Last Update : 14-June-2012,Thursday

 

ચિરંજીવીની પુત્રીના ઘરે કોંગ્રેસે આઇટીના દરોડા પડાવ્યા

આવું કરીને કોંગ્રેસે તેમને પેટા ચૂંટણી માટે નોટિસ ફટકારીઃ સુસ્મિતાના બેડરૃમમાંથી જપ્ત કરાયેલી ૩૯ કરોડની મત્તા એક કોયડો બની ગઈ

સિનેમાના પડદા પર ભ્રષ્ટાચાર સામે આગઝરતા સંવાદો બોલી દર્શકોની તાળીઓ મેળવવી અને ખરા અર્થમાં સ્વચ્છ પ્રામાણિક જીવન જીવવું એ બંને વચ્ચે ઘણો ફરક છે. તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીએ તાજેતરમાં એનો દાખલો પૂરો પાડયો છે. પોતાની ફિલ્મોમાં ભ્રષ્ટ નેતાઓને ખોખરાં કરનાર ચિરંજીવીની સગી દીકરી સુસ્મિતા (૩૩)ના ચેન્નઈ ખાતેના મકાનમાંથી ઇન્કમ ટેક્સ (આઇટી) ડિપાર્ટમેન્ટને રૃા. ૩૯.૬૬ કરોડની બિનહિસાબી માલમત્તા હાથ લાગી છે. આઇટીના દરોડામાં ૩૫ ખોખામાં ભરેલી રૃા. ૫૦૦ અને રૃા. ૧૦૦૦ની ૩૫ કરોડ રૃપિયાની કડકડતી નોટો, બીજી રૃા. ૬૬ લાખની છૂટક રકમ અને રૃા. ચાર કરોડની પ્રોમિસરી નોટ્સ હાથ લાગી હતી. એ બધા મળીને રૃા. ૩૯.૬૬ કરોડ થયા. આટલી મોટી રકમ ચિરંજીવીની પુત્રીના ઘરમાં આવી ક્યાંથી એ એક કોયડો બની રહ્યો છે.
એક વાત તો દીવા જેટલી સ્પષ્ટ છે કે આઇટીના દરોડા કે એનો સમય કોઈ અકસ્માત કે યોગાનુયોગ નહોતો. લોકસભાની એક અને વિધાનસભાની ૧૮ બેઠકો માટે ૧૨ જૂને પેટાચૂંટણી યોજાવાની છે. ચિરંજીવીએ પોતાની અઢી વરસ જૂની પ્રજા રાજ્યમ પાર્ટી (પીઆરપી)નું ફેબુ્રઆરી, ૨૦૧૧માં કોંગ્રેસ સાથે વિલીનીકરણ કરી નાખ્યું હોવા છતાં એક્ટર પક્ષ માટે એક નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) બની ગયા છે. કોંગ્રેસને પેટા ચૂંટણીમાં વાય. એસ. જગમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ સામે પોતાનો ધબડકો થવાનો ભય સતાવી રહ્યો છે. અને એટલે એ ચૂંટણી માટે ચિરંજીવીને સક્રિય બનાવવા એમના પર દબાણ લાવી રહી છે એવું આન્ધ્ર પ્રદેશના રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
આન્ધ્રના મુખ્ય પ્રધાન કિરણ કુમાર રેડ્ડીની એવી ઇચ્છા હતી કે ચિરંજીવી પોતાના ભાઈ અને લોકપ્રિય અભિનેતા પવન કલ્યાણને ખાસ કરીને તિરુપતિની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ વતી પ્રચાર કરવા કહે પરંતુ કલ્યાણે સાફ ઇન્કાર કરી દેતા જણાવ્યું હતું કે હું મારી આઝાદી જાળવવાનું વધુ પસંદ કરું છું. અત્રે યાદ અપાવવું ઘટે કે ૫૬ વરસના મેગા સ્ટાર ચિરંજીવીએ આ વરસે એપ્રિલમાં રાજ્યસભાના સભ્ય બનવા તિરુપતિ વિધાનસભાની સીટ પરથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસને ચિરંજીવી પાસેથી જે અપેક્ષાઓ હતી એ પૂરી કરવામાં તેઓ દેખીતી રીતે જ નિષ્ફળ ગયા છે. એમની રેલીઓમાં હવે લોકોના ટોળા ઉમટતા નથી. તેઓ કપૂ કોમના હોવા છતાં કોમે એમનાથી મોઢું ફેરવી લીધું છે. રાજ્યના ફળદ્રુપ તટવર્તી જિલ્લાઓ અને રાયલસીમામાં પ્રભુત્વ ધરાવતા કપૂઓ ચિરંજીવીથી એટલા માટે નારાજ છે કે તેઓ એમને રેડ્ડીઓ અને કમ્માઓની સમકક્ષ એક રાજકીય પક્ષ નથી આપી શક્યા. રેડ્ડીઓ મોટા ભાગે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જ્યારે કમ્માઓ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ને વફાદાર છે. હવે કપૂઓ વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપી તરફ ઢળતા જાય છે.
કપૂઓ ચિરંજીવીને એક એવા નિષ્ફળ નેતા તરીકે જુએ છે જે ૨૦૦૮માં પીઆરપીની સ્થાપના વખતે એમને બતાવેલા સપનાં પૂરા નથી કરી શક્યા. આન્ધ્રમાં વિધાનસભ્યો બન્યા બાદ ચિરંજીવી અને એમના પક્ષ પીઆરપીના ૧૮ વિધાનસભ્યો સાગમટે કોંગ્રેસમાં જોડાઈ ગયા. (પીઆરપીના માત્ર એક વિધાનસભ્ય કોંગ્રેસમાં નથી જોડાયા.) એનો એમને સારો મોં બદલો પણ મળ્યો. ચિરંજીવીને રાજ્ય સભાની સીટ મળી અને બે વિધાનસભ્યોને આન્ધ્રની કેબિનેટમાં પ્રધાનપદુ મળ્યું.
સુસ્મિતાના ઘરે આઇટીના દરોડા પડાવીને શું કોંગ્રેસ તેલુગુ સુપરસ્ટારને એવું યાદ દેવડાવવા માગતી હશે કે તમારે હવે કામે લાગી જવાનું છે? સુસ્મિતાના પતિ વિષ્ણુ પ્રસાદ (૩૩)એ આઇટી અધિકારીઓને કહ્યું હતું કે આ રોકડ મારી નથી, પરંતુ જે રીતે એમના બેડરૃમમાં એકદમ વ્યવસ્થિત રીતે આટલી મોટી રકમ રખાઈ હતી અને ચિરંજીવી ચેન્નઈ આવવાના હતા એ દિવસે જ કાળું નાણું પકડાયું એ એવું સૂચવે છે કે કોંગ્રેસે કાંડુ આમળવાની પોતાની જૂની નીતિ-રીતિનો આસરો લીધો છે.
ચિરંજીવી એક બહોળો અને સમૃદ્ધ પરિવાર ધરાવે છે. એમની પુત્રી સુસ્મિતાની એક વખત અભિનેતા ઉદય કિરણ સાથે સગાઈ થઈ હતી પણ ૨૦૦૬માં એ વિષ્ણુ પ્રસાદને પરણી હતી. પ્રસાદના પિતા એલવીઆર શિવપ્રસાદ ભારતમાં પામતેલની આયાતના પ્રણેતા ગણાય છે અને એમના પરિવારના રિયલ એસ્ટેટ સહિત ઘણાં બિઝનેસ છે.
'અમને મળેલી બાતમીના આધારે અમે ચેન્નઈના ગ્રેનાઇટ, રિયલ એસ્ટેટ, આલ્કોહલ અને ખાંડના બિઝનેસ સાથે જોડાયેલા એક ગુ્રપ સામે સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હાથ ધર્યું હતું,' એમ ઇન્કમ ટેક્સના તામિલનાડુ સર્કલના જોઇન્ટ ડાયરેક્ટર (ઇન્વેસ્ટિગેશન) સંજય વી. દેશમુખે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. 'અમને પહેલાં એમ જણાવાયું હતું કે આન્ધ્ર પ્રદેશના ચિત્રૂર જિલ્લાની એક સુગર ફેક્ટરીના વેચાણમાંથી મળેલી રકમનો આ એક ભાગ છે. સુગર ફેક્ટરી ચેન્નઈની એક ડિસ્ટલરીઝ કંપનીને વેચવામાં આવી હતી. પરંતુ કંપનીના માલિકોએ પોતે રોકડ રકમ ચૂકવી હોવાનો ઇન્કાર કર્યા બાદ અરવિંદ નંદગોપાલે એવો દાવો કર્યો હતો કે આ બિનહિસાબી નાણાં મારા છે, જે મારા સાળા વિષ્ણુ પ્રસાદના બેડરૃમમાં રખાયા હતા અને હું એનો ટેક્સ ચુકવવા તૈયાર છું,' એમ આઇટી ડિપાર્ટમેન્ટના એક વિશ્વસનીય સ્ત્રોતે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધીમાં એક જ વખતે પકડાયેલી આ કાળા નાણાંની બીજી સૌથી મોટી રકમ છે. સૌથી મોટી રૃા. ૪૫ કરોડની રકમ દિલ્હીમાં ૨૦૧૧માં પકડાઈ હતી.
આ પ્રકરણમાં ઘણાં પ્રશ્નો ઊભા થાય છે. સૌથી પહેલી વાત તો એ કે શું આ નાણાં નંદગોપાલ (૩૩)ના છે, જેઓ એક બિઝનેસમેન છે? બીજું, રાખવાને બદલે વિષ્ણુ પ્રસાદના બેડરૃમમાં રાખવાનું શા માટે પસંદ કર્યું? કે પછી આ રકમ સુગર ફેક્ટરીના વેચાણ દરમ્યાન ચુકવાયેલી જંગી રોકડનો એક ભાગ હતી? આઇટીના સત્તાવાળાઓ હવે નંદગોપાલ વિરુદ્ધ કેસ નોંધશે.
ચિરંજીવી રોકડ રકમ લઈને ફિલ્મો કરવા માટે જાણીતા છે. એમની આવી કુખ્યાતિએ રાજકારણમાં પણ એમનો પીછો નથી છોડયો. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓની તૈયારી રૃપે એમણે ૨૬ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ તિરુપતિમાં પીઆરપીની સ્થાપના કરી એના મહિનાઓ બાદ કેટલાક ટિકિટવાંચ્છુકોએ એવો આક્ષેપ કર્યો હતો કે અમે મસમોટી રકમ ચૂકવી હોવા છતાં અમને પીઆરપીની ટિકિટ નહોતી અપાઈ. કેટલાકે તો ચિરંજીવી અને એમના બનેવી નિર્માતા અલ્લુ અરવિંદ (૬૩) પર પક્ષની ટિકિટો વેચવાનો આરોપ મૂકી હૈદરાબાદમાં પાર્ટીના હેડક્વાર્ટરની બહાર અગ્નિસ્નાન કરવાની ધમકી પણ આપી હતી.
૧૨ જૂને પેટાચૂંટણી યોજાવાની જાહેરાત થઈ ત્યારથી કાળાં નાણાંની હેરફેર થવા લાગી છે. પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ અત્યાર સુધીમાં રૃા. ૭.૨૪ કરોડ જપ્ત કર્યા છે. ચિરંજીવી માટે કોઈ પણ હિસાબે તિરુપતિમાં ચૂંટણી જીતવી જરૃરી છે. મુખ્ય પ્રધાન કિરણકુમાર રેડ્ડી માટે પણ એ જરૃરી છે કારણ કે તિરુપતિ એમનો જિલ્લો છે.
કોંગ્રેસના વિરોધીઓને પક્ષને ચાબખા મારવાનું એક હાથવગુ સાધન મળી ગયું છે. 'ચિરંજીવીએ આ પ્રકરણની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની સ્વેચ્છાએ માગણી કરવી જોઈએ. અમારું માનવું છે કે કોંગ્રેસ સાથે પીઆરપીના વિલીનીકરણની આ રીતે એમને કિંમત ચુકવાઈ છે,' એમ વાયએસઆર કોંગ્રેસના પ્રવક્તા વસીરેડ્ડી પદ્મા કહે છે. અલબત્ત, સ્વાભાવિકપણે ચિરંજીવી આઇટીના દરોડાથી પોતાને અળગા રાખતા કહે છે, 'દરોડા સાથે મારે કોઈ સંબંધ નથી. હું રેગ્યુલર ટેક્સપેપર છું અને આ બાબતમાં શંકાતીત ખ્યાતિ ધરાવું છું. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊંચી ખ્યાતિ ધરાવતા ટેક્સ પેપર્સને અપાતા સમ્માન એવોર્ડની પણ મને નવાજેશ થઈ છે, એવો દાવો તેઓ કરે છે. આન્ધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બોત્સા સત્યનારાયણ સુપરસ્ટારની વાતમાં સૂર પુરાવતા કહે છે કે સુસ્મિતાના સાસરિયા શ્રીમંત છે અને બહોળુ બિઝનેસ ગુ્રપ ધરાવે છે.
આ બધા વચ્ચે કોઈએ ચિરંજીવીને એ વાતની યાદ અપાવવાની જરૃર છે કે ફિલ્મોની જેમ રાજકારણમાં કાયમ 'ખાધું પીધું ને રાજ કર્યું' જેવો સુખદ અંત નથી હોતો.

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved