Last Update : 14-June-2012,Thursday

 

IITમાં પસંદ ૩૨૫ લઘુમતી ઉમેદવારોના ભાવિ પર પ્રશ્નાર્થ
લઘુમતીને અનામતના સબક્વોટાનો કેન્દ્ર સરકારનો નિર્ણય સુપ્રીમે ફગાવ્યો

ઓબીસીમાંથી લઘુમતીને ક્વોટાના લીધે ઓબીસીને અન્યાય ઃ લઘુમતીમાં બૌદ્ધો, પારસીઓને ગણ્યા જ નહીં

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૩
ઑબીસી ક્વોટામાંથી ૪.૫ ટકા અનામત બેઠકો લઘુમતીઓને ફાળવવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, ધર્મ આધારિત અનામત માટે બંધારણમાં કોઈ વૈધાનિક કાનૂન દ્વારા પણ પુષ્ટિ અપાઈ નથી તેથી તે થઈ શકે નહી.
્ત્રણ જ દિવસમાં બીજી વખત ચાલેલી સુનાવણી દરમિયાન પણ આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ સર્વ શ્રી કે. એચ. રાધાક્રિષ્નન અને જે. એસ. ખેહરે આ સાથે આંધ્રપ્રદેશ હાઇકોર્ટે આ અંગે આપેલા ચુકાદાને ટેકો આપ્યો હતો જેમાં ઓબીસીના ૨૭ ટકા ક્વોટામાંથી લઘુમતીઓને પણ અનામત બેઠકો કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓને ફાળવવા ઉપર 'સ્ટે' આપવામાં આવ્યો હતો. આ સાથે આઇઆઇટીમાં પ્રવેશ માટે જેમના નામો યાદીમાં મુકાઈ ગયા છે તેવા લઘુમતીઓના ૩૨૫ ઉમેદવારોના ભાવિ પણ અદ્ધરતાલ બની ગયા છે. જો કે તમિલનાડુ અને કેરળે તો ૨૭ ટકાના ઓબીસી ક્વોટામાંથી મુસ્લીમોને તો સબ ક્વોટા ફાળવી જ દીધો છે.
ભારત સરકાર વતી રજૂઆત કરનાર એડિશનલ સોલિસિટર જનરલ સૌરવ બેનરજીને સર્વોચ્ચ અદાલતે સીધો જ પ્રશ્ન પૂછયો હતો કે અમારી સમક્ષ માનવ સંશાધન મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આ સંબંધી દસ્તાવેજી પુરાવાઓ ઉપરથી શું તમો એવું વર્ગીકરણ કરી શકો તેમ છો કે ધર્મના આધારે અનામત આપી શકાય ?
આ બેન્ચે જે પીટીશનોને કે જેમની પીઆઇએલ ઉપરથી આ કેસનો પ્રારંભ થયો છે તેમને નોટિસો મોકલતા પૂર્વે જ સર્વોચ્ચ અદાલતે લઘુમતીઓ માટેના ૪.૫ ટકાના ક્વોટાને રદ જણાવી દીધો હતો. આ પીઆઇએલ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના આ પ્રકારના ચુકાદા સામે જ સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે સરકારને એ માટે પણ ઠપકો સંભળાવ્યો હતો કે, આ પ્રકારના નિર્ણય ઉપર આવતા પહેલા તેમણે શા માટે નેશનલ કમિશન ઓન માઇનોરિટીઝ (એનએચસીએમ) અને નેશનલ કમિટી ફોર બેકવર્ડ ક્લસીઝ (એનસીબીસી)ીની સલાહ લીધી ન હતી ? કોર્ટે તેમ પણ કહ્યું હતું કે, તમે (સરકારે) આ બંને વૈધાનિક સંસ્થાઓને એક તરફ મૂકી દીધી છે. સાથે એમ પણ પૂછ્યું હતું કે આથી ઓબીસી ઉપર અસર નહીં થાય ?
બેનર્જીએ જ્યારે કોર્ટને તેમ કહ્યું કે, (આંધ્રપ્રદેશ) હાઇકોર્ટ તેવા ખ્યાલમાં હતી કે આ સબ-ક્વોટા તો દરેક લઘુમતીઓને આવરી લે છે. ત્યારે સર્વોચ્ચ અદાલતે સામે કહ્યું હતું કે, તેનું કારણ એ લાગે છે કે, તે ઓફિસ મેમોરેન્ડમ (ઓ.એમ.)નું પ્રતિબિંબ પાડે છે.
આ તબક્કે બેનરજીને તેવી સ્પષ્ટતા કર્યા વિના છૂટકો જ રહ્યો હતો કે, આ સબક્વોટામાં બૌદ્ધો કે ઝોરોસ્ટ્રીઅનો (પારસીઓ) જેવી તમામ લઘુમતીઓને આવરી લેવામાં આવી નથી. તે તો, મુસ્લિમોના સૌથી નીચા સ્તરને કે ધર્માન્તર કરેલા ખ્રિસ્તીઓને જ આવરી લે છે.
એડિશનલ સોલિસિટર જનરલ ગૌરવ બેનરજીએ તેમની (કેન્દ્ર સરકારની) અરજી ઉપર વિચાર કરી હાઇકોર્ટે આપેલા 'સ્ટે'ને દૂર કરવાનું જણાવતા સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, સરકારે ૪.૫ ટકા ક્વોટા લઘુમતીઓને ફાળવતા પહેલાં ૧૯૯૦ના ઓફિશ્યલ મેમોરેન્ડમ જેને મંડલ પંચની ભલામણોના અમલ માટેના આધારરૃપે ગણવામાં આવ્યુ છે ૧૯૯૩ના એનએચસીબીના લિસ્ટ તથા સાચર સમિતિના અહેવાલનો પણ વિચાર કર્યો હતો.
આમ છતાં ગઈકાલે સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલી આ ૪.૫ ટકાના સબક્વોટા અંગેની અરજીનો અસ્વીકાર કરતા તા. ૧૧મી જૂનના હાઇકોર્ટના હુકમ ઉપર સ્ટે આપવાનો પણ સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો હતો. સાથે આવા જટિલ અને સંવેદનશીલ પ્રશ્ને સરકાર જે રીતે હાથ ધરી રહી છે તેની પણ કડક ટીકા કરી હતી. તથા સરકાર પોતે જ જ્યારે પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ ન કરી શકી હોય ત્યારે હાઇકોર્ટને દોષ આપવા માટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved