Last Update : 14-June-2012,Thursday

 

હવે ૫વન વગર ફરશે પવનચક્કી

એન્જિનિયરીંગ કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસનું અનોખું ઈનોવેશન

એલ.જે. ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ દ્વારા અનોખા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યાં છે. નિરવ પ્રજાપતિ, પ્રિતેશ પટેલ અને ગાઇડ પ્રો. મિલન પંડ્યા દ્વારા પવન વગર મેગ્નેટિક ફોર્સ દ્વારા વર્ક કરતી પવનચક્કી તૈયાર કરી છે. ‘પ્રોટોટાઇપ મોડેલ ઓફ ડિસ્કટાઇપ જનરેટર વિન્ડ મિલ’ પવન વિના ૨૪ કલાક ફરી વિદ્યુત ઉત્પન્ન કરી શકે તેવી પવનચક્કી વિકસાવી છે. જે વિસ્તારમાં વઘુ પવન ફૂંકાતો હોય તેવા ક્ષેત્રોમાં પવનચક્કીઓ ગોઠવવામાં આવતી હોય છે. પરંતુ હવે આ નવી મોર્ડન પવનચક્કી ઓછા પવનવાળા વિસ્તારોમાં પણ કાર્યરત રહી શકે તેવી છે. આ પવનચક્કીના પંખાની પાછળ નોર્થ-સાઉથ મેગ્નેટ ડિસ્ક ગોઠવવામાં આવી છે. આ નોર્થ-સાઉથ ચૂંબક પંખાને કન્ટીન્યુ ફરતો રાખે છે. માત્ર એકવાર પવન ફૂંકાય ત્યારે જ પંખાને ગતિની જરૂર રહે છે.
જ્યારે મિકેનિક વિભાગના તુફેલ નુરાની, કાઝી મુસદ્દીકે ગાઇડ રવિકુમાર એ.વીના અન્ડર હેઠળ લેસર કટંિગ મશીન વિકસાવવામાં આવ્યું છે. આજે ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટીલ, લોખંડ, આરસપહાણ વગેરે પર જે રીતે કટંિગ થાય છે તેમાં ટુલ્સનો ઉપયોગ થાય છે. આજે લેસર ટેકનિક દ્વારા જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં કટંિગ મશીનો લગાવવામાં આવ્યાં છે. તે વિદેશથી માંગવવામાં આવે છે, પરંતુ તુફેલ અને મુસદ્દીકે ‘પોર્ટેબલ સીઓ ટુ ગેસ લેસર’ મશીન વિકસાવવામાં આવ્યું છે. જે માઇક્રો લેવલ સુધીનું કટંિગ કરી શકે છે. તેને એકવાર કોડંિગ કરીને ચાલુ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આપોઆપ મશીન કટંિગ કરવાનું શરૂ કરી દે છે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ લો-કોસ્ટે એનર્જી ઉત્પન્ન કરતા ઇનોવેશન છે.
એલ.જે.ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિ. એન્ડ ટેકનોલોજીના ડિરેકટર પ્રો. સુરેશ ભટ્ટ કહે છે કે ‘આજે એન્વાયરમેન્ટના પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે ત્યારે લો-કોસ્ટે તૈયાર થતાં અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇનોવેશનનું મહત્વ વઘ્યું છે.’ આજે પાવર પ્લાન્ટમાં વપરાતાં વોટર કુલીન ટાવર ખૂબ ખર્ચાળ અને વઘુ જગ્યા રોકતા હોય છે. આજે મોટાભાગના પાવર પ્લાન્ટમાં ‘ઇન્ડયુસ્ડ ડ્રાફ્‌ટ કુલિન ટાવર’નો વઘુ ઉપયોગ થતો હોય છે. બજારમાં ત્રણ પ્રકારના કુલિન ટાવર ઉપલબ્ધ છે. નેચરલ ડ્રાફ્‌ટ કુલિન ટાવર, ફોર્સ ડ્રાફ્‌ટ કુલિન ટાવર અને ઇન્ડયુસ્ડ ડ્રાફ્‌ટ કુલિન ટાવર... નેચરલ ડ્રાફ્‌ટ કુલિન ટાવર જેટલાં ઉંચા હોય તેટલું વોટરને વઘુ કુલિન કરે છે. પરંતુ ઇન્ડયુસ્ડ ડ્રાફ્‌ટ કુલિન ટાવરમાં રિસર્ચ કરીને મિકેનિક વિભાગના સ્મિત સોમાણી, સંકેત શાહ, વિશાલ દેવાણી, પિયુષ દેવાણીએ ગાઇડ પ્રો.આઇ.એસ.પટેલ અને પ્રો.ડી.સી.સોલંકીના માર્ગદર્શન હેઠળ ઓછું ખર્ચાળ અને મોર્ડન ટેકનિકનો કુલિન પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેને ૠતુ પરિવર્તન પ્રમાણે વિવિધ તાપમાન પ્રમાણે ચેન્જ કરી તેની સ્પીડને રેગ્યુલેટ કરી શકાય છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved