Last Update : 14-June-2012,Thursday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૦-૬-૨૦૧૨ રવિવારથી તા.૧૬-૬-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

તા. ૧૪ થી સૂર્ય મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં નોકરી-ધંધાના કામની વ્યસ્તતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસ મુલાકાતનું આયોજન ગોઠવાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. બજારોની વધઘટમાં ધંધો, આવક થાય. કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રો, પ્લાસ્ટીકનો ધંધો-આવક સાનુકુળતાવાળો રહે. પુત્ર પૌત્રાદિકનો ધંધો-આવક સાનુકુળતાવાળો રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. સંતાન માટે ખર્ચ ખરીદી થાય. નોકરીમાં યશ-સફળતા મળે. તા. ૧૦ જુન રવિ ઘર, પરિવારના સંતાનના કામમાં સાનુકુળતા રહે. ૧૧ સોમ નોકરી, ધંધાના કામમાં પ્રગતિ, સાનુકુળતા ૧૨ મંગળ બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં સંભાળવું. ૧૩ બુધ નોકરી-ધંધાના ખાતાકીય, સરકારી કામમાં ઘ્યાન રાખવું. ૧૪ ગુરૂ વાહન શાંતિથી ચલાવવું. કૌટુંબિક ચંિતા અનુભવાય. ૧૫ શુક્ર ધર્મકાર્ય થાય, જુના સંબંધો સંસ્મરણો તાજા થાય. ૧૬ શનિ કોઈપણ કામમાં ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

તા. ૧૪ મી થી સૂર્ય આપની રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરે છે પરંતુ આ સપ્તાહ દરમિયાન નોકરી-ધંધાના, પત્ની, સંતાનના કામમાં આપે ઘ્યાન રાખવું. ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર પોતાની કામગીરીમાં ઘ્યાન રાખવું પડે. જાહેર સંસ્થાકીય કામમાં આક્ષેપ-અપયશ, ટીકા ટીપ્પણમાં આપે વાણીની મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. મકાન-જમીન-વાહન-મીલકતના પ્રશ્નમાં, શેરોની લે-વેચમાં ઉતાવળ કરવી નહીં. તા. ૧૦ જુન રવિ ઘર-પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં સાવધાની રાખવી. ૧૨ મંગળ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૩ બુધ શેરોના-ધાતુના કામકાજમાં, ઘ્યાન રાખવું. ૧૪ ગુરૂ સૂર્ય આપની રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. તેથી શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૫ શુક્ર વધારાનો ખર્ચ થાય પરંતુ આનંદ રહે. ૧૬ શનિ સગા સંબંધી-મિત્રવર્ગ-ઘર, પરિવાર માટે ખર્ચ થાય.

 

મિથુન (ક.છ.ઘ.)

 

તા. ૧૪ મીએ સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણ શરૂ કરતા ધીમે ધીમે હળવાશ થતી જાય પરંતુ આ સપ્તાહ દરમિયાન આકસ્મિક ખર્ચ, ચંિતા વધે. સરકારી-ખાતાકીય-કાનૂની કામમાં, બેંકના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. નોકરી-ધંધામાં જોખમી-વિવાદી-ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. નાણાંની લેવડ-દેવડમાં, જામીનગીરીમાં, ઉઘરાણીમાં આપને તકલીફ અનુભવાય. નોકરી-ધંધાની મુલાકાતમાં રૂકાવટ-ચંિતા-મુશ્કેલી અનુભવાય. તા. ૧૦ જુન રવિ આકસ્મિક કોઈને મળવાનું થાય, પ્રવાસ થાય. ૧૧ સોમ નોકરીધંધાના કામની ચંિતા-વ્યસ્તતા રહે. ૧૨ મંગળ કૌટુમ્બિક, પારિવારીક પ્રશ્ને ચંિતા, ઉચાટ. ૧૩ બુધ નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું. ૧૪ ગુરૂ આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. ૧૫ શુક્ર નોકરી-ધંધાના કામમાં પ્રગતિ, ધર્મકાર્ય થાય. ૧૬ શનિ કામકાજમાં સફળતા, પ્રગતિ.

 

કર્ક (ડ.હ.)

 

આપના પરિવારના, કુટુંબના પ્રશ્ને, નાણાંકીય પ્રશ્ને ચંિતા ઉપસ્થિત થાય. તા. ૧૪ મી થી સૂર્ય મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્ને ચંિતા-મુશ્કેલી અનુભવાય. નકારાત્મક વિચારો આવ્યા કરે. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં વ્યસ્તતા રહે, ઘ્યાન આપવું પડે. ખર્ચ કરવો પડે. વધારાના ખર્ચની ચંિતા-મુંઝવણ અનુભવો, કામમાં વિલંબ થાય, તેમ છતાં સંતાનનું કામ ઉકેલાતા હળવાશ-આનંદ અનુભવો. ધર્મકાર્ય કરી શકો, આઘ્યાત્મિકતામાં વધારો થાય. તા. ૧૦ જુન રવિ આરોગ્યની કાળજી રાખવી. ૧૧ સોમ નોકરી-ધંધામાં સાવધાની રાખવી. ૧૨ મંગળ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૩ બુધ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૪ ગુરૂ શાંતિથી નિર્ણય કરવો. ૧૫ શુક્ર નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. કોઈને મળવાનું થાય. ૧૬ શનિ સગા સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે.

 

સંિહ (મ.ટ.)

 

આપની રાશિનો અધિપતિ તા. ૧૪ તારીખે મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં આપના નોકરી-ધંધાના કાર્યક્ષેત્રની વ્યસ્તતામાં વધારો થાય. પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. આપના રોજીંદા કામની ચંિતા-દોડધામ છતાં તમારું કામ થાળે પડતું જાય. પરંતુ આ સપ્તાહ દરમિયાન નોકરી-ધંધામાં સરકારી, ખાતાકીય, રાજકીય કે અન્ય આપત્તિ-ચંિતાના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. તા. ૧૦ જુન રવિ પરિવારના કામમાં સાનુકુળતા રહે. ૧૧ સોમ નોકરી-ધંધાના કામ અંગે માનસિક-પરિતાપ. ૧૨ મંગળ બજારોની, હવામાનની વધઘટમાં ચંિતા, રૂકાવટ, મુશ્કેલી અનુભવો. ૧૩ બુધ તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧૪ ગુરૂ નોકરી-ધંધાના પુત્ર-પૌત્રાદિકના મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા-ઉચાટ રહે. ૧૫ શુક્ર યોગીની એકાદશીએ ધર્મકાર્ય થાય, કામમાં પ્રગતિ. ૧૬ શનિ પુત્ર પૌત્રાદિકનું કામ થાય.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપે આપના યાત્રા પ્રવાસ-મુલાકાતના આયોજનમાં, ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં, પત્ની, સંતાનના પ્રશ્નમાં ચંિતા-વિવાદ-આંતરિક મનોવ્યથામાં સમય પસાર કરવો પડે. આપ હરો ફરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. તેમજ વિચારોની એકાગ્રતા જાળવવી. બેઘ્યાન થઈ જવું નહીં. નોકરી-ધંધાના કામ અંગે ખર્ચ-ચંિતા રહે. સરકારી, ખાતાકીય તપાસમાં, કાનૂની કાર્યવાહીમાં ચંિતા-રૂકાવટ, મુશ્કેલી હળવી થતી જાય. તા.૧૦ જુન રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૨ મંગળ માનસિક પરિતાપ છતાં કામ ઉકેલાય. ૧૩ બુધ વધારાનું કામ થાય, ધંધો-આવક થાય. ૧૪ ગુરૂ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૧૫ શુક્ર નોકરી-ધંધાના, બેંકના, પત્નીના, સંતાનના કામમાં ઉદ્વેગ, ચંિતા-ઉચાટ રહે. ૧૬ શનિ હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં.

 

તુલા (ર.ત.)

 

આ સપ્તાહમાં તા. ૧૪ મીથી સૂર્ય મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં ધીમે ધીમે હળવાશ, રાહત થતી જણાય પરંતુ આ સપ્તાહમાં શારીરિક-માનસિક-આર્થિક પ્રશ્ને આપને શાંતિ-રાહત જણાય નહીં. એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા ઉપાધિ આવી જાય. રસ્તામાં આવતા જતા કે ઘરમાં પડવા વાગવાથી, મચકોડથી, પેટથી ગુદા, પેશાબના, કમરના ભાગની દર્દપીડાથી ઘ્યાન રાખવું પડે. નોકરી, ધંધાના, બેંકના કામમાં, બેઘ્યાન રહેવું નહીં. સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે. તા. ૧૦ જુન રવિ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. વધારાના કામની ચંિતા રહે. ૧૧ સોમ શેરોની લે-વેચમાં, ધાતુના ધંધામાં સાવધાની રાખવી. ૧૨ મંગળ નોકરી-ધંધાના કામમાં રૂકાવટ, મુશ્કેલી ૧૩ બુધ શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૧૪ ગુરૂ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૧૫ શુક્ર ચંિતા-વ્યથા હળવી થતી જાય. ૧૬ શનિ દેશ-પરદેશના-પુત્ર-પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો.

 

વૃશ્ચિક (ન.ય.)

 

તા. ૧૪ જુનથી સૂર્ય મિથુન રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરતાં, આપના નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં માનસિક તણાવ-ચંિતા-મુશ્કેલી અનુભવો. તમારા કામમાં કંટાળો આવે. કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે. પુત્ર પૌત્રાદિકની ચંિતા રહે. તેમના કામમાં, પત્નીના કામમાં તમારે મદદરૂપ થવું પડે. પેટ, કમર, ગુદા, પેશાબના ભાગમાં દર્દપીડા, બી.પી., ડાયાબીટીસની વધઘટથી તેમજ વાહન ચલાવવામાં સંભાળવું પડે. તમારી આળસ-બેકાળજી-ઉતાવળ તમને પીડા કરાવે. સરકારી-ખાતાકીય કામમાં નોકરી-ધંધાનું કામ વિલંબમાં પડે. તા. ૧૦ જુન રવિ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચંિતા-ખર્ચ-વ્યસ્તતા ૧૧ સોમ નોકરી-ધંધાના કામની ચંિતા રહે. ૧૨ મંગળ પુત્ર પૌત્રાદિક સાથે મતભેદ, વિચારભેદથી મુંઝવણ. ૧૩ બુધ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧૪ ગુરૂ શારીરિક-માનસિક અસ્વસ્થતા, વ્યગ્રતા ૧૫ શુક્ર હરો ફરો, કામ કરો પરંતુ કંટાળો આવે, બેચેન રહે. ૧૬ શનિ મહત્વની મુલાકાત, ચર્ચા-વિચારણામાં, નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. ગુસ્સો કરવો નહીં.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આપના હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા છતાં અન્યના સહકારથી તમારું કામ હળવું થાય, ઉકેલાય. ખર્ચમાં ચંિતા-મુંઝવણ છતાં પૈસા વગર તમારું કામ અટકી રહે નહીં. ધંધો મળવાથી, આવક, ઉઘરાણી આવવાથી તમારો વ્યવહાર સચવાઈ જાય. પુત્ર પૌત્રાદિકના, પત્ની-પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. મદદરૂપ થઈ શકો. સ્થળાંતરવાળી નોકરી હોય તો ઓચંિતા સ્થળાંતર થાય કે, તમારી કામગીરીમાં ફેરફારી થાય. તા. ૧૦ જુન રવિ નિકટના સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ૧૧ સોમ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૧૨ મંગળ હૃદય-મનને ચંિતા, ઉચાટ-વ્યગ્રતા રહે. ૧૩ બુધ નોકરી-ધંધાના પ્રશ્ને બેચેની. ૧૪ ગુરૂ નુકસાનીથી, વિવાદથી, બિમારીથી સંભાળવું. ૧૫ શુક્ર પુત્ર પૌત્રાદિકના, પત્નીના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૬ શનિ હળવાશ, રાહત રહે, વધારાનું કામ થાય.

 

મકર (ખ.જ.)

 

તા. ૧૪ જુનથી સૂર્ય મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં, પુત્ર પૌત્રાદિકના કામની ચંિતા હળવી થતી જાય. પરંતુ આ સપ્તાહ દરમિયાન તેમના કામ અંગે ચંિતા-ખર્ચ-વ્યસ્તતા રહે. શેરોની લે-વેચમાં, નોકરી, ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. તાંબાના, રંગ રસાયણના, મકાન, જમીન-વાહનના, ટ્રાવેલ્સના, ઇલેકટ્રીકના વેપાર-ધંધામાં, અનાજ કરિયાણાના વેપારમાં સંભાળવું. કાગળ, કાપડ, લોખંડના ધંધામાં ધંધો-આવક થાય. નોકરીમાં ફેરફારીની, સ્થળાંતરની કાર્યવાહીમાં સાનુકુળ સંજોગો ગોઠવાતા જાય. ધંધામાં ઉઘરાણીના નાણાં છુટા થાય. તા. ૧૦ જુન રવિ કામકાજમાં પ્રગતિ, સફળતાથી આનંદ. ૧૧ સોમ પુત્ર પૌત્રાદિકનું, નોકરી-ધંધાનું કામ થાય. ૧૨ મંગળ પત્ની-સંતાન-પરિવારના કામની વ્યસ્તતા રહે, તમારે મદદરૂપ થવું પડે. ૧૩ બુધ યાત્રા-પ્રવાસ-મુલાકાતમાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. ૧૪ ગુરૂ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૫ શુક્ર ધર્મકાર્ય થાય, ખર્ચ થાય પરંતુ આનંદ રહે. ૧૬ શનિ પત્ની-સંતાન-પરિવારનું કામ થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

તા. ૧૪ જુનથી મિથુન સંક્રાંતિનો પ્રારંભ થયા પછી તમારા હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા હળવી થતી જાય પરંતુ આ સપ્તાહ દરમિયાન સગા-સંબંધી-મિત્રવર્ગ-પત્ની-સંતાનના પ્રશ્ને શાંતિ, રાહત જણાય નહીં. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો. બેંકના, નાણાંની લેવડદેવડના, દૂધ, મીઠાઈ, ખાણીપીણીના ધંધામાં, રૂ, સૂતર, કાપડના, કાગળના, સોના-ચાંદીના વ્યવસાયમાં તકલીફ અનુભવાય. ભાગીદારીવાળા ધંધામાં ભાગીદારના કારણે ધંધો કરવામાં, બંધન, રૂકાવટ, મુશ્કેલી અનુભવો. મિત્રવર્ગના કારણે નોકરી-ધંધામાં, ઘરપરિવારમાં મતભેદ, વિવાદ થઈ જાય. તા. ૧૦ જુન રવિ વિચારોની એકાગ્રતા રહે નહીં, ભૂલી જાવ, વિસ્મૃતિ થઈ જાય. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં દ્વિધા-ચંિતા રહે. ૧૨ મંગળ બજારોની-હવામાનની ફેરફારીમાં તકલીફ, ચંિતા રહે. ૧૩ બુધ શાંતિથી કામકાજ કરવું. ૧૪ ગુરૂ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૧૫ શુક્ર પત્ની-સંતાન-પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ૧૬ શનિ હળવાશ-રાહત અનુભવાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં. અન્યના કામમાં મદદરૂપ થાવ, દોડધામ-ખર્ચ કરો છતાં જસ મળે નહીં. ભાઈભાંડુ, નોકરચાકર, કારીગરવર્ગ, ઉપરીવર્ગની ફેરફારી-સારા સંબંધો-વ્યવહાર હોય છતાં મતભેદ, વિવાદ, અશાંતિમાં સમય પસાર કરવો પડે. સાંસારીક પ્રશ્નમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, મકાન-વાહન-મિલકતના તેમજ આડોશપાડોશના પ્રશ્નમાં તમને વ્યગ્રતા-ઉશ્કેરાટ-અશાંતિ અનુભવાય. હરિફવર્ગ તમને પરેશાન કરવા, તમને ઉશ્કેરવા, ગુસ્સામાં બોલાવવા માટેના પ્રયત્નો કરે. સરકારી, કાનૂની, ખાતાકીય નાણાંકીય પ્રશ્ને તમે બાનમાં આવી જાવ, મુશ્કેલીમાં મુકાવ. તા. ૧૦ જુન રવિ, પુત્ર પૌત્રાદિકની ચંિતા-ખર્ચ ૧૧ સોમ શેરોની લે-વેચમાં, બેંકના કામમાં, નાણાંની લેવડદેવડમાં સંભાળવું. ૧૨ મંગળ માનસિક વ્યગ્રતા, અશાંતિ ૧૩ બુધ ઉશ્કેરાટ, ગુસ્સો આવી જાય. ૧૪ ગુરૂ આકસ્મિક ચંિતા-ઉપાધિ-અશાંતિ ૧૫ શુક્ર નોકરી-ધંધાના, પરિવારના કામમાં સાનુકુળતા. ૧૬ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, આનંદ રહે.

[Top]
 
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved