Last Update : 14-June-2012,Thursday

 

સરકાર તરફથી ગ્રીન સિગ્નલ ન મળતાં બોર્ડ અવઢવમાં
પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ

પાકિસ્તાનના ખેલાડીઓ આઇપીએલ અંગે અનિશ્ચિત

નવી દિલ્હી,તા.૧૩
પાકિસ્તાનની ટ્વેન્ટી-૨૦ની ડોમેસ્ટીક ચેમ્પિયન ટીમ સિયાલકોટને ચેમ્પિયન્સ લીગમાં ભાગ લેવાનું આમંત્રણ આપીને ભારતીય બોર્ડે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો ફરી સામાન્ય બનશે તેવો સંકેત આપ્યો છે.
જો કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ અંગે બોર્ડને સરકારની મંજુરી મળી નથી. જેના કારણે તેઓ આ અંગે કોઇ કોમેન્ટ કરી શકે તેમ નથી. આ ઉપરાંત પાકિસ્તાનના ખેલાડીઓના આઇપીએલમાં રમવા અંગે પણ હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
વિશ્વભરના ચાહકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણી અંગે હજુ કોઇ કોમેન્ટ કરવામાં આવી નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત ભારત સાથેના સંબંધો પુનઃ શરૃ કરવા પર ભાર મુકતું રહ્યું છે. તેઓએ તેમના ખેલાડીઓને આઇપીએલમાં રમાડવા માટેની પણ દરખાસ્ત મુકી છે. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડ આ અંગે કોઇ જવાબ આપી શકે તેવી સ્થિતીમાં નથી.
બોર્ડને હજુ પણ પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધોના મામલે સરકાર તરફથી કોઇ ચોક્કસ સૂચના મળી નથી. સરકારના ઉચ્ચ સત્તાધીશોને પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો ફરી શરૃ કરવામાં ઉતાવળ કરવાની જરૃર લાગતી નથી. ભારતીય ક્રિકેટનો કાર્યક્રમ તો આગામી માર્ચ સુધી અત્યંત વ્યસ્ત છે પણ બોર્ડ પાકિસ્તાન સામે એક શ્રેણી આયોજીત કરવા ઇચ્છે છે. જો કે સરકાર તેને મંજુરી આપે તો તેઓ આગળ વધી શકે.
બીસીસીઆઇના અધિકારીઓ પાકિસ્તાન અંગે સ્પષ્ટ માહિતી મેળવવા માટે ફરી વખત સરકાર સમક્ષ રજુઆત કરશે તેમ મનાય છે. બોર્ડના ઉચ્ચ અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાનના ખેલાડીઓને ભારતમાં રમવાની છુટ આપવામાં આવે પછી જ તેઓ પાકિસ્તાનની ટીમના આગમન અંગે કોઇ જાહેરાત કરશે.
બોર્ડ તેની રીતે તૈયારી કરી રહ્યું છે પણ પાકિસ્તાનની ટીમ ક્યારે ભારત આવશે તે અત્યારે કહી શકાય તેમ નથી. જ્યારે કોઇ વિદેશી ટીમ ભારત પ્રવાસે આવે છે ત્યારે તે અંગે બોર્ડ હોમ મિનિસ્ટ્રીની મંજુરી લેતું હોય છે પણ પાકિસ્તાનના મામલે તેઓ આ પ્રોટોકોલને અનુસરી તેમ નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved