Last Update : 14-June-2012,Thursday

 

રેટીંગ પારદર્શક નથી; ટેલિ કોન્ફરન્સથી એજન્સીને સમજાવાશે
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે

હતાશા ફેલાવતી રેટીંગ એજન્સીઓ સામે બાંયો ચઢાવવાની જરૃરી; આર્થિક ફટકા સમાન અહેવાલ

ભારત પર જ્યારે ચારેબાજુ આર્થિક સંકટોના વાદળો ઘેરાયા છે ત્યારે એસએન્ડપી રેટીંગ એજન્સીએ વધુ એક ફટકો માર્યો હતો. અમેરિકાની સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ રેટીંગ એજન્સી (S&P)એ સોમવારે ભારતની આર્થિક નબળાઈનું ચિત્ર રજૂ કરતા નાણા મંત્રાલય છંછેડાયું છે. નાણા મંત્રાલયે S&Pની કામ કરવાની સિસ્ટમ પારદર્શક નથી એમ કહીને ઉમેર્યું હતું કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને S&Pજેવું કહે છે એવું નથી.
S&P એ એમ કહ્યું હતું કે બીઆરઆઈસી દેશો દેશો (બ્રાઝિલ, ઈન્ડિયા, રશિયા, ચીન)માં સૌથી પહેલું ભારત ગબડશે અર્થાત તૂટશે. ભારત જ્યારે આર્થિક મંદી સામે ઝઝૂમતું હોય ત્યારે S&Pનો આવો નેગેટીવ રીપોર્ટ આવે એટલે સરકારે તેના પ્રત્યાઘાત આપવા બહાર આવવું પડે એ સ્વાભાવિક છે.
નાણાપ્રધાન પ્રણવ મુકરજી આર્થિક બાબતોના ખાતાના સેક્રેટરી આર. ગોપાલન વગેરે ઢગલાબંધ ખુલાસાઓ સાથે મેદાનમાં આવ્યા છે. હકીકત તો એ છે કે આવી રેટીંગ એજન્સીઓ તેમના અહેવાલો દ્વારા વિશ્વના આર્થિક તંત્રને ભડકાવે છે. તેમના નેગેટીવ અહેવાલોના કારણે વૈશ્વિક રોકાણકારો ભારત આવતા અટકે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જો આ રેટીંગ એજન્સીઓ પારદર્શક નથી તો સરકારે અમેરિકાના સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરીને રેટીંગ એજન્સીઓની જાહેરમાં ઝત્તટકણી કાઢવી જોઈએ. પરંતુ સરકા રીપોર્ટ સાથે સંમત નથી એમ કહીને હાથ જોડીને બેસી રહી નથી. ભારતના વડાપ્રધાન આર્થિક નિષ્ણાત છે. અમેરિકાના પ્રમુક બરાક ઓબામા તેમના વખાણ વારંવાર કરી ચૂક્યા છે. આ સંજોગોમાં વડાપ્રધાને જાતે જ S&Pની એસેસમેન્ટ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાની જરૃર છે.
દિલ્હીના આર્થિક ક્ષેત્રના વર્તુળો કહે છે કે રેટીંગ એજન્સી S&P ની ટીમ દિલ્હી એસેસમેન્ટ આવી હતી. તેમને ભારતના આર્થિક પાયા મજબૂત છે તેમ જણઆવવામાં આવ્યું હતું. ભારતનું આર્થિકતંત્ર સ્થિર છે એવું આ ટીમને ગળે ઉતારવામાં નાણા મંત્રાલય સફળ થયું હતું પરંતુ સોમવારે આવેલા રીપોર્ટે ભારતને નેગેટીવ યાદીમાં મૂક્યું હતું. આવી રેટીંગ એજન્સીઓ વર્ષમાં એકવાર આવે છે અને આખો પ્લાન જોઈ જાય છે.
ભારતનું નાણાં મંત્રાલય વિદેશી કંપનીઓને આવકારવા અને વિદેશી રોકાણ મેળવવા અનેક ઓફરો કરે છે. 'ઈન્ડિયા મીન્સ' બિઝનેસ એવો મેસેજ વિદેશના રોકાણકારોને મોકલતા નાણા મંત્રાલયને રોકાણકારો પૂછે છે કે આ ઓફરોનું અમલીકરણ ક્યારે થશે.
ભીારત એસએન્ડપીને રજૂઆત પણ કરવાનું છે, આર. ગોપાલને કહ્યું હતું કે ટૂંકમાં અમે ટેલિકોન્ફરન્સ દ્વારા ચર્ચા કરીને એસએન્ડપીને દર્શાવશે કે ભારત કેવી રીતે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. એસએન્ડપીના રિપોર્ટમાં પારદર્શિતા નથી તે પણ એસએન્ડપીના રિપોર્ટમાં પારદર્શિતા નથી તે પણ ટેલિ કોન્ફરન્સમાં જણાવવામાં આવશે. જેમાં અન્ય ત્રણ મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. જેમાં સરકારના દેવા, સરકારની ખાધ અને વિદેશી બાબતોને સાંકળી લેવામાં આવશે.
એસએન્ડપીએ તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારત તેનો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ ગુમાવી રહ્યું છે. રીપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ભારતમાં નેતાગીરી વચ્ચ ચાલતા મતભેદો સૌથી મોટો અવરોધરૃપ છે. અન્ય BRIC દેશો પૈકી ભારતનું ક્રેડિટ રેટીંગ સૌથી નીચું છે. BRICદેશોમાં એસએન્ડપીએ પ્રથમ ચીનને રેટીંગ ફેબુ્રઆરી ૧૯૯૨માં આપ્યું હતું ત્યારબાદ જાન્યુઆરી ૨૦૦૫માં રશિયાને આપ્યું હતું, ભારતને જાન્યુઆરી ૨૦૦૭માં જ્યારે બ્રાઝિલને એપ્રિલ ૨૦૦૮માં રેટીંગ આપ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved