીને ૧૯૯૦ના દસકામાં એક રિપોર્ટ બહાર પાડીને પોતાની વ્યૂહરચના જાહેર કરેલી જેમાં જણાવેલું કે.. હિન્દ મહાસાગરના દેશો સાથે ચીને પોતાનું લશ્કરી રાજકારણ કામે લગાડવું જોઈએ. એ સાથે એવો પણ ઉલ્લેખ કરાયેલો કે, ‘‘નાના નાના દેશોના લશ્કર ઉપર મિત્રતાનો દાવ રમીને વિજય મેળવી શકાય છે. એ દેશોને આર્થિક સહાય કરીને તથા લશ્કરી સાધનો આપીને એ વિજય હાંસલ કરી શકાય છે. એ વખતે કોઈપણ પ્રકારનો લશ્કરી કે રાજકીય લાભ લેવાનું સરળ થઈ જશે.’’
૨૦ વર્ષ પહેલાં ચીને પોતાના ભાવિનો નકશો આ રીતે દોર્યો હતો અને આજે એ એ નકશા પ્રમાણે આગળ વધીને સફળતા મેળવી રહ્યું છે. આપણા દેશની દક્ષિણમાં શ્રીલંકાથી પણ નીચે નાનકડા ટાપુઓનો સમૂહ આવેલો છે. એને સેશેલ્સ અથવા શિસલ્સ એના અંગ્રેજી અક્ષરોના આધારે કહે છે. સિસીબી પણ કહેવાય છે. એ દેશ ૧૧૫ ટાપુઓનો સમુહ છે. વસતિ ૮૬,૫૨૫ છે. ખ્રિસ્તી ધર્મ પાળે છે. ભાષા અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્થાનિક ક્રિયોલ બોલાય છે. મુખ્ય ટાપુ માહે છે જેનું પાટનગર વિક્ટોરીયા છે. એનું ચલણ રૂપિયા કહેવાય છે. મડા ગાસ્કર દેશની નજદીક આવેલો આ ટાપુ દેશ ૧૯૭૬માં સ્વતંત્ર થયો પણ ૧૭૭૦ સુધી સાવ નિર્જન હતો. ત્યાં ફ્રેન્ચો પહેલાં પહોંચેલા અને ૧૮૧૪ સુધી એ મોરેશ્યસનો ભાગ ગણાતું. ૧૭૯૪માં અંગ્રેજોએ એની ઉપર વિજય મેળવ્યો. એને અંગ્રેજોએ ૧૯૦૮માં અલગ દેશ કર્યો. ત્યાં એક જ રાજકીય પક્ષ છે જે સત્તામાં છે.
અંગ્રેજોના કારણે ત્યાં ભારતીયોનો વસવાટ છે. ચીને ત્યાં પોતાના નૌકાદળને રાખવાની સગવડ કરી છે. એ માટે ચીને એવું બહાનું બતાવ્યું છે કે.... એના વહાણો ત્યાંથી પસાર થાય છે અને એને પુરવઠો પૂરો પાડવા માટે આ સગવડ મેળવી છે. એ વિસ્તારમાં લશ્કર લાવવાના ઈરાદાનો પણ એ ઈન્કાર કરે છે.
છતાં જો કે તાજેતરમાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (લશ્કર)ના ૪૦ સભ્યો (સેનાપતિઓ)નું એક જૂથ ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ લિયાંગ ગુઆંગલીના નેતૃત્વ નીચે આ ટાપુઓની મુલાકાતે જઈ આવ્યું. ત્યાં એ ત્રણ દિવસ રહેલું . એ દરમ્યાન ત્યાંની સરકાર સાથે એક કરાર ઉપર સહીસિક્કા પણ કર્યા. દરિયાઈ ડાકુઓ (પાયરસી)નો સામનો કરવા માટે એ ટાપુઓ પર ચીનના નૌકાદળનો એક કાફલો રાખવા માટેના એ કરાર હતા. ત્યાર પછી ચીને તે હેતુનું બહાનું બતાવીને બે લશ્કરી વિમાન પણ ત્યાં મોકલેલા.
આ અગાઉ થયેલા એક કરાર મુજબ ચીનના બે લશ્કરી જહાજ એ ટાપુઓ પર રાખેલા. એ ઉપરાંત ૨૦૧૦માં નૌકાદળની એક ‘તરતી’ હોસ્પિટલે ‘શાંતિ જહાજ’ના બહાના નીચે એ ટાપુઓ પર રોગીઓના ઈલાજ કરેલા.
સોમાલિયાના દરિયાઈ લૂંટારાઓને કાબુમાં રાખવા ‘એન્ટી પાયરસી’ લશ્કર રાખવું જરૂરી ખરું પણ એ માટે નિયમ એવો છે કે આંતર રાષ્ટ્રીય સામુહિક પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એમ કરવાના બદલે ચીને આંતરરાષ્ટ્રીય નિયમની પરવા કર્યા વિના જાતે જ જાતે જ ‘એન્ટી પાયરસી’ જહાજ ગોઠવી દીધા.
આ જ બતાવે છે કે, ચીનનો ઈરાદો હિન્દ મહાસાગરમાં પગ જમાવવાનો હતો. નૌકાદળનું એક મથક ત્યાં ખોલવાનો એની વિસ્તારવાદી દાનતના એક ભાગરૂપ છે.
આ સેશિલ્સ ટાપુઓ એશિયા અને આફ્રિકા વચ્ચે એવા વ્યુહાત્મક સ્થળે આવેલા છે કે અમેરિકાએ પણ ત્યાં લશ્કરી વિમાનોનું મથક ઊભું કરેલું છે.
ચીને ઓમાન અને યમન સાથે પણ આ પ્રકારના કરાર કર્યા છે. મ્યાંમાર અને થાઈલેન્ડ સાથે પણ ‘એન્ટી પાયરસી’ માટે નૌકાદળના જહાજો એ દેશોમાં રાખવાના ચીને કરાર કર્યા છે. (ચીનની લુચ્ચાઈ સમજવા જેવી છે.)
હમણાં સેશીલ્સની સરકારના વિદેશ પ્રધાન જીન પોલ આદમે ચીનને લશ્કરી સહાય માટે આમંત્રણ આપેલું. ચીનનો ઈરાદો નાનકડા ટાપુઓના દેશને ગળી જવાનો છે એટલે એણે આ ટાપુઓની આર્થિક મોજણી પણ કરેલી. લશ્કરી સહકાર અંગે બન્ને દેશોએ ૨૦૦૪માં કરાર કરેલા એ મુજબ રિશેલ્સના ૫૦ જેટલા સૈનિકોને તાલીમ લેવા ચીન મોકલેલા.
ચીનની દાનત માલદીવ અને મોરેશ્યસને પણ ગળી જવાની છે એટલે એ આ જાતના કરાર એ દેશો સાથે કરવાની મહેનત કરી રહ્યું છે. ચીને પાકિસ્તાનને તો પોતાનું ગુલામ જેવું બનાવી દીઘું જ છે. એના ગ્વાદર બંદરનો ચીને પોતાના ઉપયોગ માટે કબજો લઈ લીધો છે.
આમ ચીનનો ઈરાદો આપણને ભારતને ચારેબાજુથી બધી રીતે ઘેરવાનો છે. માનોને ઘેરી જ લીધો છે. બીજી રીતે ચીન હંિદ મહાસાગરને પોતાના વર્ચસ્વમાં રાખવાનો વ્યૂહ કરી રહ્યું છે.
આપણા દેશ માટે આ સ્થિતિ ઘણી જોખમી છે. હંિદ મહાસાગરમાં ચીનના વધી રહેલા પગલાંથી જાપાન વિયેટનામ જેવા દેશો સાવધ થઈ ગયા છે.
ચીનની દક્ષિણે જે સમુદ્ર આવેલો છે એને ચીન સાગર કહે છે. એ ચીન સાગરના કાંઠે વિયેતનામ છે. એ વિયેતનામ દેશે પોતાની હદમાંના સાગરમાં પેટ્રોલનું સંશોધન કરવા ભારત સાથે કોન્ટ્રાક્ટ કરેલો તો ચીને ભારતને એ સાગરમાં સંશોધન કરવા બાબત ચેતવણી આપેલી.
ચીન એ પૂરા સાગરને પોતાની માલિકીનો સમુદ્ર હોવાનું વર્તન કરી રહ્યો છે. જો કે વિયેતનામ મક્કમ છે એટલે ભારતે પણ મક્કમ વલણ અપનાવવું પડયું છે.
એ ચીન સાગરમાં તેલના (પેટ્રોલના) સમૃઘ્ધ ભંડાર છે. ત્યાં અમેરિકાના નૌકાદળની હાજરી પણ છે જેથી ચીન નારાજ છે પણ શું કરે? અમેરિકાને એણે વિયેતનામથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે.
જ્યારે અમેરિકાએ વિયેતનામ અને ફીલીપીન્સ દેશોના લશ્કર સાથે લશ્કરી તાલિમ લીધેલી ત્યારે ચીન ભડકી ઉઠ્યું હતું. એ ચીન સાગર ઉપર ચીન દાવો કરે છે એમ બીજા દેશો પણ દાવો કરે છે.
એ ચીન સાગર ઉપર પોતાનું વર્ચસ્વ રાખવા ચીન યુઘ્ધ કરવા પણ તૈયાર છે. ચીનના રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓએ તાજેતરમાં જ પોતાના નૌકાદળને લડવા માટે તૈયાર કરવાનો હુકમ આપ્યો છે. ચીન વિયેટનામને પોતાનો કટ્ટર શત્રુ માને છે અને જપાનને એ વારંવાર આંખો દેખાડે છે. તેમજ એ નથી ઈચ્છતો કે એ વિસ્તારમાં ભારત કે અમેરિકાના પગ હોય.
ચીન પોતાની લશ્કરી તૈયારીઓ ઉપર હમણાં હમણાંથી ઘ્યાન આપી રહ્યું છે. એટલે આપણી સરકારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. ચીન સાગર વિશે એણે ચેતવણી ઉચ્ચારેલી કે ચીન સાગરમાં એની રજા વિના કંઈપણ કામકાજ કોઈપણ કરશે તો એ એના સાર્વભૌમત્વ ઉપર તરાપ મારવા જેવું ગણાશે.
આપણી ભાજપની હોય કે કોંગ્રેસની હોય પણ બધી સરકારોની નબળાઈ એ છે કે આપણે આવી ધમકી ચેતવણી સામે નમતું જોખીએ છીએ.
આપણી સરકારો સાવધાન, સતર્ક રહેવાની જાહેરાત તો કરે છે પણ કશું પછી કરી શકતી નથી.
આપણે આપણી જમીનને એક એક ઇંચ કરીને ગુમાવતા રહ્યા છીએ અને પછી આપણી સરકારો ચાર પાંચ લીંટીનો વિરોધપત્ર મોકલીને સંતોષ માને ચે.
આપણા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ચીનની મુલાકાતે ગયા હોય ત્યારે એમના સ્વાગતમાં ગમે તેટલી લાલ ચાદર પાથરી હોય અથવા ભારતનું પ્રતિનિધિ મંડળ બેજીંગ ગયેલું ત્યારે ‘‘મેરા નામ ચિન ચિન ચુ રાત ચાંદની મૈં ઔર તૂ’’ ગાયન ચીનાઓના મોંએથી સાંભળીને મંત્રમુગ્ધ થયું હોય... પણ એની દાનત ચોખ્ખી નથી એ આપણે સમજી લેવું પડે.
ચીન અને પાકિસ્તાન એક છે એ હવે કોઈનાથી છૂપું નથી. સંરક્ષણ અંગેના યુરોપના નિષ્ણાત એન્ડ્ર્‌યુ સ્મોલે કેટલાક વખત પહેલાં ‘વોશંિગ્ટન કાર્ટલી’માં લેખ લખીને જણાવેલું કે ‘ચીન કાશ્મીરી આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે. ચીને પાકિસ્તાનની અણુ તાકાત વધારવામાં પૂરી મદદ કરી છે અને સતત કરી રહ્યું છે.’
પાકિસ્તાનમાંના આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસુદ અજહરને અમેરિકાએ અને યુનોએ આતંકવાદી જાહેર કરેલો ત્યારે પણ ચીને એની ઉપર ઠંડુ પાણી રેડયું હતું. એ પછી પાકિસ્તાન ઉપર વિશ્વભરનું દબાણ થયું ત્યારે પણ ચીન ચૂપ રહેલું.
એ ઉપરાંત ચીનની સરકારી કંપની નોરિકો નામની જે છે એ પાકિસ્તાનના આતંકવાદીઓને એકે-૫૬ અને ૭૬ ગ્રેનેડ પણ પહોંચાડે છે.
આમ ચીન આપણને ચારે બાજુથી ઘેરી રહ્યું છે.
- ગુણવંત છો. શાહ

બહુ કે’વાય!
કચ્છના રણમાં ફ્‌લેમીંગો
ફોટામાં જણાય છે એ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ફ્‌લેમીંગો નામના પક્ષીઓ છેક સાઈબિરીયામાં રણમાંથી ઉડતા ઉડતા કચ્છના રાપર ગામથી ધોળાવીરા જતા રણ પ્રદેશમાં ઉતરી આવ્યા છે. પહેલાં આ પક્ષીઓ નળ સરોવરના વિસ્તારમાં પણ આવતા અને હમણાં થલતેજ પાસેના થોળના તળાવના વિસ્તારમાં પણ ઉતરી આવે છે.
આ પક્ષીઓ જ્યાં પાણી હોય પછી જમીન હોય, પછી ફરી પાણી હોય, પછી ફરી જમીન હોય એવા વિસ્તારમાં ઇંડા મૂકતા હોય છે. એ રીતે એ સલામત સ્થળ શોધે છે.
આવા અદ્‌ભુત પક્ષીઓ ગુજરાતના આંગણે આવતા હોવા છતાં આપણી સરકાર એની સલામતીની ખેવના નથી કરતી જેથી વીજળીના ખુલ્લા તાર સાથે અથડાઈને એ જીવ ગુમાવે છે જેનો ફોટો બાજુમાં આપ્યો છે.

 

તમારો ડોક્ટર તમારું રસોડું
સ્વાસ્થ્ય વર્ધક ગાજરની ચટણી
આપણા ભોજનમાં ચટણીનો સમાવેશ હોય તો ખાવાની અલગ જ મજા હોય છે. જેમની પાચનશક્તિ નબળી હોય એમને માટે તો એ એક ઉત્તમ ખોરાક છે.
એ હિસાબે ગાજરની ચટણીની એક જૂદી જ ખૂબ છે. એ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. ગાજર એસીડીટીને દૂર કરે છે અને પેટના કીડાઓને મારે છે. બાકી આંખોનું તેજ તો વધારે જ છે.
ગાજરની ચટણી ગાજર, કોથમીર, ટમાટા, મીઠું, મરચું ભેગા કરીને અથવા ગાજર, લસણ, ટમાટા, કાંદા વગેરે ભેગા કરીને અથવા કોઈપણ ત્રણ ચાર વસ્તુ જેમાં ગાજર મુખ્ય હોય એને ભેગા કરીને ચટણી બનાવી શકાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved