Last Update : 14-June-2012,Thursday

 

રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી દો ઃ સમાજવાદી પાર્ટી
મનમોહનસિંહને રાષ્ટ્રપતિ બનાવો મમતા-મુલાયમનો નવો દાવ

સોનિયાએ પ્રણવ, હમીદ અન્સારીના સૂચવેલાં નામો પર ચોકડી ઃ સર્વસંમતિ ઇચ્છતા પવાર

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૩
રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ તે સંબંધે રાજકીય ગતિવિધિઓ પણ તીવ્ર બની રહી છે. દેશના શાસક ગઠબંધનને સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન મમતા બેનર્જીના વલણનો છે તે સાથે તેઓ અન્ય સબળ પક્ષ સ.પા.ના ટેકા ઉપર પણ આધારિત છે. આ બંને પક્ષોનું વલણ સ્પષ્ટતઃ કોંગ્રેસથી જુદું પડતા કોંગ્રેસની મુંઝવણ ઓર વધી છે. આ સાથે રાજકીય સમીરણો પણ બદલાવા સંભવ છે.
તે સ્પષ્ટ છે કે, કોંગ્રેસની પહેલી પસંદગી પ્રણવ મુખરજી છે તો બીજી પસંદગી ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી છે. તો મુલાયમસિંહે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલકલામ, સોમનાથ ચેટરજી અને વડાપ્રધાન મનમોહનસિંહનું પણ નામ સૂચવી રાજકીય ક્ષેત્રે નવા જ વમળો સર્જી દીધા છે. તો મુલાયમનો પક્ષ સમાજવાદી પાર્ટીના આઝમ ખાને તો ત્યાં સુધી કહ્યું છે કે, મનમોહનને રાષ્ટ્રપતિ બનાવી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી દો.
તે સર્વવિદિત છે કે મમતા અને મુલાયમ નજીક આવી ગયા છે. તો ભાજપે હજી પોતાના પાના છાતીસરસા રાખ્યા છે. વળી દીદી (મમતા) ભલે જાહેર ન કરે પરંતુ પ્રણવદા સામેનો તેનો વિરોધ તો સર્વવિદિત છે. જ્યારે મુલાયસિંહે આજે મમતા સાથેની મંત્રણા પછી પત્રકારોને કહ્યું હતું કે, રાષ્ટ્રના આ સર્વોચ્ચ પદ માટે તેવી જ વ્યક્તિ હોવી જોઈએ કે જે પ્રમાણિકતાથી કામ કરે અને બંધારણના પણ જાણકાર હોય આમ આડકતરી રીતે તેમણે મનમોહનનું નામ સૂચવી જ દીધું છે પરંતુ કોંગ્રેસની મુંઝવણ એ છે કે જો તે તેમ કરે તો પક્ષને મનમોહનમાં વિશ્વાસ (વડાપ્રધાન તરીકેનો) નથી રહ્યો તે સ્પષ્ટ થઈ જાય બીજી તરફ હજી સુધી પ્રણવ મુખજીનું નામ વહેતું રાખ્યા પછી અને એનસીપી તથા ડીએમકે જેવા સાથી પક્ષોની સંમતિ પણ તે માટે લઈ લીધા પછી હવે પાછું કેમ હઠવું તે પ્રાણપ્રશ્ન કોંગ્રેસ માટે બની રહ્યો છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તૃણમૂલ નેતા મમતા બેનર્જીને જણાવ્યું હતું કે, તેમના પક્ષની પહેલી પસંદગી તો રાષ્ટ્રના આ સર્વોચ્ચ પદ માટે પ્રણવ મુખર્જી છે, જ્યારે બીજી પસંદગી ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બેનર્જી ગઈકાલે સ.પા.ના નેતા મુલાયમસિંહને પણ મળ્યા હતા. આજની સોનિયા ગાંધી સાથેની મંત્રણાઓ પછી તેમણે બીજી વખત મુલાયમસિંહની મુલાકાત લીધી હતી. તે વખતે આશ્ચર્યજનક રીતે મુલાયમસિંહે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ અને લોકસભાના પૂર્વઅધ્યક્ષ સોમનાથ ચેટર્જીના નામ રજૂ કર્યા હતા. સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે, જો આ બેમાંથી કોઈ પણ નામ ઉપર સર્વસંમતિ સધાશે તો તેને સમાજવાદી પક્ષ સ્વીકાર્ય ગણશે.
આમ સમગ્ર પરિસ્થિતિમાં નાટકીય પલટો આવતા હવે કોંગ્રેસ દ્વિધામાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસને તેના ઉમેદવાને વિજયી બનાવવા માટે ટીએમસી અને સ.પા. બંનેની જરૃર છે જ. બીજી તરફ યુપીએમાં રહેલા કોંગ્રેસના સાથી પક્ષો ડીએમકે, એનસીપી ને આરએળડીએ તો પ્રણવના નામને ટેકો જાહેર કરી જ દીધો છે પરંતુ વડાપ્રધાન મનમોહનસિંહનું નામ દર્શાવી મમતા અને મુલાયમે કોંગ્રેસેને ભારે મુંઝવણમાં મૂકી દીધો છે કારણ કે તેથી તેઓમાં હવે વિશ્વાસ રહ્યો નથી તેવું સ્પષ્ટ બની જશે.
જ્યારે ભાજપે જણાવ્યું હતું કે, જે ત્રણ નામ સ.પા.- ટી.એમ.સી. દ્વારા વહેતા મુકાયા છે તેમાંથી કોંગ્રેસ કોને પસંદ કરે છે તે પછી જ ભાજપ તેના ઉમેદવાર જાહેર કરશે.
આમ પરિસ્થિતિમાં આવેલા અચાનક વળાંકને લીધે તેની અસર માત્ર રાષ્ટ્રપતિપદની ચૂંટણી ઉપર જ નહીં પરંતુ દેશના સમગ્ર રાજકીય સમીકરણો ઉપર પડવા સંભવ છે તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે.
સોનિયા ગાંધી સાથેની મુલાકાત પછી પણ મમતા બેનર્જીએ માત્ર તેટલું જ કહ્યું હતં કે, મારે સોનિયાજી સાથે સવિસ્તર મંત્રણાઓ થઈ હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અન્ય ત્રણ- ચાર પક્ષો સાથે મંત્રણાઓ કરી યુપીએના ઉમેદવારની જાહેરાત કરશે. જો કે, તેમણે તેમ પણ કહ્યું હતું કે, તેમની પહેલી પસંદગી પ્રણવ મુખરજી છે, બીજી પસંદગી હમીદ અન્સારી છે.
સોનિયા ગાંધીને મમતા મળવા ગયા તે પૂર્વે પત્રકારોએ પશ્ચિમ બંગાળને તેના દેવાના વ્યાજની મુક્તિ માટે કેન્દ્ર પાસે ત્રણ વર્ષની મહેતલ રાહત સંબંધે પ્રશ્નો પૂછતા તેમણે સ્પષ્ટતઃ જણાવ્યું હતુ કે, 'ના, ના ના તેને અને રાષ્ટ્રપતિપદની ચૂંટણીને કોઈ સંબંધ નથી. આ બંને મુદ્દાઓ જ તદ્દન અલગ છે.'
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved