Last Update : 14-June-2012,Thursday

 

'રેટિંગ એજન્સી S & P'નો ભૂતકાળનો રેકર્ડ પૂઅર છે'
વૈશ્વિક કટોકટીમાં ભારત-ચીન જ પ્રગતિ કરી રહ્યા છે ઃ ચિદમ્બરમ્

એનડીએ સમયમાં પેટ્રોલ-બેરલ ૨૦ ડોલરમાં મળતું હતું તે આજે ૧૧૦ ડોલરમાં મળે છે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, બુધવાર
કેન્દ્રના ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે ક્રેડિટ રેટિંગ એજન્સી-સ્ટાન્ટર્ડ એન્ડ પુઅર્સ દ્વારા વિદેશી મૂડીરોકાણ મેળવવાના સંદર્ભમાં ભારતીય અર્થતંત્રનું ગ્રેડ રેટિંગ ઘટવા અંગે વ્યક્ત થયેલી સંભાવનાને ધરાર નકારી કાઢી આ એજન્સીની હાંસી ઉડાડતાં જણાવ્યું છે કે, આ ક્રેડિટ રેટિંગ એજન્સી જરા પણ ભરોસાપાત્ર નથી, ભૂતકાળમાં આ એજન્સીના 'પુઅર રેકર્ડ'થી બધા પરિચિત છે એટલે આવી એજન્સીના શબ્દો આખરી જજમેન્ટ તરીકે લેવાવા ના જોઈએ. હા, ભારત વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં મોટી મુશ્કેલીઓમાંથી જરૃર પસાર થઈ રહ્યું છે, પણ એનો મતલબ એ નથી કે આર્થિક મોરચે ભારતનું પરફોર્મન્સ કંગાળ છે, વાસ્તવામાં ભારતનું અર્થતંત્ર સંકુચિત નથી, પણ વિકાસમાન છે અને વિશ્વમાં ચીન અને ભારત જ એવાં અર્થતંત્રો છે, જે વિકાસ કરી રહ્યાં છે.
યુપીએ સરકારની કામગીરી મીડિયા મારફત લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અંબિકા સોની તથા કેન્દ્રીય ન્યાય અને કાયદા પ્રધાન સલમાન ખુરશીદ સાથે બુધવારે અમદાવાદ આવેલા ચિદમ્બરમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુપીએ-૧માં ૨૦૦૫થી ૨૦૦૮ વચ્ચે દેશનો સરેરાશ વિકાસ દર ૮.૯ ટકા રહ્યો અને બાકીના બે વર્ષમાં આર્થિક કટોકટીને લીધે વિકાસ દર ઘટીને ૬.૭ ટકા થયો, પણ યુપીએ-૨ના પહેલા બે વર્ષમાં ૮.૪ ટકાના દરે વિકાસ થયા પછી ત્રીજું ૨૦૧૧-૧૨નું વર્ષ યુરોઝોનમાં વ્યાપેલી મંદી, ઊંચો ફુગાવો તથા પેટ્રોલિયમ ચીજોમાં વૈશ્વિક સ્તરે વધેલા ભાવો જેવા પરિબળોને કારણે અનેક મુસીબતોવાળું રહ્યું, જેને લઈને એમાં વિકાસનો દર ઘટીને ૬.૫ ટકા થયો છે, આમ છતાં ૧૯૯૧ અને ૧૯૯૭માં જેવા પડકારો ઝીલ્યાં છે એની તુલનામાં અત્યારના પડકારો તો કંઈ નથી, એટલે એ મુસીબતના સમયમાં જેમ ભારત ઊંચો વિકાસ દર જાળવી રાખ્યો હોય તેમ આ વખતે પણ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને ઊંચા વિકાસ દરના માર્ગ ઉપર આપણે જઈશું એવી આશા રાખીએ.
ભારતમાં ફુગાવાનો ઊંચો દર અને જીવનજરૃરી ચીજોમાં ભાવવધારાની પરિસ્થિતિ અંગે નિખાલસ કબુલાત કરતા ચિદમ્બરમે કહ્યું કે, વધતો જતો ફુગાવો અને ભાવવધારો એ કમનસીબ અને ગંભીર બાબત છે. કોઈપણ શાસક રાજકીય સરકારને ભાવવધારો કરવો ગમે જ નહીં, પણ પેટ્રોલિયમ ચીજોને લાગે વળગે છે ત્યાં સુધી તેમાં આવેલો ભાવવધારો આન્તરરાષ્ટ્રીય પરિબળોને આભારી છે. એનડીએ સરકાર વખતે પેટ્રોલના બેરલનો એવરેજ ભાવ ૨૦ ડોલર હતો, જે વધારેમાં વધારે ૩૨ ડોલર સુધી પહોંચ્યો હતો. જ્યારે યુપીએ-૧માં પેટ્રોલના બેરલનો સરેરાશ ભાવ ૮૦ ડોલર હતો, જે એક તબક્કે ૧૪૭ ડોલર સુધી ઊછળી અત્યારે ૧૧૦ ડોલરે પહોંચ્યો છે, એટલે પેટ્રોલ-ડીઝલના ભાવો મનફાવે તે રીતે યુપીએ સરકાર ફિક્ત કરતી નથી, એમ કહી ચિદમ્બરમે સારા વરસાદ પછી ભાવવધારો અને ફુગાવો નિયંત્રણમાં આવશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved