Last Update : 14-June-2012,Thursday

 

ગ્રીસની ચૂંટણી પૂર્વે યુરો ઉંચકાયો
સોનામાં રૃ.૩૦૪૨૦ની નવી ટોચ દેખાઈ ઃ વિશ્વ બજારમાં ૩૦થી ૩૨ ડોલરનો ઉછાળો

સોનાના બિસ્કિટના ભાવ વધી રૃ.૩૫૧૫૦૦ બોલાયા

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૩
દેશના ઝવેરીબજારમાં તાજેતરમાં પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન રહ્યા પછી ફરીથી તેજીનું તોફાન શરૃ થતાં આજે સોનાના ભાવોમાં જૂનો રેકોર્ડ તૂટયો હતો અને નવો રેકોર્ડ સર્જાયો હતો. દિલ્હી ઝવેરી બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૨૭૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૦૨૨૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૪૨૦ બોલાતા નવી ટોચ દેખાઈ હતી. મુંબઈમાં સોનાના ભાવો આજે ૯૯.૫૦ના રૃ.૨૯૬૧૦ વાળા ઉછળી મોડી સાંજે રૃ.૩૦૦૦૦ બોલાયા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૭૪૦થી વધી છેલ્લે રૃ.૩૦૧૩૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશદીઠ આજે ૩૦થી ૩૨ ડોલર વધ્યાના સમાચારો હતા અને ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર થઈ હતી.
સ્પેન, ગ્રીસ, ઈટલી વિ.ને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા યુરોપીયન યુનિયન સક્રિય બનતાં તથા ગ્રીસમાં ટૂંકમાં થનારી ચૂંટણી પૂર્વે વિશ્વ બજારમાં આજે ડોલર સામે યુરો મજબૂત બનતાં તથા ડોલર ઘટતાં સોનામાં ફંડોની ખરીદી વધી હતી, વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૯૦થી ૧૫૯૧ ડોલરવાળા આજે ઉછળી ૧૬૨૨ થઈ છેલ્લે ૧૬૧૮થી ૧૬૧૮.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા જયારે ચાંદીના ભાવો ૨૮.૫૦થી ૨૮.૫૧ ડોલર વાળા વધી ૨૯.૦૦ થઈ છેલ્લે ૨૮.૮૮થી ૨૮.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે આજે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી સામે આવકો પણ ટાંચી રહેતાં ઝવેરી બજારોમાં વેચનારા ઓછા અને લેનારા વધુ રહ્યા હતા.
મુંબઈ સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૪૦૦૦ વધી રૃ.૩૫૧૫૦૦ બોલાઈ રહ્યા હતા, મુંબઈમાં ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૫૫૧૨૦ વાળા વધી રૃ.૫૫૭૦૦ આસપાસ છેલ્લે બોલાઈ રહ્યા હતા, વિશ્વ બજારમાં ડોલર ઘટયો હતો તેના પગલે મુંબઈમાં પણ આજે ડોલરના ભાવો રૃ.૫૫.૮૦થી ૫૫.૮૧ વાળા ઘટી છેલ્લે રૃ.૫૫.૬૮ આસપાસ રહ્યા હતા. દિવસ દરમિયાન નીચામાં ભાવો રૃ.૫૫.૫૫ સુધી ગયા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved