Last Update : 14-June-2012,Thursday

 

ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

બિન નિવાસી ભારતીયોએ એપ્રિલમાં બેન્ક થાપણોમાં ૩.૨૦ અબજ ડોલર ઠાલવ્યા

ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈને બિન નિવાસી ભારતીયો (એનઆરઆઈ)એ એપ્રિલ મહિનામાં બેન્ક થાપણોમાં ૩.૨૦ અબજ ડોલર જેટલી વિક્રમી રકમ ઠાલવી હતી. ૨૦૧૧ના એપ્રિલમાં ભારતીય બેન્કોમાં એનઆરઆઈઓની થાપણ ૪૦.૭૦ કરોડ ડોલર મૂકયા હતા, એમ રિઝર્વ બેન્કના આંકડાઓમાં જણાવાયું છે. માર્ચ ૨૦૧૨માં એનઆરઆઈ ડિપોઝિટસનો ઈનફલો ૨.૧૮ અબજ ડોલર રહ્યો હતો. ૨૦૧૦-૧૧માં ૩.૨૦ અબજ ડોલરની સરખામણીએ ૨૦૧૧-૧૨માં બિનનિવાસી ભારતીયોએ બેન્ક થાપણોમાં ૧૧ અબજ ડોલર ઠાલવ્યા હતા. બેન્કિંગ વ્યવસ્થામાં તેમની કુલ ડિપોઝિટ ૨૦૧૧માં જે ૫૨.૩૦ અબજ ડોલર હતી તે ૨૦૧૨ના એપ્રિલના અંતે વધીને ૫૮.૮૦ અબજ ડોલર રહી હતી.
બિન નિવાસી ભારતીયો પોતાના નાણાં નોન રેસિડેન્ટ એકસટર્નલ (એનઆરઈ) રુપી એકાઉન્ટસ અને ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (બેન્કસ) (એફસીએનઆર-બી) એકાઉન્ટસમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. એનઆરઈ એકાઉન્ટસના કિસ્સામાં થાપણની રકમ રુપીમાં રાખવામાં આવે છે, જ્યારે એફસીએનઆર-બી એકાઉન્ટસમાં રકમ વિદેશી ચલણના રૃપમાં મૂકવામાં આવે છે. ચાલુ વર્ષના એપ્રિલમાં એનઆરઈ ખાતામાં ૩.૭૫ અબજ ડોલર આવ્યા હતા જેમાં ગયા વર્ષના એપ્રિલમાં ૨૭.૭૦ કરોડ ડોલરનો આઉટફલો રહ્યો હતો.
૨૦૧૧-૧૨ના બાકીના છ માસમાં બેન્કોએ એનઆરઈ ડિપોઝિટના દરમાં વધારો કર્યા બાદ આ ખાતામાં મોટીરકમનો ઈનફલો રહ્યો હતો. રૃપિયો જ્યારે ડોલર સામે ઘસાઈ રહ્યો છે ત્યારે વિદેશી ચલણને આકર્ષવા માટે રિઝર્વ બેન્કે આવા પ્રકારની થાપણોમાં મહત્તન મર્યાદામાં વધારો કર્યો છે.
વિકસિત તથા અખાતી દેશોની સરખામણીએ ભારતમાં વ્યાજ દર નોંધપાત્ર ઊંચા છે. બિન નિવાસી ભારતીયો તફાવતના લાભ લઈ રહ્યા છે. આ તફાવત ઉપરાંત નબળા રૃપિયાને કારણે મળતા લાભને પરિણામે પણ એનઆરઆઈ ડિપોઝિટનો પ્રવાહ વધ્યો છે. વ્યાજદરનો લાભ લેવા એનઆરઆઈઓ એફસીએનઆર-બીમાંથી પૈસા કાઢી તેને એનઆરઈમાં રોકે છે. જો કે આ માટે તેમણે ડોલરને રૃપિયામાં ફેરવવાના હોવાથી કરન્સી રિસ્ક લેવાનું રહે છે. એનઆરઆઈ ખાસ કરીને બ્લ્યુ કોલર કામદારો અને આઈટી વ્યવસાયીકો જેઓ રિટેલ ગ્રાહકો છે તેઓ આવા પ્રકારની થાપણોમાં વધુ રોકાણ કરતા હોવાનું જોવા મળે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved