Last Update : 14-June-2012,Thursday

 

ગુજરાતમાં વરસાદ તોફાની:17નાં મોત

-વાંકાનેર:જમીન ૩૦ ફૂટ નીચે બેસી ગઇ

 


-સૌરાષ્ટ્રમાં ૧૦નાં મોત

અમદાવાદ, તા.૧૩
ચોમાસાના આરંભના દિવસોએ સમગ્ર ગુજરાતમાં આજે સારા વરસાદથી ખુશીનું મોજુ સર્જાયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થયાના અહેવાલ છે. ગુજરાતમાં વીજળી પડવાના જુદા - જુદા બનાવોમાં ૧૭ વ્યક્તિના મોત થતા કરૃણતા પણ સર્જાઈ છે. તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકાના ગામોમાં બપોર બાદ આવેલા ભયાનક ચક્રવાતમાં અનેક વૃક્ષો તૂટી પડયા હતા. સુરત-તાપી જિલ્લામા વીજળઈ પડતાં જુદા જુદા ગામે ચાર જણાના મોત થયા હતા. ડાંગ જિલ્લામાં બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાતે વરસાદ પડયો હતો. વઘઇમાં બરફના કરા સાથે વરસાદ પડતાં લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. કચ્છમાં સવારથી સખત ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણ પલટાતા અષાઢી બીજ પહેલા વરસાદી માહોલ જામ્યો હતો. સૌરાષ્ટ્રમાં ચોમાસાના આરંભના દિવસોએ આજે એક તરફ સારા વરસાદથી ખુશીનું મોજુ સર્જાયું છે. તો બીજી તરફ વીજળી પડવાના જુદા - જુદા બનાવોમાં દસ વ્યક્તિના મોત થતા કરૃણતા પણ સર્જાઈ છે. વાંકાનેર પંથકમાં વીજળીના કડાકાથી એક તરૃણનું હૈયુ બેસી ગયું હતું. મધ્ય ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધીમે - ધીમે ચોમાસું બેસી રહ્યું છે. તોફાની પવન સાથે વરસાદ વરસવાનો સીલસીલો આજે પણ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદમાં જુદી જુદી ઘટનાઓમાં ત્રણના મોત થયા હતા.
આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં તોફાની વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકાએ ગ્રામ્ય વિસ્તારોમાં જીવલેણ દુર્ઘટના સર્જી હતી. જેમાં જામકંડોરણા તાલુકામાં શ્રમિક પતિ - પત્ની ગેલાભાઈ હીરાભાઈ અને જયાબેન ગેલાભાઈના ચાવંડી ગામની સીમમાં વીજળી પડવાથી એકસાથે મોત થયા હતાં. કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકીયા વીજળી પડતા ગોકલભાઈ કથીરીયા અને લક્ષ્મીબેન તેજાભાઈનો વીજળીએ ભોગ લીધો છે. લોધિકા પંથકમા મેટોડા પાસે ખીરસરાના યુવકનું વીજળી પડતા મોત થયા બાદ નજીકના બાલસરમાં જડીબેન થોભણભાઈ ઉપર પણ વીજળી પડતા તેણે જીવ ગૂમાવ્યો હતો. ઉપલેટા તાલુકામાં જશમતભાઈ દેસાઈ અને ઉપલેટાના વાડલા ફાટક નજીક બળદેવ ગોબરભાઈના વીજળી પડતા મોત નિપજયા હતાં.
સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ અર્ધાથી અઢી ઈંચ વરસાદ થયો હતો.
રાજકોટ શહેરમાં આજે બપોરે ૩ વાગ્યાથી મવડી, નવા રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. શહેરમાં અર્ધાથી પોણો ઈંચ વરસાદમાં પણ અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતાં. રાજકોટ જિલ્લામાં વાંકાનેરમાં ત્રણ, જામકંડોરણા અને ઉપલેટામાં દોઢ - દોઢ ઈંચ કોટડા સાંગાણી, લોધિકામાં એક ઈચ વરસાદ થયો હતો.
દ.ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકાના ગામોમાં બપોર બાદ આવેલા ભયાનક ચક્રવાતમાં અનેક વૃક્ષો તૂટતા ચતારેય તરફના રસ્તાઓ બંધ થવા સાતે તબાહી મચાવી હતી. ચક્રવાત બાદ સતત એક કલાક સુધી વરસાદ પડયો હતો. ચક્રવાતમાં અનેક ગામોમાં ઘરના છાપરા ઉડતા વ્યાપક નુકસાન થયું છે. મહાકાય વૃક્ષો વીજલાઇન પર પડતા વીજપ્રવાહ પણ સંપૂર્ણ બંધ થતાં અંધારપટ છવાયો હતો.
તાપી જિલ્લામાં સતત બે દિવસથી ઝંઝાવતી ચક્રવાતની સાથે વરસાદ થઇ રહ્યો છે. ગતરોજ વાલોડ તાલુકાના અંબાચ અને વેડછી ગામમાં મકાનોના છાપરા ઉડી ગયા હતા અને ઠેર ઠેર વૃક્ષો પડયા હતાં. ખેતીપાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. દરમિયાન આજે બુધવારે સવારથી ઉકળાટભર્યા માહોલમાં બપોરે ૩ વાગ્યાના સુમારે તાપી જિલ્લાના વ્યારા તથા વાલોડ તાલુકાના ગામોમાં ઝંઝાવતી ચક્રવાત ફુંકાયો હતો. વ્યારા તાલુકાના બામણામાર, બેડચીત, ડોલવણ, ઘાણી સહિત અનેક ગામોમાં ઘરોના છાપરા ઉઢી ગયા હતા. રસ્તા તથા ખેતરાડી વિસ્તારમાં અનેક મહાકાય વૃક્ષો પડાય હતા. વ્યારાથી ઉનાઇ તરફ જતા રોડ પર પડેલા વૃક્ષોથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઇ ગયો હતો.
સુરત-તાપી જિલ્લામા પલસાણા તાલુકાના ધામડોદ ગામની સીમમાં વરસાદ શરૃ થતાં આંબાવાડીમાં આંબાના ઝાડનીચે ઉભેલા યુવાન અને તરૃણપર વીજળી પડતા બંનેના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે વાલોડના બેડકુવા ગામ અને વાંસદા તાલુકાના ખાટાંઆંબા ગામે વીજળી પડવાના બે બનાવમાં બે મહિલાના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિ દાઝી ગઇ હતી.
ઘટના સ્થળેથી સ્થાનીય સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આજે બુધવારે બપોરે ૩ વાગ્યા પછી આકાશમાં ઘસી આવેલા કાળા ભમ્મર વાદળો સાથે સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૃ થયો હતો. આકાશમાં વાદળોના ગળગળાટ અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૃ થયો હતો. પલસાણા તાલુકાના ધામડોદ ગામની સીમમાં અંબુભાઇ ડાહ્યાભાઇ પટેલની આંબાના વૃક્ષોની વાડી છે. જે ગંગાધરા ગામે રહેતા રહીમભાઇ મુલતાનીએ આંબાવાડીની કેરી વેચાણ રાખેલી હતી. રહીમભાઇ મુલતાનીનો પુત્ર ઇમ્તીયાઝ (ઉ.વ.૧૩) આજે બુધવારે આંબાવાડી સાચવવા માટે અંબુભાઇ પટેલની વાડીમાં ગયો હતો. જ્યાં ૩ વાગે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતા ઇમ્તીયાઝ આંબાના ઝાડ નીચે ઉભો હતો. અને તે જ સમયે સાયકલ પર પસાર થતા રમેશ સોમાભાઇ રાઠોડ (ઉ.વ.૩૬ રહે-વીઝોડીયા તા.પલસાણા) પણ ઇમ્તીયાઝની સાથે આંબાના ઝાડ નીચે વરસાદથી બચવા ઉભા રહ્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved