Last Update : 14-June-2012,Thursday

 

નબળા આઇઆઇપી વૃદ્ધિ આંક બાદ હવે RBI ની ૧૮મીએ મીટિંગ પૂર્વે...
ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો ઃ પાવર, એફએમસીજી શેરોમાં લેવાલી

ઓટો ઇન્ડેક્ષ ૧૩૭ પોઇન્ટ ઘટયો ઃ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૫૦ વધ્યો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
મે ૨૦૧૨ મહિનાનો ફુગાવાનો આંક જાહેર થતા પૂર્વે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ એપ્રિલ ૨૦૧૨ મહિનામાં ઘઠીને માત્ર ૦.૧ ટકા (એપ્રિલ ૨૦૧૧માં ૫.૩ ટકા) નબળી જાહેર થતાં એક તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૮, જૂનના ધિરાણ નીતિની સમીક્ષામાં વ્યાજ દરોમાં એક ટકા સુધી ઘટાડાની અપેક્ષાએ મુંબઇ શેરબજારોમાં ગઇકાલે બેંકિંગ શેરોની આગેવાનીએ ઘટાડો પચાવી બજાર ઝડપી ઉંચકાઇ આવ્યા બાદ વર્લ્ડ બેંક દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૫.૬ ટકા જેટલો મૂકાતા અને કોર્પોરેટ ઇન્ડિયાએ પણ આર્થિક સુધારાને આગળ વધારવામાં યુપીએ સરકારની નિષ્ક્રિયતા મામલે ખુલ્લી નારાજગી વ્યક્ત કરતા આજે ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ થઇ હતી. ક્રુડ ઓઇલના ઘટતા ભાવે પેટ્રોલમાં લીટર દીઠ રૃા.૨ જેટલા ભાવ ઘટાડાની અપેક્ષા સામે ડોલર સામે રૃપિયો ફરી તૂટતા અને ડીઝલ વાહનો પર આકરાં વેરા બોજની સરકારની તૈયારીએ ઓટો શેરો મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં વેચવાલી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેજી-ડી૬ મામલે ફરી ઓઇલ મંત્રાલય સામે શીંગડા ભરાવતા શેરમાં વેચવાલી અને એનટીપીસી, સ્ટરલાઇટ, ટાટા પાવરમાં નરમાઇએ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૮૬૨.૮૦ સામે ૧૬૮૬૫.૭૨ મથાળે ખુલીને સાંકડી વધઘટે આરંભિક કલાકમાં અથડાતો રહી સવારે ૧૧ વાગ્યા બાદ શરૃ થયેલી વેચવાલીએ ૬૯.૯૩ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૬૭૯૨.૮૭ સુધી ગયો હતો. જે ઘટયામથાળે હિન્દુસ્તાન યુનીલીવરની આગેવાનીએ ફંડોની લાર્સન, ભેલ, સન ફાર્મા, ઓએનજીસી, આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક, વિપ્રો, ઇન્ફોસીસ, ટીસીએસ, જિન્દાલ સ્ટીલમાં લેવાલીના આકર્ષણે એક વાગ્યા સુધીમાં ૮૧.૩૧ પોઇન્ટના સુધારે ઉપરમાં ૧૬૯૪૪.૧૧ સુધી પહોંચ્યો હતો. પરંતુ ફરી યુરોપના બજારો સાવચેતીએ ખુલી ઘટી આવતા અને ૧૮ સ્પેનીસ બેંકોના ડાઉનગ્રેડ સાથે યુરોપના મુશ્કેલીમાં મૂકાયેલા દેશોનું ઋણ ખરીદવાની યુરોપીય સેન્ટ્રલ બેંકની (ઇસીબી) અરજનો બુંડેસ બેંક જર્મની સહિતે વિરોધ કરતા યુરો ઝોનમાં તડાં વધવાના એંધાણે નરમાઇ પાછળ સેન્સેક્ષનો સુધારો બે વાગ્યા સુધીમાં ધોવાઇ ગયો હતો. જે ફરી હિન્દુસ્તાન યુનીલીવર, લાર્સન, ઓએનજીસીમાં લેવાલી વધતા ૫૫થી ૬૦ પોઇન્ટ વધી આવી સાંકડી વધઘટના અંતે ૧૭.૭૧ પોઇન્ટ વધીને ૧૬૮૮૦.૫૧ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ નીચામાં ૬૦૯૫ થઇ ઉપરમાં ૫૧૪૪ ઃ ૫૦૪૫ સપોર્ટ ઃ ૫૨૦૦ મજબૂત પ્રતિકાર સપાટી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૧૧૫.૯૦ સામે ૫૧૧૭.૫૫ ખુલી નીચામાં એક સમયે ૫૧૦૦ની સપાટી ગુમાવી ૫૦૯૫.૪૫ સુધી જઇ પાછો ફરી ઉપરમાં ૫૧૪૪.૯૦ સુધી જઇ લાંબો સમય ૫૧૧૫થી ૫૧૩૫ની રેન્જમાં અથડાતો રહી મારૃતી સુઝુકી, સ્ટરલાઇટ, એનટીપીસી, ટાટા મોટર્સ, ટાટા પાવ ર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, બેંક ઓફ બરોડામાં વેચવાલી સામે હિન્દુસ્તાન યુનીલીવર, અંબુજા સિમેન્ટ, લાર્સન, સન ફાર્મા, ઓએનજીસી સહિતમાં લેવાલીએ અંતે ૫.૫૫ પોઇન્ટ વધીને ૫૧૨૧.૪૫ બંધ રહ્યો હતો. નિફ્ટીના ટ્રેડરો માટે ટેકનીકલી નિફ્ટી સ્પોટમાં ૫૦૪૫ નજીકનો મહત્વનો સપોર્ટ હોવાનું અને ૫૨૦૦ મહત્વની પ્રતિકારક સપાટી બતાવાઇ રહ્યું છે.
આજે મે મહિનાના ફુગાવા પર નજર ઃ ૭.૫ ટકા ઉપર આવશે તો વ્યાજ દર ઘટાડાની શક્યતા ધૂંધળી બનશે ઃ ૫.૫થી ૬ ટકાના સંજોગોમાં જ આરબીઆઇ રેટ કટ કરશે
આઇઆઇપી- ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિનો આંક ગઇકાલે એપ્રિલ ૨૦૧૨ માટે ઘટીને માત્ર ૦.૧ ટકા આવ્યા બાદ હવે બજારની નજર આવતીકાલે ગુરુવારે જાહેર થનાર મે મહિનાના ફુગાવાના માસિક આંક પર રહી છે. બજારની ધારણા ફુગાવાનો આંક ગત વખતના ૭ ટકાની સામે ૭.૬૧ ટકા જેટલી છે. જે વધીને આવવાના સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૮, જૂને વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ધૂંધળી બનાવી દેશે. અલબત ફુગાવાનો આંક ઘટીને ૫.૫ થી ૬ ટકાની રેન્જમાં આવવાના સંજોગોમાં જ વ્યાજ દરોમાં ૦.૭૫થી એક ટકાનો ઘટાડો શક્ય બનશે એમ બજારના જાણકાર વર્ગનું માનવું હતું.
નિફ્ટી જૂન ફ્યુચર ૫૦૯૦ થઇ વધીને ૫૧૪૫ ઃ ૫૨૦૦નો કોલ ૫૮.૩૫થી ઉછળી ૬૫.૫૦ થઇ ૫૬.૭૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી જૂન ફ્યુચર ૨,૮૪,૯૨૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૨૯૫ કરોડના ટર્નઓવરે ૫૧૨૬.૪૫ સામે ૫૧૨૦ ખુલી નીચામાં ૫૦૯૦.૬૫ થઇ પાછો ફરી ઉપરમાં ૫૧૪૪.૮૫ સુધી જઇ અંતે ૫૧૨૭.૨૫ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૪,૨૮,૭૬૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૨૬૯ કરોડના ટર્નઓવરે ૫૮.૩૫ સામે ૫૪.૮૦ ખુલી નીચામાં ૪૭.૧૦ થઇ ઉપરમાં ૬૫.૫૦ સુધી જઇ અંતે ૫૬.૭૦ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૩,૩૮,૧૯૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૭૬૯ કરોડના ટર્નઓવરે ૮૧.૧૫ સામે ૮૨.૯૫ ખુલી ઉપરમાં ૧૦૧ થઇ પાછો ફરી નીચામાં ૭૬.૨૫ સુધી જઇ છેલ્લે ૮૧.૨૫ હતો.
નિફ્ટી ૪૭૦૦નો પુટ ૧૧.૯૦થી ઉછળી ૧૫.૪૦ થઇ ૧૧.૪૦ ઃ ૫૩૦૦નો કોલ ૩૦.૮૦ થઇ ૨૫.૨૫
બેંક નિફ્ટી જૂન ફ્યુચર ૧,૦૦,૧૨૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૫૨૪ કરોડના ટર્નઓવરે ૧૦૧૦૧.૭૦ સામે ૧૦૧૦૫ ખુલી નીચામાં ૧૦૦૦૬ થઇ પાછો ફરી ઉપરમાં ૧૦૧૬૩ સુધી જઇ છેલ્લે ઘટીને ૧૦૦૬૫ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૨૭.૬૫ સામે ૨૭.૪૫ ખુલી નીચામાં ૨૧.૫૦ થઇ પાછો ફરી ઉપરમાં ૩૦.૮૦ સુધી જઇ છેલ્લે ૨૫.૨૫ હતો. નિફ્ટી ૪૭૦૦નો પુટ ૧૧.૯૦ સામે ૧૧.૧૫ ખુલી ઉપરમાં ૧૫.૪૦ થઇ નીચામાં ૧૦.૭૫ સુધી જઇ છેલ્લે ૧૧.૪૦ હતો.
ચોમાસામાં ફરી વિલંબ છતાં એફએમસીજી જાયન્ટ લીવર ઉછળીને રૃા. ૪૪૭ રેકોર્ડ નવી ઊંચાઇએ ઃ યુબી ગુ્રપ શેરોમાં તોફાન
ચોમાસામાં વિલંબ છતાં આજે એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવરમાં ફંડોનું મોટું વેલ્યુબાઇંગ નીકળ્યું હતું. શેર રેકોર્ડ નવી રૃા. ૪૪૬.૯૦ ઉંચાઇ બનાવી અંતે રૃા. ૧૩.૧૦ વધીને રૃા. ૪૪૫.૯૦ રહ્યો હતો. બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧૯.૪૫ વધીને રૃા. ૫૩૬.૮૦, મેરિકો રૃા. ૨.૧૦ વધીને રૃા. ૧૭૦.૮૫, નેસ્લે ઇન્ડિયા રૃા. ૪૪.૬૫ વધીને રૃા. ૪૫૨૨, યુનાઇટેડ બ્રીવરીઝ રૃા. ૩૪.૫૫ ઉછળીને રૃા. ૫૧૬, યુનાઇટેડ સ્પિરીટ રૃા. ૪૦.૫૫ ઉછળીને રૃા. ૬૭૭.૪૦, ડાબર ઇન્ડિયા રૃા. ૩.૫૫ વધીને રૃા. ૧૦૯.૬૦, કોલગેટ પામોલીવ રૃા. ૫.૩૦ વધીને રૃા. ૧૧૩૭.૯૦ રહ્યા હતા. બીએસઇ એફએમસીજી ઇન્ડેક્ષ ૫૦.૧૩ પોઇન્ટ વધીને ૪૭૭૯.૦૨ રહ્યો હતો.
ડીઝલ વાહનો પર વેરા બોજની તૈયારી ઃ મારૃતી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઘટયા
ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં નેગેટીવ પરિબળોએ વેચવાલી વધી હતી. ક્રુડ ઓઇલના ઘટતા આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના ૯૬.૯૭ ડોલર નજીક પ્રવર્તી રહ્યા સામે ડોલર સામે રૃપિયો નબળો પડતા પેટ્રોલમાં લીટર દીઠ રૃા. ૨ ઘટાડાની શક્યતા ધૂંધળી બનતા અને બીજી તરફ ડીઝલના વધતા જતા વપરાશને અંકુશમાં લેવા સરકાર દ્વારા ડીઝલ વાહનો પર આકરો વેરાબોજ લાદવાની તૈયારીએ ઓટો શેરોમાં વેચવાલી હતી. મારૃતી સુઝુકી રૃા. ૩૮.૮૦ ઘટીને રૃા. ૧૧૦૭.૫૦, ટાટા મોટર્સ રૃા. ૫.૧૦ ઘટીને રૃા. ૨૩૭.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૧૨.૨૦ ઘટીને રૃા. ૬૮૩.૧૦, હીરો મોટોકોર્પ રૃા. ૩૪.૩૦ ઘટીને રૃા. ૧૯૫૮.૩૫, બજાજ ઓટો રૃા. ૧૦.૨૫ ઘટીને રૃા. ૧૫૬૧.૨૦ , ભારત ફોર્જ રૃા. ૪.૧૦ ઘટીને રૃા. ૩૦૮.૨૫ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૩૬.૫૧ પોઇન્ટ ઘટીને ૯૧૬૫.૪૦ રહ્યો હતો.
ઓબેરોય રીયાલ્ટીને મુલુંડ પ્રોજેક્ટને મંજૂરી નહીં ઃ શેર રૃા. ૧૧ ઘટયો ઃ ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૨૪ તૂટયો
રીયાલ્ટી કંપનીઓના શેરોમાં પીછેહઠમાં આજે ઓબેરોય રીયાલ્ટીએ તેના મુલુંડ- મુંબઇ ખાતેના પ્રોજેક્ટને હજુ પર્યાવરણ ખાતાની મંજૂરી નહીં મળી હોવાની સ્પષ્ટતા કરતા શેર રૃા. ૧૦.૯૦ ઘટીને રૃા. ૨૫૧.૭૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૨૩.૮૫ તૂટીને રૃા. ૫૮૨.૧૦, યુનીટેક રૃા. ૨૨.૮૦, ફિનિક્સ મિલ રૃા. ૫ ઘટીને રૃા. ૧૮૨.૨૫, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૫૭.૭૦, શોભા ડેવલપર્સ રૃા. ૩.૫૫ ઘટીને રૃા. ૩૦૪.૫૦, ડીએલએફ રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૧૯૫.૮૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૨૪.૫૩ પોઇન્ટ ઘટીને ૧૬૪૨.૩૦ હતો.
રિલાયન્સ કોમ્યુ. સિંગાપુર શેરબજારની આઇપીઓ મંજૂરીએ વધ્યો ઃ ટેલીકોમ શેરોમાં આરબીઆઇનું આકર્ષણ
અનિલ અંબાણી ગુ્રપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના (આરકોમ) અન્ડરસી કેબલ એકમને સિંગાપુર શેરબજારે આઇપીઓ લાવવા મંજૂરી આપી દેતા અને આ આઇપીઓ થકી એક અબજ ડોલર ઉભા કરવાની યોજના તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ટેલીકોમ ક્ષેત્રે સ્પેકટ્રમને ગીરવે એસેટસ તરીકે મંજૂરી આપતા ટેલીકોમ શેરોમાં આકર્ષણે આરકોમ રૃા. ૧.૭૫ વધીને રૃા. ૬૮.૬૦ રહ્યો હતો. અન્ય ટેલીકોમ શેરોમાં ટાટા ટેલીસર્વિસિઝ રૃા. ૧૪.૦૩, એમટીએનએલ રૃા. ૨૩.૩૦ રહ્યા હતાં.
લાર્સનમાં ફંડોનું વધતું આકર્ષણ ઃ રૃા. ૩૪ વધીને રૃા. ૧૩૫૦ ઃ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૫૦ પોઇન્ટ વધ્યો
ઇન્ફ્રાસ્ટ્રક્ચર-પાવર પ્રોજેક્ટોને ફાસ્ટટ્રેક પર લાવવા વડા પ્રધાનના પ્રયાસે કેપિટલ ગુડઝ શેરોમાં સતત ફંડોની લેવાલીએ લાર્સન રૃા. ૩૪.૨૫ વધીને રૃા. ૧૩૪૯.૭૫, પીપાવાવ ડીફેન્સ રૃા. ૧.૮૫ વધીને રૃા. ૮૩, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૭.૭૦ વધીને રૃા. ૩૫૫.૯૦, સિમેન્સ રૃા. ૧૧.૨૦ વધીને રૃા. ૬૯૪.૬૫, સુઝલોન રૃા. ૧૭.૯૦, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા. ૧.૫૦ વધીને રૃા. ૧૮૨.૨૦, ભેલ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૨૨૦.૬૫, એબીબી રૃા. ૩.૨૫ વધીને રૃા. ૭૭૪.૬૫ રહ્યા હતાં. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૪૯.૮૭ પોઇન્ટ વધીને ૯૬૫૧.૬૫ રહ્યો હતો.
ઇન્ફ્રા. પ્રોજેક્ટો ફાસ્ટટ્રેક પર ઃ સિમેન્ટ શેરોમાં તેજી ઃ અંબુજા, ઇન્ડિયા સિમેન્ટ, શ્રી સિમેન્ટ ઉછળ્યા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને વડા પ્રધાનના ફાસ્ટટ્રેક પર લાવવાના પ્રયાસ સાથે સિમેન્ટ કંપનીઓના કાર્ટેલ વિરુદ્ધ પેનલ્ટી આકરી નહીં લાગુ થવાના અહેવાલના આકર્ષણે સિમેન્ટ શેરોમાં લેવાલી વધી હતી. અંબુજા સિમેન્ટસ રૃા. ૫.૨૫ વધીને રૃા. ૧૬૩.૫૫, શ્રી સિમેન્ટ રૃા. ૩૫.૬૫ વધીને રૃા. ૨૬૬૨.૦૫, એલ્ટ્રાટેક સિમેન્ટ રૃા. ૧૪.૧૦ વધીને રૃા. ૧૪૨૦.૯૦, ઇન્ડિયા સિમેન્ટસ રૃા. ૪.૧૦ વધીને રૃા. ૭૯.૮૫, મદ્રાસ સિમેન્ટસ રૃા. ૫.૧૦ વધીને રૃા. ૧૫૦ રહ્યા હતાં.
ઇન્દ્રપ્રસ્થ ગેસ પાછળ ગેસ શેરોમાં હવા ભરાઇ ઃ ગુજરાત ગેસ રૃા. ૮, ઇન્દ્રપ્રસ્થ રૃા. ૧૧ વધ્યા
ગેસ કંપનીઓના શેરોમાં પણ ઇન્દ્રપ્રસ્થ ગેસના ટેરીફ મામલે તાજેતરમાં પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના (પીએનજીઆરબી) ચાર્જીસને દિલ્હી હાઇ કોર્ટે ફગાવી દેતા પોઝિટીવ અસરે લેવાલી વધી હતી. ઇન્દ્રપ્રસ્થ ગેસ રૃા. ૧૧.૦૫ વધીને રૃા. ૨૪૧.૫૫, ગુજરાત ગેસ રૃા. ૮.૧૫ વધીને રૃા. ૩૧૧, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ રૃા. ૬૫.૧૫ રહ્યા હતાં.
માર્કેટબ્રેડથ પોઝિટીવ ઃ ૧૪૦૩ શેરો વધ્યા ઃ ૧૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ
સતત બીજા દિવસે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી આજે બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૦૩ અને ઘટનારની ૧૩૦૧ રહી હતી. ૧૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
પાવર ફાઇનાન્સ, આઇઆરબી ઇન્ફ્રા. સ્ટ્રાઇડ આર્કોલેબ, ક્યુમિન્સ ઇન્ડિયા, આરઇસી વધ્યા
'એ' ગુ્રપના વધનાર અન્ય પ્રમુખ શેરોમાં પાવર ફાઇનાન્સ રૃા. ૭.૬૦ વધીને રૃા. ૧૬૯.૬૫, આઇઆરબી ઇન્ફ્રા.ના ચેરમેનને મર્ડર કેસમાં ક્લીનચીટ મળવાના અહેવાલ વચ્ચે શેર રૃા. ૫.૩૫ વધીને રૃા. ૧૨૭.૬૫, સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૨૫ ઉછળીને રૃા. ૭૦૬.૯૦, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૧૨.૦૫ વધીને રૃા. ૪૩૫, આરઇસી રૃા. ૪.૫૦ વધીને રૃા. ૧૭૯.૫૫, સન ફાર્મા રૃા. ૧૨.૧૫ વધીને રૃા. ૫૯૧.૪૫, ચંબલ ફર્ટીલાઇઝર રૃા. ૧.૨૫ વધીને રૃા. ૭૬.૨૫, બોશ રૃા. ૯૦.૭૦ વધીને રૃા. ૮૭૯૦, પીએનબી રૃા. ૧૨.૨૦ વધીને રૃા. ૮૧૩.૬૫ રહ્યા હતાં.
એફઆઇઆઇની રૃા. ૨૧૮ કરોડ, પીઆઇઆઇની રૃા. ૭૭ કરોડના શેરોની કેશમાં ચોખ્ખી ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૧૭.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૮૬૮.૬૩ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૬૫૦.૯૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૭૬.૮૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૯૧૮.૯૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૮૪૨.૧૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
નિક્કી ૫૧, હેંગસેંગ ૧૫૪ પોઇન્ટ વધ્યા ઃ યુરોપમાં સાંકડી વધઘટ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૫૧.૧૨ પોઇન્ટ વધીને ૮૫૮૭.૮૪, હોંગકોંગનો હેંગસેંગ ૧૫૩.૯૬ પોઇન્ટ વધીને ૧૯૦૨૬.૫૨, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨૯.૧૩ પોઇન્ટ વધીને ૨૩૧૮.૯૨, તાઇવાન વેઇટેજ ૧૬.૭૫ પોઇન્ટ વધીને ૭૦૮૮.૮૩ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં પાંચથી ૧૦ પોઇન્ટની સાંકડી વધઘટ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved