Last Update : 14-June-2012,Thursday

 

સોથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા
મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

પાવીજેતપુરના કલારાણી ગામે મકાન પર ઝાડ પડતા યુવાનનું અને ઝઘડિયા નાના વાસણા ગામે વીજળી પડતા પ્રૌઢનું મોત ઃ અરાદમાં બે ગાયનાં મોત

વડોદરા,બુધવાર
વડોદરા શહેર - જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધીમે - ધીમે ચોમાસું બેસી રહ્યું છે. તોફાની પવન સાથે વરસાદ વરસવાનો સીલસીલો આજે પણ ચાલુ રહ્યો હતો.
પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે ઝાડ મકાન પર પડતાં દબાઈ જતા એક યુવાન તેમજ ઝઘડિયા તાલુકાનાં નાના વાસણા ગામે વિજળી ત્રાટકતા એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. આખો દિવસ ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તોફાની પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક સ્થળોએ વરસાદની મજા માણવા માટે નાનાં બાળકોથી માંડી મોટેરાંઓ બહાર નીકળ્યા હતા. વાઘોડિય તાલુકાના રસુલાબાદ ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા યુવાન પર ઝાડની મોટી ડાળી પડતા તેનું મોત નિપજ્યું હતું.
હાલોલમાં સાંજે આશરે સવા ઈંચ વરસાદ પડયો હતો. વરસાદ શરૃ થતાં પૂર્વે જોરદાર પવન ફૂંકાયો હતો. હાલોલ નજીક અરાદ ગામે પવનથી તાડનું ઝાડ પડતાં બે ગાય દબાઈ જતાં તેનું મોત થયું હતું.
નસવાડીમાં બુધવારની બપોરે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. અચાનક જોરદાર વાવાઝોડું ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડવા માંડી હતી. વેપારીઓએ ફટાફટ દુકાનો બંધ કરી દીધી હતી. અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૃ થયો હતો યુવાધન તેમજ નાના ભુલકાઓ પ્રથમ વરસાદમાં મન મૂકી નાહ્યા હતા. અને મેઘરાજાની પધરામણીને વધાવી હતી. સતત બે દિવસથી સાંજના સમયે વાવાઝોડું ફુંકાઇ રહ્યું છે. દાહોદ તરફથી સરકારી કામ કરવા આવેલા મંજુરો વરસાદમાં માદરે વતન જતા સરકારીકામો પ્રથમ વરસાદથી જ ઠપ્પ થઇ જશે વરસાદને લઇને ખેડુતો બિયારણ ખાતરની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડશે ભારે વરસાદ અને વાવાઝોડાનાં કારણે બે મકાનો તુટી પડયા હતા.
મધ્ય ગુજરાતમાં પણ ભરૃચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી, દાહોદ અને કરજણમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડયો હતો. અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી હતી અને મકાનોનાં છાપરા ઉડી ગયા હતા. ઠેરઠેર વીજપુરવઠો ગુમ થઇ ગયો હતો. પવનને કારણે ખેતીને પણ નુકશાન થયું છે. ઝઘડિયામાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. નાના વાસણા ગામનો ઝીણા ગોરધન માછી (૪૫) માછી મારી કરતાં વીજળી ત્રાટકતાં તેનું મોત થયું હતું. વડોદરા જિલ્લાના પાવીજેતપુર તાલુકાનાં કલારાણી ગામે વાવાઝોડું ફૂંકાતું મકાન પર લીમડાનું ઝાડ પડતા મકાન ધવાઇ ગયું હતું જેમાં મહેશ રમણ રાઠવા (૩૦) મકાનના પાટડા નીચે દબાઇ જતાં સ્થળ પર જ મોત થયું હતું. આ ગામમાં ૧૦૦ વધુ વૃક્ષો પડી ગયા હતા.
દબાઇ જવાની ઘટનામાં મરનારના અન્ય ત્રણ સંબંધીઓને પણ ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
રાજપીપળાના અહેવાલ મુજબ પંથકમાં આજે બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાંજના સુમારે રાજપીપળાના આકાશમાં કાળાડીંબાગ વાદળો ઘેરાયા હતા અને સુસવાટા મારતા ભારે પવન સાથે વરસાદનું જોરશોર ઝાપટુ પડયુ હતું. વરસાદ વરસતા સાથે જ વીજપ્રવાહ ખોરવાયો હતો જે લાંબો સમય વીજળી ગુલ રહી હતી. જ્યારે આજે સવારે તેમજ બપોર બાદ બીએસએનએલની ફોન સેવા તેમજ ઇન્ટરનેટ સેવા પણ ઠપ્પ થઇ ગઇ હતી.
ગોધરાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામા ંબે દિવસ અસહ્ય ઉકળાટની સાથે સાથે મેઘરાજાની આછીપાતરી પધરામણીથી જિલ્લાવાસીઓ બે પ્રકારના વાતાવરણથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દિવસે ગરમી અને રાત્રે વીજળીના કડાકા તથા ભડાકા સાથે આછોતરો વરસાદ પડયો હતો.
જિલ્લાના હાલોલ તથા કાલોલ તથા અન્ય તાલુકામાં વરસાદના અમીછાંટણા થતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ મુશળધાર વરસાદ નહી પડતા જિલ્લાવાસીઓની આશા પર પાણી ફરી વળ્યુ હતું.સાવલી તાલુકાના સીસોદીયાપુરા ગામનો ૨૫ વર્ષનો યુવાન ગર્ભવતી પત્નીને મળવા માટે વાઘોડિયા તાલુકાના વેડજ ગામે ગયો હતો અને સાંજે મોટર સાયકલ પર પરત ફરતો હતો. દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસતા તે રસુલાબાદ ગામ નજીક એક ઝાડ નીચે ઉભો રહ્યો હતો ત્યારે અચાનક ઝાડની મોટી ડાળી માથા પર પડતા યુવાનનું કરૃણ મોત નિપજ્યુ હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved