Last Update : 14-June-2012,Thursday

 
દિલ્હીની વાત
 

મોગલ ગાર્ડનના આકરાં ચઢાણ
નવી દિલ્હી, તા.૧૩
સમય આવ્યે ઘા કરવો અને સમય આવ્યે અગાઉ ખાધેલા ઘાનો બદલો પણ વાળી લેવો એ રાજકારણનો સહજ ક્રમ છે અને એવો અનુકૂળ સમય પારખવો એ અઠંગ રાજકારણી હોવાની નિશાની છે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી આજકાલ રાજકારણમાં ઘણાં માટે હિસાબ સરભર કરવાની મૌસમ લાવી છે. યુપીએના ઉમેદવાર તરીકે નાણામંત્રી પ્રણવ મુખર્જીનું નામ વહેતું થયા પછી નામ મૂકવા માટે, સમર્થન આપવા માટે અને નામ કાપવા માટે ય ઘણાં જૂના હિસાબો ચૂકતે થઈ રહ્યા છે. પ્રણવબાબુ માટે રાષ્ટ્રપતિભવન સુધી પહોંચવું એટલું આસાન નથી રહ્યું. એ માટે તેમણે પોતે અને કોંગ્રેસે પણ ઘણી તડજોડ કરવી પડે તેમ છે.
સૌથી પહેલાં તો પ્રણવે તેમના પોતાના જ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેના કેટલાંક જૂના વિખવાદો ભૂલવા પડયા છે. તપન ગુહા, સમર સેન અને ભૂવનેશ ચૌધરી જેવા મમતાના ગાઢ સાથીદારો સાથેની જૂની દુશ્મની વિસરીને દોસ્તીનો હાથ લંબાવવો પડયો છે. હવે સોનિયાએ મમતાને મનાવવા બંગાળ માટેના બેઈલઆઉટ પેકેજ સહિતની માંગણીઓ સ્વીકારવાની ય ખાતરી આપી દીધી છે. મમતા માંડ બંગાળ ગૌરવના નામે ઢીલા પડયા છે ત્યાં સમાજવાદી પાર્ટીના મુલાયમે કઠોર વલણ અપનાવ્યું છે. યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવારને સમર્થન આપવાના બદલામાં મુલાયમે કેન્દ્રિય પ્રધાનમંડળમાં જગ્યા પણ બનાવી લીધી હોવાનું કહેવાય છે.
ધારો કે પ્રણવ મુખર્જીના નામ માટે સર્વસંમતિ સધાઈ જાય તો પણ કોંગ્રેસ માટે બીજું સરદર્દ દાદાની જગ્યા ભરવાનું રહેશે. પ્રણવના પ્રમોશન પછી નાણામંત્રી અને લોકસભામાં નેતૃત્વ એ બંને મુદ્દે કોંગ્રેસે બીજા ઉમેદવારો શોધવા પડશે. એ સંજોગોમાં કોઈ એક જ વ્યક્તિ આ બંને જવાબદારી સુપેરે બજાવી જાણે એ હાલના સંજોગોમાં શક્ય જણાતું નથી. હાલ દાદાની જગ્યાએ લોકસભામાં નેતા તરીકે શહેરી વિકાસમંત્રી કમલનાથ અને ઉર્જામંત્રી સુશિલકુમાર શિંદેના નામ મોખરે જણાય છે.
પંચ અને બેંક વચ્ચેની સ્પર્ધા
નાણામંત્રી તરીકે પ્રણવદા'ની જગ્યા લઈ શકે તેવા નામોમાં, સરકારના સૂત્રો અનુસાર આયોજનપંચના ઉપાધ્યક્ષ મોટેકસિંહ આહલુવાલિયાનું નામ પહેલેથી જ હવામાં છે પરંતુ યુપીએના જ કેટલાંક ઘટક પક્ષો ગરીબી રેખા અંગે તેમણે દાખવેલા જડ વલણનો વિરોધ કરે છે એ જોતાં હાલમાં ઉછળેલું સી. રંગરાજનનું નામ પણ હવે બળવત્તર બની રહ્યું છે. રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર તરીકે યશસ્વી કામગીરી બજાવી ચૂકેલા રંગરાજન હાલમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર તરીકે જોકે ખાસ છાપ ઊભી કરી શક્યા નથી. આ બે નામો સામે કોંગ્રેસની એક છાવણી પૂર્વ નાણામંત્રી અને હાલના ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ય જૂના ઘરે પરત લાવવા પ્રયત્નશીલ હોવાનું જણાય છે. ચિદમ્બર ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં ગેરરીતિના મામલે પણ કાનૂની સિકંજાથી માંડ બચી રહ્યા છે એ જોતાં તેમની પસંદગી થાય તેવી શક્યતા ઓછી જણાય છે. હાલ ઉછળતા દરેક નામો પોતપોતાની રીતે નકારાત્મક છાપ ધરાવે છે ત્યારે એટલું તો જરૃર કહી શકાય જે કોઈના માથે નાણામંત્રીનો મુગટ પહેરાવાશે એ દરેક માટે તેમની કામગીરી આકરાં ચઢાણવાળી બની રહેવાની છે.
મુલાયમ હવે મોદી માટે કઠોર સાબિત થશે?
ઉત્તરપ્રદેશ વિધાનસભા કબજે કર્યા પછી હવે કનૌજની બેઠક બિનહરિફ અંકે કરી ચૂકેલા મુલાયમ આજકાલ જબ્બર ફોર્મમાં છે. હવે તેમણે તદ્દન નોંખી દિશામાં નિશાન તાક્યું છે. વર્ષાંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે મુલાયમ હવે સમાજવાદી પક્ષના મૂળિયા ગુજરાતમાં મજબૂત બનાવીને કેટલીક બેઠકો વડે શ્રીગણેશ કરવાના મિજાજમાં જણાય છે. જોકે મુલાયમ ગુજરાતમાં પ્રવેશે એ અંગે હાલ પોતાને ફાયદો થવાની આશા ધરાવતી કોંગ્રેસનું વલણ કેટલું સાચું એ તો સમય જ કહી શકે. કારણ કે, કોંગ્રેસ અને સપા બંનેની પરંપરાગત વોટબેન્ક લગભગ સરખી છે ત્યારે સપાની હાજરી મોદી કરતાં ય કોંગ્રેસ માટે વધારે નુકસાનકારક નીવડી શકે. સિવાય કે, કોંગ્રેસ એનસીપીની માફક સપા સાથે પણ ચૂંટણી સમજુતી કરવામાં સફળ થાય.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved