Last Update : 14-June-2012,Thursday

 

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત

વરસાદથી બચવા વૃક્ષ નીચે ઉભેલા ૧૩ વર્ષના ઇમ્તીયાઝ અને રમેશને મોત મળ્યુંઃ વાલોડ અને વાંસદામાં બે મહિલાના મોત, બેને ઇજા

બારડોલી, બુધવાર
સુરત-તાપી જિલ્લામા પલસાણા તાલુકાના ધામડોદ ગામની સીમમાં વરસાદ શરૃ થતાં આંબાવાડીમાં આંબાના ઝાડનીચે ઉભેલા યુવાન અને તરૃણપર વીજળી પડતા બંનેના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે વાલોડના બેડકુવા ગામ અને વાંસદા તાલુકાના ખાટાંઆંબા ગામે વીજળી પડવાના બે બનાવમાં બે મહિલાના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિ દાઝી ગઇ હતી.
ઘટના સ્થળેથી સ્થાનીય સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આજે બુધવારે બપોરે ૩ વાગ્યા પછી આકાશમાં ઘસી આવેલા કાળા ભમ્મર વાદળો સાથે સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૃ થયો હતો. આકાશમાં વાદળોના ગળગળાટ અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૃ થયો હતો. પલસાણા તાલુકાના ધામડોદ ગામની સીમમાં અંબુભાઇ ડાહ્યાભાઇ પટેલની આંબાના વૃક્ષોની વાડી છે. જે ગંગાધરા ગામે રહેતા રહીમભાઇ મુલતાનીએ આંબાવાડીની કેરી વેચાણ રાખેલી હતી. રહીમભાઇ મુલતાનીનો પુત્ર ઇમ્તીયાઝ (ઉ.વ.૧૩) આજે બુધવારે આંબાવાડી સાચવવા માટે અંબુભાઇ પટેલની વાડીમાં ગયો હતો. જ્યાં ૩ વાગે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતા ઇમ્તીયાઝ આંબાના ઝાડ નીચે ઉભો હતો. અને તે જ સમયે સાયકલ પર પસાર થતા રમેશ સોમાભાઇ રાઠોડ (ઉ.વ.૩૬ રહે-વીઝોડીયા તા.પલસાણા) પણ ઇમ્તીયાઝની સાથે આંબાના ઝાડ નીચે વરસાદથી બચવા ઉભા રહ્યા હતા.
દરમિયાન કડાકાભડાકા સાથે વીજળી આંબાના વૃક્ષો પર પડતા ઇમ્તીયાઝ મુલતાની અને રમેશ રાઠોડ પર વીજળી પડકા ઝાડકા સાથે સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવ અંગે પલસાણા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે વાલોડ તાલુકામાં ગતરોજ સાંજના ૭ વાગ્યાના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૃ થયો હતો. તે સમયે બેડકુવા ગામે બંગલી ફળિયામાં રહેતી જશુબેન નશવંતભાઇ ગામીત (ઉ.વ. ૪૮) પોતાના ઘરમાં રસોઇ બનાવતા હતા. રસોઇ બનાવવા સળગાવેલા ચુલામાં લાકડા મુકવા માટે જશુબેન લાકડા લેવા ઘરની બહાર પજારીમાં ગયા હતા.
તે જ સમયે અચાનક આકાશમાંથી વિજળી પજારી પર પડતા જશુબેન ગામીત પર પણ વિજળી પડતાં તેમનું સ્થળ પર જ મોત નીપજયું હતું. વિજળી પડતાં જોરદાર ધડાકાથી ઘરમાંથી પજારીમાં આવતા જશુબેનના પતિ નશવંતભાઇ ગામીતને વિજળીનો ઝાટકો લાગતા ઇજાથઇ હતી. બનાવ અંગે વાલોડ પોલીસે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે વાંસદા તાલુકામાં બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદમાં ખાંટાં આંબા ગામે કાવીચ પાડા ફળિયાની બે મહિલા પાણી ભરવા ગઇ હતી ત્યારે વીજળી પડતા ૪૦ વર્ષીય સોમીબેન સુમનભાઇ વળવીનેું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મંગળીબેન રતનભાઇ વેજલ ઉ.વ.૩૦ દાઝી જતા વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

 

ડાંગમાં વાવાઝોડા સાથે વરસાદઃ વઘઇ અને તાપી જિલ્લાના વાલોડમાં કરા પડયા
વઘઇ, બુધવાર
ડાંગ જિલ્લામાં બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાતે વરસાદ પડયો હતો. વઘઇમાં બરફના કરા સાથે વરસાદ પડતાં લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. બપોરે ૩ વાગ્યા બાદ અચાનક આકાશમાં કાળા ડીબાંગ વાદળો ધસી આવ્યાં હતાં અને તરત જ વિજળીના કડાકા-ભડાકા સાતે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડા સાથેના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વઘઇમાં બરફના કરા સાથે વરસાદ પડતા માર્ગો પર પાણી-પાણી થઇ ગયું હતું. બુધવારના હાટમાં આવેલા વેપારીઓને વરસાદથી નુકસાન થયું હતું. જયારે વઘઇવાસીઓએ કરા સાથેના વરસાદનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. થોડા સમય બાદ વરસાદ ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. જ્યારે બીજી તરફ તાપી જિલ્લાના વાલોડમાં ચક્રવાત સાથે કરા પણ પડયા હોવાના અહેવાલ મળ્યા છે.

 

વ્યારા-વાલોડમાં ભયાનક ચક્રવાત વૃક્ષો પડયા, છાપરા ઉડયા, રસ્તા બંધ
બપોર બાદ ચક્રવાતે તબાહી મચાવી ઃ વૃક્ષો વીજલાઇન પર પડતાં વિજળી ડુલઃ વાલોડ-બુહારી માર્ગ પર ૧૦ કિ.મી સુધી વૃક્ષો ધરાશયી
બારડોલી, બુધવાર
તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકાના ગામોમાં બપોર બાદ આવેલા ભયાનક ચક્રવાતમાં અનેક વૃક્ષો તૂટતા ચતારેય તરફના રસ્તાઓ બંધ થવા સાતે તબાહી મચાવી હતી. ચક્રવાત બાદ સતત એક કલાક સુધી વરસાદ પડયો હતો. ચક્રવાતમાં અનેક ગામોમાં ઘરના છાપરા ઉડતા વ્યાપક નુકસાન થયું છે. મહાકાય વૃક્ષો વીજલાઇન પર પડતા વીજપ્રવાહ પણ સંપૂર્ણ બંધ થતાં અંધારપટ છવાયો હતો.
તાપી જિલ્લામાં સતત બે દિવસથી ઝંઝાવતી ચક્રવાતની સાથે વરસાદ થઇ રહ્યો છે. ગતરોજ વાલોડ તાલુકાના અંબાચ અને વેડછી ગામમાં મકાનોના છાપરા ઉડી ગયા હતા અને ઠેર ઠેર વૃક્ષો પડયા હતાં. ખેતીપાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. દરમિયાન આજે બુધવારે સવારથી ઉકળાટભર્યા માહોલમાં બપોરે ૩ વાગ્યાના સુમારે તાપી જિલ્લાના વ્યારા તથા વાલોડ તાલુકાના ગામોમાં ઝંઝાવતી ચક્રવાત ફુંકાયો હતો. વ્યારા તાલુકાના બામણામાર, બેડચીત, ડોલવણ, ઘાણી સહિત અનેક ગામોમાં ઘરોના છાપરા ઉઢી ગયા હતા. રસ્તા તથા ખેતરાડી વિસ્તારમાં અનેક મહાકાય વૃક્ષો પડાય હતા. વ્યારાથી ઉનાઇ તરફ જતા રોડ પર પડેલા વૃક્ષોથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઇ ગયો હતો.
જયારે વાલોડ તાલુકાના વિરપોર, બુહારી, અંધાત્રી, દાદરિયા, ગોલણ, હથુકા, વાલોડ, રાજવેરી સહિતના ૧૨ થી ૧૫ ગામોમાં અડધો કલાક ફુંકાયેલા ચક્રવાતે ભારે તબાહી મચાવી દીધી છે. દાદરીયા ગામે આવેલી કોપર શુગર ફેક્ટરીના અને તેના ગોડાઉનના પતરા ઉડી જતાં વ્યાપક નુકસાન થયું હતું. બેડચીતથી વાલોડ સુધીના રોડ પર ઠેર ઠેર વૃક્ષો પડતા રસ્તો સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. વાલોડથી બુહારી જતા માર્ગ પર ૧૦ કિ.મી સુધી ઠેર-ઠેર વૃક્ષો પડતા રસ્તો બંધ થઇ ગયો હતો. જે મોડીરાત સુધી ચાલુ થઇ શકયો નહોતો. તેમજદ મોટા વૃક્ષો વીજલાઇન પર પડતા વીજતાર સાથે અનેક થાંભલા તૂટી ગયા હતા. સતત અડધા કલાકના ચક્રવાત બાદ તરત જ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ચક્રવાતી પવન બાદ વરસાદથી વ્યાપક નુકસાન થયતું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. વાલોડ તાલુકાના ૧૨ થી ૧૫ ગામોમાં અનેક મકાનના છાપરા ઉડતા ગરીબ પરિવારો પર આફત આવી પડી છે. મકાનો પર વૃક્ષો પડવાના બનાવો પણ બન્યા છે. મકાનના પતરા અને નળિયા સહિત છાપરા ઉડી જતાં વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે.
ચોમાસા દરમિયાન આવતી કુદરતી આફતો માટે વહીવટીતંત્રએ બનેલા તકેદારીના પગલાનો એકશન પ્લાન માત્ર ઓફિસોના દફતરમાં હોય તેમ રોડ પર પડેલા વૃક્ષો સ્થાનિક લોકો દ્વારા કાપી વાહનો માટે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૃ કરી હતી પરંતુ તાપી જિલ્લાનું વહીવટીતંત્ર ખરા સમયે જ લકવાગ્રસ્ત બની ગયું હોય તેમ જણાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved