Last Update : 14-June-2012,Thursday

 

નાગરિકોને જાસૂસ કહેવા વહેલું ગણાશે ઃ પોલીસ
હિમાચલ પ્રદેશમાંથી ૮ ચીની નાગરિકો ઝડપાયા

૩૦ લાખ રૃા. રોકડા અન્ય રાષ્ટ્રોના ચલણ અને મોબાઇલ ફોન જપ્ત

શિમલા, તા. ૧૩
હિમાચલપ્રદેશના મન્ડી જિલ્લાના ચૌન્ત્રા ગામમાં પોલીસે દરોડો પાડીને આઠ ચીની નાગરિકોની ધરપકડ કરી છે. તેમણે વીસાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને એક ઘર તેમજ આશ્રમમાં વસતા હતા તેઓ દલાઈ લામાને પણ જોખમી નીવડે તેવા ચીની જાસૂસ તો નથી ને તે મુદ્દો પણ ચકાસવામાં આવી રહ્યો છે.
દરોડો પાડનાર પોલીસે તે સ્થળેથી આશરે ૩૦ લાખ ભારતીય રૃપિયા, ૩૦૦૦ અમેરિકન ડોલર, અન્ય કેટલુંક રોકડ વિદેશી ચલણ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. તે મોબાઇલમાં ચાઇનીઝ સીમકાર્ડ હોવાની પોલીસને શંકા છે. જ્યારે દરોડામાં આંતરરાષ્ટ્રીય એટીએમ કાર્ડ પણ મળી આવ્યા હતા.
દરોડાની આ કાર્યવાહી કેન્દ્રીય ગુપ્તચર દળે આપેલી બાતમીના આધારે કરવામાં આવી હતી. મોડી રાત્રિ સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એસ. આર. મરાંડીએ જણાવ્યું હતું કે, પકડાયેલા ચીની નાગરિકો જાસૂસ છે તેવું કહેવું અત્યારે સમય પૂર્વેનું ગણાશે. ધરપકડ કરવામાં આવેલા ચીની નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી ેછે તેમની પૂછપરછ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ તારણ પર આવવું યોગ્ય મનાશે નહીં.
તાજેતરમાં તિબેટના આધ્યાત્મિક ગુરૃ દલાઈ લામા તેમજ અન્ય અધ્યાત્મિક ગુરૃ કરમાપા ઓઇજીન ત્રીનલે દોરજીના જીવ સામે ખતરો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. આ અહેવાલના અનુસંધાને હિમાચલ પ્રદેશમાં સતર્કતા વધારી દેવાઈ છે. આ ચકાસણી દરમિયાન આ શંકાસ્પદ ચીની નાગરિકો ઝડપાયા છે.
આ ચીની નાગરિકો ૧૫ ફૂટ ઉંચી કમ્પાઉન્ડ વોલ ધરાવતા આશ્રમ જેવા એક મકાનમાં રહેતા હતા તેમના કહેવા પ્રમાણે કેટલાક કડીયા તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ એ બાબતે પણ તપાસ ચલાવી રહી છે કે, ચૌન્ત્રા જેવા મહત્ત્વના ગામમાં આટલા ચીની નાગરિકો એક સાથે પ્રવેશીને રહેવાની વ્યવસ્થા કયા પ્રકારે ગોઠવી શક્યા ?
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved