Last Update : 14-June-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૦૬-૨૦૧૨, ગુરૂવાર
જેઠ વદ દસમ - પંચક સવારના ૯ ક. ૪૭ મિ. સુધી
સૂર્ય મિથુનમાં, મંગળ ઉત્તરાફાલ્ગુનીમાં-ધાતુના ભાવ વધે!
પારસી બેહમન માસ શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૯ ક. ૪૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રેવતી સવારના ૯ ક. ૪૭ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુનમાં ૨૨ ક. ૪૬ મિ. થી.,મંગળ-સંિહ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સવારના ૯ ક. ૪૭ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મૠતુ, રા.દિ.જે.૨૪
માસ-તિથિ-વાર ઃ જેઠ વદ દસમને ગુરૂવાર.
સૂર્ય મિથુનમાં રાત્રે ૧૦ ક. ૪૬ મિ.થી. પુણ્યકાળ મઘ્યાહ્‌નથી સૂર્યાસ્ત સુધી.
વિષ્ટી ૮-૩૯ સુધી. પંચક સવારના ૯ ક. ૪૭ મિ. સુધી. પારસી બેહમન માસ શરૂ.
- મંગળ ઉત્તરાફાલ્ગુનીમાં રાત્ર ૧૧ ક. ૪૭ મિ.થી.
- જલ વૃષ્ટિમાં અવરોધ. ચતુષ્પદોને પીડા! આગામી સમયમાં પ્રજાને પીડા!
- ગોળ, ખાંડના ભાવ વધે!
- દિવસ ૧૪માં સોના-ચાંદી-લોખંડના, તેલ, ઘી, સરસવ, એરંડા, સોપારી, મુંજ, વાંસ, કપાસ વગેરેના ભાવ વધે! ચતુષ્પદોને પીડા!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો તેવીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બહેમન માસનો પ્રથમ રોજ હોરમજદ
કદમી માસ બારમો સ્પેન્દાર્મદ શરૂ.

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે મિથુન સંક્રાતિનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી શાંતિથી દિવસ પસાર કરવો. નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

વૃષભ ઃ આજે રાત્રે સૂર્ય આપની રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. તેથી નોકરી-ધંધાના, પત્નીના પ્રશ્ને ચંિતા રહે. વ્યગ્રતા રહે.

 

મિથુન ઃ આપની રાશિમાં સૂર્યનું પરિભ્રમણ આજ રાત્રે શરૂ થઈ રહ્યું છે જેથી આખો દિવસ શાંતિ રાખીને પસાર કરી લેવો.

 

કર્ક ઃ મિથુન સંક્રાંતિનો આજથી પ્રારંભ થતાં આગામી ત્રીસ દિવસ આપને નાણાંકીય-કૌટુંબીક પ્રશ્ને ચંિતા-ખર્ચ-મુશ્કેલી-મુંઝવણ રહે.

 

સંિહ ઃ નોકરી ધંધાના અગત્યના નિર્ણય-મુલાકાતમાં આજે ઉતાવળ કર્યા વગર, કોઈના દોરવાયા વગર ધીરજ, શાંતિ, કુનેહ રાખવી.

 

કન્યા ઃ આજે આપે યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, બહાર જવા આવવામાં, બેંકના કે અન્ય નાણાંકીય કામમાં જાગૃતિ રાખવી. વાહનથી સંભાળવું.

 

તુલા ઃ વૃષભ સંક્રાંતિની સમાપ્તિનો આજનો દિવસ આપે તબીયત-ધનથી-વાહનથી સંભાળવાનો રહેશે. નોકરી ધંધામાં જોખમ કરવું નહીં.

 

વૃશ્ચિક ઃ આજ રાતથી મિથુન સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે. તેથી આગામી ત્રીસ દિવસ નોકરી-ધંધાના, વડીલવર્ગના આરોગ્યના પ્રશ્ને ચંિતા રખાવે.

 

ધન ઃ આપના વિલંબમાં પડેલા, રૂકાવટવાળા કામમાં હવે પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

મકર ઃ આજે મિથુન સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ દિવસ દરમ્યાન ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે.

 

કુંભ ઃ આજે રાત્રે વૃષભ સંક્રાંતિની સમાપ્તિ પછી ધીમે ધીમે હળવાશ-રાહત અનુભવાય પરંતુ આજનો દિવસ શાંતિથી પસાર કરવો.

 

મીન ઃ આજે રાત્રે સૂર્ય મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં આગામી ત્રીસ દિવસ ઘર-પરિવારના પ્રશ્નમાં, નોકરી-ધંધામાં ચંિતા-રૂકાવટ રખાવે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૪-૦૬-૨૦૧૨, ગુરૂવાર

આજે તમારા જન્મવર્ષનો પ્રારંભ અને સૂર્યનું મિથુન રાશિમાં પરિવર્તન શરૂ થઈ રહ્યું છે ત્યારે પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચંિતા-વ્યસ્તતા-ખર્ચ જણાય. પરંતુ કાર્યસફળતા, પ્રગતિથી વર્ષાંતે આપનું હૃદય-મન પ્રફુલ્લિત રહે. ધર્મકાર્ય થાય. આઘ્યાત્મિકતામાં વધારો થાય. વિશેષમાં...

 

* નોકરી-ધંધામાં આ વર્ષ લાભદાયી રહે. તમારી આવક-સુખ સંપત્તિમાં વધારો થાય. નવીન ફેરફારીની તક પ્રાપ્ત થાય.

 

* પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ લગ્ન નોકરી-ધંધાના પ્રશ્ન ઉકેલાતા આપ હળવાશ, રાહત અનુભવતા જાવ.

 

* આપને ધર્મકાર્ય-શુભકાર્ય-યાત્રા પ્રવાસ, પરદેશ પ્રવાસના કામકાજમાં વર્ષ સાનુકૂળ રહે.

 

* સ્ત્રીવર્ગને હૃદય-મનની પ્રસન્નતા રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર-પ્રગતિ-ખર્ચ છતાં આત્મવિશ્વાસ વધતો જાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ઓફિસની રીસેસમાં બધા ચા પીતા પીતા ચર્ચા કરતા હતા. છગન બોલ્યો, ‘‘બહારગામ જવાનું હોય ત્યારે હંમેશાં હું બસમાં જવાનું જ પસંદ કરું છું...’’
‘‘તો તું મોટી ભૂલ કરે છે,’’ મગન બોલ્યો.
‘‘કેમ, એમાં મોટી ભૂલ શાની વળી?’’ છગને સવાલ કર્યો.
‘‘હું તો હંમેશા ટ્રેનમાં જવાનું જ પસંદ કરું છું.’’ છગને કહ્યું, ‘‘કેમ ખબર છે?’’
‘‘હા,’’ મગને કહ્યું, ‘‘ટ્રેનમાં ડબામાં હરીફરી તો શકાય.’’
‘‘ના, એ માટે નહીં,’’ છગન બોલ્યો, ‘‘પણ ટ્રેનમાં પંચર પડવાની તો બીક નહીં...’’

[Top]
 

આજ ની રેસીપી

ઝટપટ બનતી વાનગીઓ

ચણા ભટૂરે

 

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો ચાળેલો, ૨ ચમચી સોજી, ૧ ચમચી સોડા, ૧/૨ ચમચી મીઠું.

 

રીતઃ મેંદામાં મીઠું અને સોજી ભેળવીને સોડા નાખી લોટ બાંધો. કઢાઈમાં ઘી ગરમ કરી ભટૂરાં તળી લો. અગાઉથી તૈયાર કરેલાં ચણા સાથે સર્વ કરો.

 

નોંધઃ જો ચણા બાફેલાં હોય તો બે ચમચા ઘી ગરમ કરો. એમાં આદું, બે લીલાં મરચાં સમારીને નાખો. બે ચમચા ચણા મસાલો નાખી સાંતળો. તે તેમાં ચણા નાંખો. હવે મીઠું, લીંબુનો રસ અને એક કપ પાણી નાંખીને દસ મિનિટ ચઢવા દો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved