Last Update : 14-June-2012,Thursday

 

ચોમાસાના આરંભે જ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી કડાકાએ સર્જેલી કરૃણતા
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત

વાંકાનેર, ધોરાજી, જૂનાગઢ, મેંદરડામાં ધોધમાર દોઢથી અઢી ઈંચ ઃ રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં વરસાદી માહૌલ

જામકંડોરણા તાલુકામાં ઉપસરપંચ અને શ્રમિક દંપતિનો ભોગ લેવાયો, વીજળીના કડાકા જોઈ વાંકાનેરના તરૃણનું હૈયુ બેસી ગયું

(પ્રતિનિધીઓ દ્વારા) રાજકોટ, બુધવાર
સૌરાષ્ટ્રમાં ચોમાસાના આરંભના દિવસોએ આજે એક તરફ સારા વરસાદથી ખુશીનું મોજુ સર્જાયું છે. તો બીજી તરફ વીજળી પડવાના જુદા - જુદા બનાવોમાં દસ વ્યક્તિના મોત થતા કરૃણતા પણ સર્જાઈ છે. વાંકાનેર પંથકમાં વીજળીના કડાકાથી એક તરૃણનું હૈયુ બેસી ગયું હતું.
આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં તોફાની વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકાએ ગ્રામ્ય વિસ્તારોમાં જીવલેણ દુર્ઘટના સર્જી હતી. જેમાં જામકંડોરણા તાલુકામાં શ્રમિક પતિ - પત્ની ગેલાભાઈ હીરાભાઈ અને જયાબેન ગેલાભાઈના ચાવંડી ગામની સીમમાં વીજળી પડવાથી એકસાથે મોત થયા હતાં.
ચાવંડીમાં મનુભા કેસરજી પરમારનો વીજળીએ ભોગ લીધા બાદ તાલુકાના સાજડીયારી ગામના ઉપસરપંચ ઘનશ્યામભાઈ સોજીત્રા અને ત્રણ મજૂરો ઉપર વીજળી પડી હતી જેમાં ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું હતું.
કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકીયા વીજળી પડતા ગોકલભાઈ કથીરીયા અને લક્ષ્મીબેન તેજાભાઈનો વીજળીએ ભોગ લીધો છે. લોધિકા પંથકમા મેટોડા પાસે ખીરસરાના યુવકનું વીજળી પડતા મોત થયા બાદ નજીકના બાલસરમાં જડીબેન થોભણભાઈ ઉપર પણ વીજળી પડતા તેણે જીવ ગૂમાવ્યો હતો.
ઉપલેટા તાલુકામાં જશમતભાઈ દેસાઈ અને ઉપલેટાના વાડલા ફાટક નજીક બળદેવ ગોબરભાઈના વીજળી પડતા મોત નિપજયા હતાં.
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની ખેતરે ગયેલા સિકંદર હબીબભાઈ કડીવાર (ઉ.વ.૧૮) નામના તરૃણનું હૃદય વીજળીના કડાકા ભડાકા સાંભળીને બેસી જતાં તેનું મોત નિપજયું હતું. તાલુકામાં વીજળી પડવાથી ત્રણ ભેસોના પણ મોત નિપજયાં હતાં.
સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ અર્ધાથી અઢી ઈંચ વરસાદ થયો હતો.
રાજકોટ શહેરમાં આજે બપોરે ૩ વાગ્યાથી મવડી, નવા રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. શહેરમાં અર્ધાથી પોણો ઈંચ વરસાદમાં પણ અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતાં. રાજકોટ જિલ્લામાં વાંકાનેરમાં ત્રણ, જામકંડોરણા અને ઉપલેટામાં દોઢ - દોઢ ઈંચ કોટડા સાંગાણી, લોધિકામાં એક ઈચ વરસાદ થયો હતો.
ધોરાજીમાં મીની વાવાઝોડાના કારણે વૃક્ષ ધસી પડતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. ગોંડલ શહેરમાં અર્ધો જ્યારે તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગરનાળા પાસે ગાડુ તણાતા ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી.
મોરબી તાલુકાના ચાંચાપરમાં સાંજે ૪.૨૦ વાગ્યે વરસાદ શરૃ થતાં અડધી કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
જૂનાગઢ, મેંદરડામાં દોઢ, વંથલી વિસાવદર અને વેરાવળમાં પોણો ઈંચ સાથે સોરઠમાં રતાંગગીર વિસ્તારમાં એકથી દોઢ ઈંચ વ રસાદ થયો હતો.
આજે અમરેલી જિલ્લામાં દિવસભર વાદળો ઘેરાયેલા રહ્યા હતાં પરંતુ મેઘરાજા વરસ્યા ન હતા. દરિયાકાંઠાના પોરબંદરમાં પણ હજૂ ચોમાસુ બેઠુ નથી.
જેતલસરમાં આજે બપોરે અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેતપુર તાલુકાના ઉમરાળી ગામના સરપંચ જયેશભાઈ સાવલિયાના જણાવ્યાનુસાર ગામમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત હરીપર, વાડાડુંગરા વગેરે ગામોમાં પણ દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ છે.
ઉપલેટામાં આજે અડધો કલાક દરમ્યાન ૩૦ મી.મી. જેટલો વરસાદ નોંધાયેલ હતો. જયારે તાલુકાના વેણુ-૨ ડેમ પર ૮ મી.મી. તેમજ મોજ ડેમ ઉપર પણ ૮ મી.મી. વરસાદ નોંધાયેલ હતો. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.
કાલાવડમાં તેજ પવન સાથે ઝંઝાવતી, ઝાપટા રૃપે પોણોઈંચ વરસાદ પડયો હતો. તેમજ જામનગર, ધ્રોલ અને કલ્યાણપુરમાં સામાન્ય ઝાપટા પડયા છે.
વરસાદ પહેલાના અસહ્ય ઉકળાટ અને આકરા બફારા વચ્ચે આજે સવારથી જ આકાશ ગોરંભાયેલું હતું તો કયાંક વાદળ છાયા આકાશથી જુદા જુદા પ્રકારના હવામાનનો અનુભવ રહ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે કાલાવડ પંથકમાં તેજ પવનની સાથે ધીમી ધારે શરૃ થયેલા વરસાદે ઝંઝાવાતી ઝાપટા રૃપે પોણો ઈંચ વરસાદ થયો હતો.
અમરેલી શહેરમાં આજે આખો દિવસ અસહ્ય ગરમી, બફારો જેવો માહોલ છવાયો રહ્યો છે. સાંજે વરસાદી વાદલો ધસી આવ્યા હતાં પરંતુ વરસ્યા ન હતાં. બગસરામાં બપોરે વરસાદનું જોરદાર ઝાપટુ વરસ્યું હતું.

 

સીમમાં શ્રમિકો અને અબોલ જીવો ઉપર ઘાત
સૌરાષ્ટ્રમાં ગ્રામજનો ઉપર કાળ બની ત્રાટકેલી વીજળી
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, બુધવાર
સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે દિવસમાં વીજળીના કડાકા જીવલેણ નીવડયા છે. શહેરી વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો બન્યા નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં દસ વ્યકિત વીજળીનો ભોગ બની ચૂકયા છે.
સાજડીયારીના ઉપસરપંચ શ્રમિકો સાથે ઝાડ નીચે ઉભા હતા ને વીજળીએ ભોગ લીધો; શ્રમિક દંપતિ સીમમાંથી ગામ તરફ ભાગ્યા પણ વીજળીએ જીવ લઇ લીધો
જામકંડોરણા તાલુકામાં ચોમાસાની શરૃઆત થતાંની સાથે જ તાલુકાના ગામડાઓમાં બે દિવસમાં ચાર વ્યકિતઓ અને બે પશુઓ વીજળી પડતાં દાઝી જવાથી અને બે પશુઓ પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થયા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે ગઇકાલે વીજળી પડવાથી મનુભા કેશરજી પરમારનું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું જયારે આજે બપોર બાદ વરસાદ આવતા ચાવંડી ગામે વાડી કામની મજુરી કરી પેટીયુ રળતા દલીત પરિવારના ચાવંડી ગામના રહીશ ગેલાભાઇ હીરાભાઇ પરમાર (ઉ.વ.૩૮) તથા તેના પત્ની જયાબેન ગેલાભાઇ પરમાર (ઉ.વ.૩૬) આ બંને પતિ-પત્ની વાડી કામની મજુરીએ ગયા હતા તે દરમિયાન વરસાદના કારણે મજુરી કામ છોડી ગામમાં પરત ફરતા હતા તે સમય દરમિયાન અચાનક ધડાકાભેર વીજળી પડતાં આ બંને પતિ-પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું, જયારે અન્ય બીજા બનાવમાં જામકંડોરણા તાલુકાના સાજડીયારી ગામે સાજડીયારી ગામના ઉપસરપંચ ઘનશ્યામભાઇ દીનેશભાઇ સોજીત્રા (ઉ.વ.૩૮) તેઓ પોતાની વાડીએ કુવામાં સાયડો ચાલતો હોવાને લીધે ગોંડલ તાલુકાના મેસપર ગામના ત્રણ મજુર સાથે વાડી કામ કરતા હતા તે સમય દરમિયાન અચાનક વરસાદ ચાલુ થઇ જતાં કામ છોડી અને વાડી માલીક ઘનશ્યામભાઇ તથા સાયડો ચલાવતા ત્રણ મજુરો આ ચારેય વ્યકિતઓ વાડીએ આવેલા ઝાડ નીચે બેઠા હતા ત્યારે અચાનક વીજળી પડતા ઘનશ્યામનું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું જયારે આ સાથેના ત્રણે વ્યકિતઓને ગંભીર હાલતમાં ગોંડલ ખસેડાયા હતાં.
વરસાદની સાથે ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા થયા હતાં અને કાલાવાડ તાલુકાના કોઠાભાડુકીયામાં વીજળી પડતાં ગોકળભાઇ દેવશીભાઇ કથીરીયા (ઉ.વ.૬૦) અને લક્ષ્મીબેન તેજાભાઇ (ઉ.વ.૪૦)ના દાઝી જતાં મોત નીપજયા છે. જયારે કાલાવડના શનાળા ગામમાં વીજળી પડતા રજનીકાંત દામજીભાઇની ભેંસનું મોત નીપજયુ છે.
લોધીકા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે થઇ રહેલ વીજળીના કડાકા ભડાકામાં વીજળીએ જાણે કાળોકેર વર્તાવ્યો હોય તેમ ગઇકાલે મેટોડા પાસે ખીરસરાના ભરવાડ યુવક ઉપર વીજળી પડતા તેનું મૃત્યુ નીપજેલ હતું જયારે આજે બાજુના જ બાલસર ગામે ભરવાડ જડીબેન થોભણભાઇ (ઉ.વ.૩૫) જયારે વાડીએ મજુરી કામ કરતા હતા ત્યારે ૩-૩૦ વાગ્યાના અરસામાં તેની ઉપર વીજળી પડતાં તેનું મૃત્યુ નીપજેલ છે. મૃતક હરીપર (તરવડા) ગામના હતાં અને બાલસર ગામે લાખાભાઇ દેવરાજભાઇ બોરીચાની વાડીએ કામ કરે છે આમ લોધીકા તાલુકામાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજળીએ બેનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગયેલ છે.
ઉપલેટાઃ તાલુકાના સમઢીયાળા ગામે વરસાદના કારણે જસમત કાળાભાઇ દેસાઇ (ઉ.વ.૬૫) અગાસી પર વરસાદ દરમિયાન ઉભા હતા ત્યારે તેમના પર વીજળી પડતાં તેમનું ઘટના સ્થળે મોત થયેલ હતું ત્યારબાદ બીજા બનાવમાં ઉપલેટાના વાડલા ફાટક પાસે ટ્રકમાં પાછળ બેઠેલા બળદેવ ગોબરભાઇ ડાભી (ઉ.વ.૨૩) ચાલુ ટ્રક મારફત જઇ રહ્યો હતો ત્યારે તેમના પર વીજળી પડતાં તેમનું પણ ઘટના સ્થળે મોત થતાં બંને બોડીને ઉપલેટા કોટેજ હોસ્પીટલ ખાતે પી.એમ. માટે લાવવામાં આવેલ હતી.
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે રહેતાં કિશોરભાઇ શામજીભાઇ વોરાની ભેંસ અને બળદની ઉપર વીજળી પડતાં બંને અબોલ જીવોના કરૃણ મોત નીપજયા હતાં.
વાંકાનેર તાલુકામાં જૂના લુણસરીયા ગામની સીમમાં બે સ્થળે વીજળી પડતાં બે ભેંસના મોત થયા હતાં જયારે વીજળી પડતાં કડબ બળી ગયો હતો.
ધ્રોલ તાલુકાના સુમરા ગામે બેચરભાઇ મનજીભાઇની વાડીમાં બાંધેલા ગાય અને બળદનું વીજળી પડવાથી મોત નીપજયુ હતું. કાલાવાડના સનાળા ગામે પણ રજનીકાંતભાઇની ભેંસનું વીજળી પડવાથી મોત નીપજયુ હતું.
ગોંડલ તાલુકાના વાડધરી ગામે આવેલ ફોરેસ્ટ ખાતાના વિશાળ ગોડાઉન ઉપર બપોરના સુમારે વીજળી ખાબકતાં ગોડાઉનની અંદર પડેલ ઘાસની ગાંસડીઓ તેમજ લાકડાનો જથ્થો સળગવા લાગતા અને થોડી વારમાં જ વિકરાળ રૃપ ધારણ કરી લીધુ હતું. આગની જાણ ગોંડલ ફાયર ફાયટરોને થતાં બે ફાયર ફાઇટરો દોડી જઇ બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved