Last Update : 14-June-2012,Thursday

 
 

IPL દરમ્યાન અન્ય દેશો તેમની શ્રેણી યોજી શકશે
ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

બીજા બોર્ડ તેમની પ્રિમિયર લીગ યોજીને અલગ 'વિન્ડો'ની માંગણી કરી શકે ઃ લોર્ગટે

આઇપીએલ માટે તમામ બોર્ડને સદભાવના ઃ સધરલેન્ડ


મેલબોર્ન, તા. ૧૩
આઈસીસીના ચીફ એકઝીકયુટિવ હારૃન લોર્ગટે ભારતીય ક્રિકેટ બોર્ડના ક્રિકેટ વિશ્વમાં પ્રભુત્વની પરવા કર્યા વગર તેમનો નિર્ણય જણાવ્યો હતો કે ૨૦૧૩ ની આગામી આઈપીએલની સિઝનને નજરમાં રાખીને અમે કોઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી નહીં રાખીએ તેવું નહીં બને.
આઈપીએલના તમામ ટીમોના ખેલાડીઓ ભાગ લઇ શકે તે જોવાની અમારી જવાબદારી નથી. જો બે બોર્ડ તે દરમ્યાન કોઇ શ્રેણી યોજશે તો અમે તેઓને મંજૂરી આપીશું.
આ વખતે પણ આઈપીએલની શરૃની કે આખરી મેચો કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ તેમના દેશ માટેની શ્રેણી રમવાની હોઇ ગુમાવી હતી.
આવતા વર્ષે ૨૦૧૩માં આઈપીએલ રમાશે ત્યારે ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડતી હશે અને તે દરમ્યાન જ પ્રતિષ્ઠિત એશિઝ રમવા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડના પ્રવાસે હશે. અન્ય ક્રિકેટ પણ રહેવાનું જ. આમ આગામી આઈપીએલમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ રમી નહીં શકે.
લોર્ગટે કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ ખૂબજ આકર્ષક અને આંતરરાષ્ટ્રીય બની ચૂકી હોઇ દર વર્ષે એપ્રિલ-મે કોઇ પણ બે દેશો શ્રેણી ના યોજતી હોય તે રીતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (કેલેન્ડર) કાર્યક્રમો બનાવવા જોઈએ તેવી અમને વિનંતી છેલ્લા બે વર્ષથી કરી છે પણ અમે તેનો સ્વીકાર નથી કર્યો.
લોર્ગટે આ માટેનું કારણ આપતા જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આઈપીએલ વિશ્વના ક્રિકેટરોને રમવી ગમે તેવા ગજાની પ્રિમિયર લીગ છે પણ આવી જ લીગ શ્રીલંકા- સાઉથ આફ્રિકા, વિન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ પણ નિયમિત યોજવા માટે તૈયાર છે. બધા જો તેમની અલાયદી તારીખોની 'વીન્ડો' માંગે તો વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ રમી જ ના શકાય.
આઇસીસી ટેસ્ટ, વન ડે ક્રિકેટ રમાડવા માટે જ કટિબદ્ધ રહેશે. આઇસીસી જો કે જે તે ટીમના ખેલાડીઓને ટેસ્ટ કે વનડે શ્રેણી રમવા ફરજ નહીં પાડી શકે કેમ કે તે પ્રશ્ન જે તે ક્રિકેટ બોર્ડનો છે.
લોર્ગટે એમ પણ કહ્યું કે માની લો કે આઈપીએલ અને ચેમ્પિયન્સ લીગને અમે 'વિન્ડો' આપીએ તો ઓસ્ટ્રેલિયામાં રમાતી 'બિગ બેશ' ના આયોજકો પણ આવી 'વિન્ડો' માંગે. પછી અન્ય બોર્ડની અલાયદી માંગણી શરૃ થાય. અમે કોઇ પણ બોર્ડ પ્રત્યે વધુ લગાવ કે ભેદ ના રાખી શકીએ.
સમારંભમાં હાજર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એકઝીકયુટિવ સધરલેન્ડે કહ્યું હતું કે અમે આઈપીએલ પ્રત્યે કોઇ પૂર્વગ્રહ નથી રાખતા. જેઓ ટેસ્ટ કે વન ડે શ્રેણીમાં તે વખતે રમતા ના હોય તેઓને મુક્ત કરીએ છીએ. જે આઈપીએલ રમતા હોય તે ક્રિકેટરોને જુદી દ્વેષભરી નજરે નથી જોતા. અમારૃ વલણ સહકાર અને સદભાવભર્યું છે.
આમ તો તમામ ક્રિકેટ બોર્ડ આઈપીએલ એપ્રિલ-મેમાં રમાતી હોઈ તેમનો કાર્યક્રમ નહીં રાખવાનું મનમાં રાખે છે. બાકી એવો તો અભિગમ હોય જ કે આઈપીએલના પ્રારંભ કે અંતના તબક્કાની મેચો તેમના દેશના ખેલાડીઓ રમી શકે.
આઈપીએલ રમવા કોઇ ખેલાડી નિવૃત્ત થવા માંગતો હોય તો પણ જે તે બોર્ડને તેમાં કોઇ વાંધો નથી હોતો. જો કે આઈપીએલના આ વલણથી ભારતીય ક્રિકેટ બોર્ડના અહમને ઠેસ પહોંચી હશે કેમ કે ફ્રેન્ચાઇઝીઓ દ્વારા બોર્ડ પર 'વિન્ડો' લાવી આપવા દબાણ સર્જાય છે.
આ વખતે નિર્ણાયક મેચો વખતે જ વોટસન, પીટરસન, કલાર્ક, માઇકલ હસી જેવા ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. જે તે ટીમ અચાનક જ આવા ખેલાડીઓની ગેરહાજરીને કારણે બહાર રેસમાંથી ફેંકાઇ જાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved